SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ક્યા વિલંબ કરે અબ ભારે, તારી ભવજલનિધી પાર પારે ક્યા... આનંદધન ચેતનમય મસ્તી, શુધ્ધ નિર્જન દેવ ધ્યા રે....ક્યા... દેવાનુપ્રિયા ! આ સંસાર એ એક મેટા વિશાળ સમુદ્ર છે. તેને પાર કરવામાં તમે જરા પણ પ્રમાદ ન કરે. જે માનવ પ્રમાદ કરે છેતે પાગલ છે અને તેવા પ્રમાદમાં સૂતેલા, માહમાં ઘેલેા બનેલા માનવ આ દુસ્તર એવા મહાન સંસારસાગરને પાર પામી શકતા નથી. બંધુઓ! પાર પામવુ એટલે તરી જવું. અને મમ રૂપ પાશવીતિ રૂપ વમળને એળંગીને સામે કિનારે મૃત્યને પેલેપાર જ્યાં અખૂટ શાંતિ-શાંતિ ને શાંતિ રહેલી છે એવા શાંતિમય અને આત્મ ચિરસ્થાયી સ્થાન રૂપ પરમાત્મપદને પ્રાપ્ત કરવું તેનું નામ પાર થવું. સંસારથી પાર થવા માટે પવિત્ર ભાવનાએ છૂપાયેલી છે. આવી ભાવનાને જેને અંતરગ લાગ્યા છે તે આત્મજાગૃતિ કરતા થકે સંસારને તરી જાય છે અને કેટલાય જીવાને તારતા જાય છે. ૩૫૯ આજે માર્ગ કાપવા માટે અનેક શબ્દો વપરાય છે. આપ જે જમીન પર ચાલીને મા કાપી રહ્યા છે તે ચાલવુ કહેવાય. આકાશમાં રસ્તા કાપવા તેનું નામ ઉડવું કહેવાય અને પાણીમાં પંથ કાપવે તેનુ નામ તરવુ. આ વાત તેા આપ બધા સારી રીતે જાણેા છે. પણ મહત્ત્વની વાત એ છે જ્ઞાની પુરૂષાએ સંસારને તરવુ એ શબ્દ આપીને આપણને અદ્દભુત ચેતવણી આપી છે. તરવાની વાત સંસાર સાથે કરવામાં આવી છે તેને અર્થ એ થયે કે આ સસાર સાગર જેવા છે. સાગરમાં ઘડીક ભરતી તા ઘડીકમાં એટ ! કયાંક કિનારે તો ક્યાંક અગાધ ઉંડાણુ! કોઇકવાર તેાફાન તા કાઇક વાર શાંતિ ! આથી અંદરના જલચર પ્રાણીઓને ભય પણ ખરા. • અંધુએ ! તરવું એટલે સતત સાવધાન રહેવું. ત્યાં ઉંઘ: કે ઝેલુ આવે તે ન ચાલે. દરેક અંગને અને ધ્યેયને સંપૂર્ણ પણે એમાં પ્રવૃત્તિશીલ રાખવુ પડે છે. ચિત્તની પરમશાંતિ જાળવવી પડે છે. પાણીની સપાટી પર રહી ઘણા આરામ કરે છે પણુ ડૂબી ન જવાય એ માટે એને આત્મા તે જાગતે હાય છે. શ્વાસનું સમતાલપણું સહેજ તૂટયું કે દેહ પાણીમાં બેસવા માંડે છે. તરત સાવચેત બની હાથ-પગ હલાવવ માંડે છે. આ રીતે સંસાર સાગર તરવામાં પણ જીવનના અંત સુધી સતત સાવધાન રહેવુ પડે છે. તરનાર થાકી જાય કે વમળમાં સપડાઈ જાય કે કાચ મૃત્યુ પામે તે પણ અંતિમ શ્વાસ સુધી તે બેભાન ન ખને ત્યાં સુધી તરવાના પુરૂષા ચાલુ રાખે છે. આ સંસારમાં સૈા કાઈને તરતા રહેવાનુ છે અને એમ કરતાં તરી જવાનું છે. સંસાર તરી જવે એટલે આત્મજીવનને ધન્ય બનાવવું. કોઈનું જીવન આપણા માટે પ્રેરક અને તે જાણવુ કે તે સંસારસાગર તરી ગયા છે, માહ-માયા કે રાગ-દ્વેષમાં આસક્ત માનવા માટે એવુ કહેવાય છે કે ભલે તે સ્ત્રી-પુત્ર, પરિવાર કે પૈસેટકે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy