SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૩૪૧ વ્યાખ્યાન નં. ૪૩. ધાવણ વદ ૮ ને મંગળવાર તા. ૨૧-૮૭૩ અભયદાન મહાદાન છે ? સિદ્ધાંત એટલે ત્રણે કાળ સિદ્ધ થયેલી વાણી તેનું નામ સિદ્ધાંત. સિદ્ધાંત એ સર્વજ્ઞ ભગવંતની વાણું છે. તેમાં જરા પણ શંકાને સ્થાન નથી. તેમની વાણી સત્ય અને નિઃશંક છે. જે ભવ્ય આ વીતરાગ વાણીનું શ્રવણ કરી જીવનમાં અપનાવે છે અને શકિત પ્રમાણે આચરણ કરે છે તેને ઉદ્ધાર થાય છે અને તે આત્માના અનંત સુખને સ્વામી બને છે. શાસ્ત્રનું શ્રવણ જેને ગમે નહિ, રૂચે નહિ તેની વિષયની આસકિત અને વિષયની આશા તૂટે નહિ. વિષયની આસકિતથી જે છૂટવું હોય અને વિષયોની આશાથી જે મુકત બનવું હોય તો શાસ્ત્રશ્રવણની આસકિત કેળવવી એ મોટામાં મોટું આલંબન છે. શાસ્ત્રના શ્રવણથી વિષયેની આસકિત છેડવા જેવી લાગે, વિષનો સંગ છોડવા જેવો લાગે, વિષયેની આસક્તિ અને વિષયની આશાને છોડવાનું મન થયા પછી પણ એ ભાવનાને સર્વ પ્રકારે સફળ બનાવવા માટે શાસ્ત્રના શ્રવણમાં આસક્ત બનવું જોઈએ. આ વીતરાગવાણીનું આચરણ કરીને સમ્યગ પુરૂષાર્થ વડે અનેક આત્માઓ મહાન બન્યા છે. એક વાત સમજાઈ જવી જોઈએ કે મારે આત્મા કર્મને વશ થઈને અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરી કહ્યા છે. મારો આત્મા અનાદિ છે ને કર્મ પણ અનાદિના છે. આ કર્મોથી મુક્ત બનવા માટે ભગીરથ પુરૂષાર્થ કરવો પડશે. નબળો પુરૂષાર્થ કામ નહિ આવે. જેમ એકડા વિનાના મીંડાની કઈ કિંમત નથી તેમ આચરણ વિનાના જીવનની કાંઈ કિંમત નથી. અહીં વીતરાગ વાણું સાંભળીને ગયા અને કષાય આવે તેવું કારણ ઉપસ્થિત થયું તે વખતે ક્ષમા ન રહે તે અહીં સાંભળ્યાનું આચરણ ન કહેવાય. વાતે મોટી મોટી મોક્ષની કરતા હોઈએ પણ વર્તનમાં કંઈ ન હોય તે જીવનો ઉદ્ધાર નહિ થાય. વ્યાખ્યામાં રોજ અહિંસાની વાતે થતી હોય ને બહાર હિંસાના તાંડવ રચાતા હોય તે ભગવાન કહે છેઃ સાચે જેન નથી જેનની રગે રગે દયા રમતી હોય. કેઈ જીવને દબાતે કપાતે દેખે તે એનું કાળજું કકળી ઉઠે છે. પણ આજે માનવીના શેખ વધી ગયા છે. મૂલાયમ પર્સ, બૂટ આદી ચીજો વાપરે છે પણ ખબર છે કે એ મૂલાયમ ચીજે ક્યાંથી બને છે? ખેર રેશમી વસ્ત્ર પહેરતાં વિચાર થાય છે કે આવું વેર રેશમી કપડું શેનું બને છે? કેટલા કીડાઓનો સંહાર થાય છે ત્યારે રેશમની સાડી બને છે. કેટલી માછલીઓ ચીરાઈ જાય ત્યારે એક સાચા મોતીની માળા બને છે. વિચાર કરે. તમે દાગીના અને વસ્ત્ર નથી પહેરતા પણ જીવતા અને
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy