SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૩૬૭ હું કોણ છું? કયાંથી આવ્યો છું ? ને અહીંથી ક્યાં જઈશ? કદી વિચાર આવે છે? તમારે બહારગામ જવું હોય તો શું તમે સ્ટેશને પહોંચ્યા પછી નકકી કરો છો કે પંદર દિવસ અગાઉથી નકકી કરો છો? અરે, પંદર દિવસ અગાઉ ગાડીનું રીઝર્વેશન કરાવી લે છે કેમ ખરું ને? છતાં ગાડી આવતા પહેલાં પહોંચી જાવ છો ને? (સભા:- ત્યાં તો કલાક અગાઉ પહોંચી જઈએ) કેટલા બધા સાવધાન ! આત્મા માટે આટલી સાવધાની છે? સ્ટેશને ગાડી આવવાની છે. તે ક્યારે આવશે અને કયારે ઉપડશે તે નકકી છે પણ જ્ઞાની કહે છે તારા જીવનની ગાડી ક્યારે ઉપડશે તેના માટે કઈ ટાઈમ નકકી નથી અને ઉપડી તે રોકવા માટે ગમે તેટલા પ્રયત્ન કરશે પણ જીવનની ગાડી રોકવા તમારે એકેય પ્રયત્ન કામ નહિ લાગે. માટે ઓછી જિંદગીમાં ઝાઝું કામ કરી લે. તમારી એકેક પળ કેવી જાય છે? (સભા - લાખેણી) વાણીમાં તે ઘણું બેલ્યા પણ જીવનમાં કેટલું અપનાવ્યું? કે ઈ માણસની નાણાંવટી અટક હોય પણ નાણું ન હોય તો શું? તેમ તમે બોલે છે કે જીવનની એકેક પળ લાખેણું જાય છે પણ પ્રમાદની પથારી છૂટતી નથી તો બેલવાથી શું? પ્રમાદી જીવ આત્મદર્શન નથી કરી શક સર્વજ્ઞતા પ્રાપ્ત કરી શકો, નથી. જ્યાં સુધી સર્વજ્ઞતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધકે સાધનામાં હમેશાં સાવધાન રહેવું જોઈએ. પ્રમાદીને હમેંશા સર્વત્ર ભય છે. આચારાંગ સૂત્રમાં પ્રભુએ કહ્યું છે કે – सव्वओ पमत्तस्स भयं, सव्वओ अपमत्तस्स नत्थि भयं । પ્રમાદીને બધી રીતે ભય રહે છે. અપ્રમાદીને કઈ પ્રકારને ભય નથી રહેતું. પ્રમાદીને આ લોક ને પરલોક બંને જગ્યાએ ભય છે. જ્યારે અપ્રમાદીને કોઈ પ્રકારના કર્મને ભય નથી રહેતો તે બંને લેકમાં ભયમુક્ત રહે છે. અપ્રમત્ત બનવાને માટે જ્ઞાનીઓ કહે છે આત્મવિજય કરો. જેણે એક આત્મા પર વિજય પ્રાપ્ત કર્યો છે તેણે સારા સંસાર પર વિજયપતાકા ફરકાવી જેણે બાહ્ય સંસારને જેટલા અંશે જીત્યા છે તેટલા અંશે તેણે આત્મા પર વિજ્ય કર્યો છે. બંધુઓ! બાહ્ય સંસારને જીત એટલે સંસારના મમતામય સગાને ત્યાગ કરે. ' જેવી રીતે દુનિયામાં રાજા-મહારાજાઓના દેશ માટે, ભૂમિ માટે સંગ્રામે થયા કરે છે તેવી રીતે આપણે આત્માની સ્વાભાવિક અને વૈભાવિક શક્તિઓ વચ્ચે હંમેશા યુદ્ધ થયા કરે છે. ભૌતિક સંગ્રામ તે કઈ કઈ વખત થાય છે, જ્યારે આધ્યાત્મિક યુદ્ધ તે હંમેશા ચાલુ રહે છે. દુનિયામાં યુદ્ધ થાય ત્યારે બે પક્ષમાંથી કઈ પણ એક પક્ષ પરાજીત થાય ત્યારે યુદ્ધને અંત આવે છે તે રીતે આ સંગ્રામમાં પણ સ્વાભાવિક અથવા વૈભાવિક શકિતઓમાંથી કઈ પણ એકને પરાજ્ય થાય ત્યારે આ યુદ્ધ પૂર્ણ થાય છે. જે સ્વાભાવિક શક્તિઓની હાર થાય તે આત્મા નરક-નિમેદની
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy