SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૩૦૭ પડતો ભાર ન હોય ત્યારે. પ્લેનમાં પણ વધુ પડતે ભાર હોય તે જીંદગી જોખમમાં રહે છે. તેથી તેલ વગેરે બધું જેવું પડે છે. વધુ પડતે ભાર હોય તે ન લે. કારણ કે અદ્ધર આકાશમાં લઈ જવાના છે. તે પ્લેન ચલાવનાર સારી રીતે જાણે છે. બંધુઓ! પ્લેન ચલાવવું હજુ સહેલું છે–પણ સંસાર સાગરને તરવા માટેની નાવ ચલાવવી અઘરી છે. એમાં તે સિાથી ઓછો ભાર જોઈએ. નાવ ચલાવનાર કપ્તાન પણ હોંશિયાર હે જોઈએ. કપ્તાન અસાવધાન હોય અને જે ભાર વધુ હોય તે નૈકા સલામત રહેતી નથી. માટે ગુરૂ એવા હેવા જોઈએ કે જે શિષ્યના ચિતના ભલાની કામનાવાળા હોય. શિષ્યનું સદા હિત ઈચ્છનારા હોય. એક શહેરમાં એક બહુરૂપી આવેલો. એક દિવસ તે સાધુને વેશ લઈને એક કરોડપતિને ત્યાં ગયો. શેઠે તેને બેસવાનું કહ્યું એટલે ચટાઈ ઉપર બેઠે. તેણે સંસારની અસારતા અને શરીરની ક્ષણ ભંગુરતાને સચોટ ઉપદેશ આપે, અને કહ્યું કે હવે તમે વૃદ્ધ થયા છે તમારે ત્યાં લક્ષ્મી જોગવનાર નથી માટે ધનનો સદુપયોગ કરે. આના ઉપદેશથી બધાના દિલ પીગળી ગયા અને કહેવા લાગ્યા અપેિ ઉપદેશ આપીને અમારા પર મહાન ઉપકાર કર્યો છે. શેઠાણીએ અંદર જઈ કબાટ ખેલીને સોનામહોરને થાળ ભરી સાધુ પાસે ધર્યો ને કહ્યું આપ આ ગ્રહણ કરી અમને આશીર્વાદ આપે. પણ આ સાધુ વેશધારી બહુરૂપી તે તેને ઠોકર મારી ચાલતે થશે. શેઠને સાધુ પ્રત્યે ખૂબ માન ઉત્પન્ન થયું. આ રીતે ગામમાં એક મહિને ફરીને જુદા જુદા વેશ એણે ભજવ્યા અને મહિના બાદ શેઠ પાસે આવીને શીખ માંગી. ત્યારે શેઠ કહે છે અમારે ત્યાં આવેલા સાધુનું અને આપનું બંનેનું મુખ સરખું દેખાય છે. બહુરૂપી કહે વાત સત્ય છે. તે સાધુ તે હું જ હતું. શેઠે કહ્યું ત્યારે સેનામહેરથી ભરેલે થાળ ગ્રહણ કર્યો હોત તો આ ભીખ ન માંગવી પડત. ત્યારે બહુરૂપીએ કહ્યું. મેં તે વખતે સાધુને વેશ લીધે હતું. જે વેશ લીધે તેનું ગૈારવ સાચવવુ એ વિવેકી માનવનું કર્તવ્ય છે. બહુરૂપી પણ સમજે છે કે સાધુ એટલે તદન નિસ્પૃહી. તે પિતાના વેશને વફાદાર રહે છે. ગુરૂનું વર્ણન કરતાં કહ્યું છે કે તૃણપરે ષટખંડ છેડીને, ચકવતી પણ વરિયો, એ ચારિત્ર અક્ષય સુખ કારણ, એ મેં ચિત્તમાં ધરિયે. - ત્યાગી પિતે વૈરાગ ને સંયમના ભાવથી જે રંગાયેલા હોય તેની અસર જલ્દી પડે. પણ જે સાધુને વૈભવને ને તમારી સંપત્તિને રાગ હોય તે તમને ત્યાગમાર્ગ કેવી રીતે સમજાવી શકે? માટે સાધુના જીવનમાં પૂર્ણ ત્યાગ હવે જોઈએ. સાધુ એટલે જગતને તારણહાર. તમે એમ માને કે અમારા વધી ગયેલા પરિગ્રહના વાળને ઉતારનાર તે સાધુ! વાળ વધી જાય તે તેને કઢાવે છે. નખ વધી
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy