SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ શારદા સરિતા આજ્ઞાનુસાર તેમના માર્ગે ચાલીને અનંતા જીવો મોક્ષમાં ગયા. આજ સુધીમાં અનંતી ચોવીસીઓ થઈ ગઈ પણ હજુ આપણે આરે આવ્યા નથી. આપણું ઉપર સંજ્ઞાઓએ સામ્રાજ્ય જમાવી દીધું છે. ચાર સંજ્ઞાની પાછળ જીવ પાગલ બન્યા છે અને તેમાં સાચું સુખ માની લીધું છે. આ ચાર સંજ્ઞાઓ મનુષ્યભવમાં છે એવું નથી પણ સંજ્ઞાઓનું પ્રાબલ્ય એકેન્દ્રિય આદિ પ્રત્યેક ભવમાં છે. એટલે મનુષ્ય ભવ પામીને પણ સંજ્ઞાઓના બળથી પ્રભુની અમોઘ દેશનાની અસર થઈ નહિ. અભવ્ય, દુર્ભવ્ય અને ભારે કમીભવી જીવને આ સંજ્ઞાઓ પ્રિય લાગી છે. ઉંચી ધર્મકરણી કરે, દેષ રહિત ચારિત્ર પાળે. તેની સામે ઈન્દ્રની ઈન્દ્રાણીઓ આવીને નૃત્ય કરે તો પણ એ એની સામે આંખ ખેલે નહિ. એવું શુદ્ધ બ્રહ્મચર્ય પાળે આમ ધર્મના અનુષ્ઠાન આચાર્યા છતાં ઉડે ઉડે વિષયસુખ મેળવવાની ઈચ્છા ખસી નહિ તેથી મોક્ષ ના થયે. જ્ઞાનીઓ કહે છે અભવ્ય જીવની માફક આપણે આત્મા અનંતી વખત નવ રૈવેયક સુધી જઈ આવ્યું છતાં ઉધાર ન થાય તેનું કારણ સંજ્ઞાનું સુખ મેળવવાની ઈચ્છા હૃદયમાંથી જતી નથી. બંધુઓ ! સંસારના સુખમાં આસકત બન્યા છે પણ દશા કેવી થશે તે જાણો છો? જેમ પક્ષીઓને પકડવા માટે શિકારી જાળ પાથરે છે અને દાણું નાંખે છે તેમાં દાણા ખાવાની લાલચે પક્ષીઓ આવીને બેસે છે. એટલે શિકારીની જાળમાં સપડાઈ જાય છે, તે રીતે અહીં મહારાજાએ સંસારી જીવને શિકાર કરવા વિષયના દાણા વેર્યા છે. મેહમાં આસક્ત બનેલા જીવરૂપી પક્ષીઓ જયાં દાણું ખાવા આવ્યા એટલે તરત કર્મરાજા તેમને દુર્ગતિમાં સપ્લાય કરી દે છે. માટે જે દુર્ગતિમાં ન જવું હોય તે વિષય પ્રત્યે વિરાગ કેળવે. વિષયો ઉપરથી વિરાગ આવે તો સમ્યગદર્શનની સન્મુખ થવાય છે. એક પ્રકારનું મશીન આવે છે એ મેગ્નોમિટરને ચુંબકશકિત આપનાર યંત્ર વડે જમીનમાં કયા કયા પદાર્થો છે તે જાણી શકાય છે તેમ સમ્યગદર્શનારૂપ મેગ્નોમિટરને ચુંબકશકિત આપનાર યંત્ર વડે આત્માને કયા કયા પાપે હેરાન કરી રહ્યા છે તેનું જ્ઞાન થાય છે. જ્યારે જ્ઞાન થાય છે ત્યારે આત્માની દશા જુદી હોય છે. આટલા માટે ભગવાન કહે છે માનવજીવન પામીને બીજું કંઈ ન કરે તે ખેર એક સમ્યગદર્શન પામી જાવ. જમીનમાં નીચે હજારો પુટ ઉંડું પાણી હોય તો ડ્રીલીંગ મશીન દ્વારા જાણી શકાય છે તેમ સમ્યગદર્શન આત્મામાં ઉડે ઉતરનાર ડ્રીલીંગ મશીન છે. ડ્રીલીંગ મશીન દ્વારા જમીનમાંથી જેમ તેલ પ્રાપ્ત થાય છે તેમ આત્મામાં સમ્યગદર્શન રૂપ ડ્રીલીંગ મશીનથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે ઢીલીગ મશીન પહેલાં પાણી અને માટીને દૂર કરે છે તેમ સમ્યગદર્શનરૂપ ડ્રીલીંગ મશીન વિષયકવાયરૂપી પાણી અને માટીને દુર કરે છે. પછી તે આત્માના તેજ ઝળહળે છે. અનંતજ્ઞાનદર્શન અને ચારિત્રરૂપી તેલના પ્રવાશ ઉડે છે. જ્યારે જમીનમાંથી ગેસ નીકળે છે ત્યારે તેની આસપાસ તેલ હોય છે તેમ સમ્યગ.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy