SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૩૬૯ મરૂભૂતિને નોકર ગોવાળ હતે. એના ગાય-ભેંસ આદિ પશુઓનું રક્ષણ કરતો હતે. એક વખત તે નદીના સામે કિનારે ગયે હતે. એ પાછો ફરે તે પહેલાં નદીમાં પૂર આવ્યું. હું પૂર ઓછું થયું એટલે તરીને પિતાના ગામના કિનારે આવે છે. ભરવાડ હતે પણ એને તરતા આવડતું હતું. ભગવાન કહે છે તમને બીજું કંઈ ભલે ન આવડે પણ જે સંસાર તરવાની કળા આવડશે તો પણ તમારે બેડે પાર થશે. એ નોકર નદી તરીને આવી રહ્યા છે. ત્યાં પાણીના વહેણમાં એક તીણ અણીદાર ભાલ અગર ચપ્પ તણાઈને આવતું હતું તે આ નેકરના પેટમાં પેસી ગયું. અસહ્ય વેદના થાય છે. આ વખતે હાયય ન કરી. મને શું વાગ્યું એ જોવા ન ગયે. પણ શું છે ? “નમે અરિહંતાણું”. આવી બિમારી કદાચ આપણને આવે તે વેદના વખતે શું બોલાય? “નમે આરિહંતાણું” બલવાનું મન થાય કે હાયય થાય? હા, નમે અરિહંતાણું કયારે બોલે? ટ્રેઈનમાં બેઠા હે, ટ્રેઈન મોટી નદીના કે દરિયાના પુલ ઉપરથી પસાર થતી હોય અને પુલ તુટવાની અણી ઉપર હોય ને બૂમ પાડે કે ટ્રેઈન ભયમાં છે. પ્લેનમાં બેઠા હે ને પાયલેટ બૂમ પાડે કે ચેતજે, હમણાં વિમાન ભયમાં છે ત્યારે પ્રભુમય બની જવાય. બીજું કંઈ યાદ ન આવે. કેમ બરાબર છે ને! (હસાહસ). મરૂભુતિએ ઘણી સાધના કરી હતી. પથ્થરની શીલા માથે વાગતાં કેટલું કષ્ટ સહન કર્યું. પણ સહેજ આર્તધ્યાન આવ્યું તે મરીને હાથી બન્યો અને એના કરે કદી સામાયિક, ઉપવાસ કે પષધ કર્યા ન હતા છતાં પેટમાં અણીદાર ચપ્પાની ધાર વાગતાં નમો અરિહંતાણું બોલ્યો અને ખૂબ સમભાવ કેળવ્યો તો મરીને સુદર્શન શેઠ બ. કે દઢધમી શ્રાવક બન્યું કે એના બ્રહ્મચર્યના પ્રભાવથી શૂળી ફીટીને સિંહાસન થઈ ગયું. શ્રેણુક રાજાને વિશ્વાસપાત્ર બન્યું. રાજાને પોતાની રાણીને જેટલો વિશ્વાસ નહિ તેટલે સુદર્શન શેઠને વિશ્વાસ હતે. ટૂંકમાં મારે કહેવાનો આશય એ છે કે ગમે તેવા પરિષહ આવે તે પણ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ન કરો. ધર્મધ્યાન અને શુકલધ્યાનના ઝુલે ઝુલે તે કોની મહાન નિર્જરા થશે. મહાન પુણ્યના ઉદયે ધર્મધ્યાન કરવાને અનુકુળ સમય મળે છે. આજે તમે સુખ ભોગવી રહ્યા છે તે શેનું પરિણામ છે? તમે બંગલામાં બેસી માલમલીરા ઉડાવી રહ્યા છે અને કંઇકને રહેવા તૂટીફૂટી ઝુંપડી પણ નથી. તમે સુંવાળી મખમલની તળાઈમાં નિશંતે સૂવો છે ત્યારે કંઇકને સૂવા માટે પૂઠાને કટકે પણ નથી. તમે ઈસ્ત્રીબંધ ટેરીકેટનના કપડા પહેરે છે, અત્તર અને સેંટ છાંટે છે જ્યારે ગરીબને અંગ ઢાંકવા કપડા નથી. આટલો બધે તફાવત કેમ છે ? એને વિચાર આવે છે ? પહેલાં બહેને રસોઈ કરતી ત્યારે એમને ચૂલા ફૂંકવા પડતા, લાકડા અને છાણની કેટલી માવજત કરવી પડતી હતી અને આજે તે ઘરઘરમાં ગ્યાસ આવી ગયા,
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy