SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ બાર જ્યાં જ્યાં સાધુ સંતોના સમાગમનો લાભ નથી મળતું ત્યાં ધર્મભાવના જાગૃત રાખવા પુસ્તક ખૂબ જ ઉપયોગી બનશે અને દરેકે દરેક કુટુંબમાં દરરોજ રાત્રે સમૂહ વાંચન કરવાથી સંતાનોમાં સંસ્કાર, સદાચાર અને ચારિત્રનું ઘડતર કરવામાં ખૂબ જ લાભદાયી બનશે તે અમે “શારદા સરિતા”ના પ્રકાશનને આ પુરૂષાર્થ સફળ થયે માની ધન્યતા અનુભવશું. આ પુસ્તક પ્રકાશનના મુખ્ય દાતાઓ દાનેશ્વરી શેઠશ્રી મણિલાલ શામજી વીરાણીએ રૂ. ૭૫૦૦ તથા પાલણપુરનિવાસી સુશીલાબહેન રમણિકલાલ રાજમલ મહેતાએ રૂા. ૭૫૦૦ આપી અમારા આ વિરાટ કાર્ય માં ખૂબ પ્રોત્સાહન, પ્રેરણા અને સોગ આપે તેમજ રૂા. ૧૦૦૦ આપનાર સર્વ દાતાઓ જેમના નામની યાદી પણ આ પુસ્તકમાં આપવામાં આવી છે તે બધાને શ્રી સંઘ તરફથી હાર્દિક આભાર માનીએ છીએ. ધન્યવાદ આપીએ છીએ કે આવા ધર્મ પ્રચારના કામમાં હંમેશા સહ | બાપી પુન્યાનુબંધી પુન્ય ઉપજન કરે. “શારદા સરિતા”ની ૩૦૦૦ નકલ છાપવાનું અત્યારની અસહ્ય કાગળની અને છાપકામની મોંઘવારીમાં લગભગ રૂ. ૬૩૦૦૦નું ખર્ચ આવ્યું છે. એટલે એક નકલની કિંમત રૂા. ૨૧ ઉપરાંત પડશે. શરૂઆતમાં સામાન્યમાં સામાન્ય વાંચક વર્ગ વધારેમાં વધારે લાભ લઈ શકે તે માટે વેચાણ કિંમત રૂ. ૭ રાખવાનું નકકી કરેલ પણ મુખ્ય દાતાઓ શ્રી મણિલાલ શામજીભાઈ વીરાણી તથા શ્રીમતી સુશીલાબહેન રમણિકલાલ રાજમલ મહેતાએ વિનંતી કરી કે જે વેચાણ કિંમત રૂા. ૫ રાખવામાં આવે તો સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ પૂરેપૂરે લાભ લઈ શકશે એટલે અમે તેમની વિનંતિ સ્વીકારી અને આ વિરાટ કામની અમારી જવાબદારી સમજદાર સમાજે બહુ જ સુંદર સહગ આપીને હળવી કરી નાખી. આ પુસ્તકના પ્રકાશનના કામમાં અમારે શ્રી નંદલાલભાઈ મગનલાલ દોશીને અંતઃકરણપૂર્વક આભાર માનવો જ જોઈએ, કારણ કે તેમણે મિલમાંથી કાગળ મિલના ભાવે અમને મેળવી અપાવી લગભગ બજાર ભાવ કરતાં ૨૦ ટકાને ફાયદો કરાવી આપો. પૂફના વાંચન માટે તથા પ્રફે દરરોજ સમયસર પૂ. મહાસતીજીને મળી જાય તથા વાંચેલા પ્રફ પાછા મળી જાય તેની સુંદર વ્યવસ્થા કરવા માટે અમે તેમના ખૂબ જ આભારી છીએ અને તે જ આ ૧૦૨૬ પાનાના પુસ્તકનું પ્રકાશન ચાતુમાસ પૂર્ણ થયા પછી માત્ર એક જ મહિનામાં બહાર પાડી શકયા. ' ભાઈશ્રી રમણલાલ નાગરદાસ ગેસલિયાએ આ પુસ્તકના પલાટીક કવર કોઈ પણ જાતનું મહેનતાણું લીધા વિના બનાવી આપ્યા તે માટે તેમને પણ આભાર માનીએ છીએ. છેવટે જન્મભૂમિ કાર્યાલયના સંચાલકોએ ઓવરટાઈમ કરાવીને અને મુદ્રણ વિભાગના કામદારોએ ખૂબજ સુંદર સહયોગ આપીને આ પુસ્તકનું પ્રકાશન સમયસર કરી આપવા માટે અમે તેમના ખૂબજ ડણી છીએ. શ્રી વિ. સ્થા. જૈન શ્રાવક સંઘ કાંદાવાડી, મુંબઈ, તા. ૬-૧૨-૭૩ રમણિકલાલ કસ્તુરચંદ કેકારી લિ.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy