SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૨૯૯ વર્ષગાંઠના દિવસે આનંદ માને છે પણ સમજી લેજે કે આયુષ્યમાંથી એક વર્ષ ઓછું થયું. માટે કહું છું કે માનવજીવનનું સુવર્ણરસ સમાન આયુષ્ય ક્ષણેક્ષણે ઓછું થતું જાય છે. સુવર્ણરસ ઉપર શ્રીપાળ રાજાના જીવનને એક પ્રસંગ છે. એક વખત કઈ પર્વતની ગુફામાં સાધકે સુવર્ણરસની સિદ્ધિ કરી રહ્યા હતાં. બધી જાતની વનસ્પતિ હાજર હતી પણ રસ બનતું ન હતું. બધા મૂંઝવણમાં પડ્યા કે રસ કેમ બનતું નથી? તે સમયે શ્રીપાળ રાજા ત્યાં આવી પહોંચે છે. બધાને મુંઝાયેલા જોઈને પૂછે છે કેમ તમે મૂંઝવણમાં પડ્યા છો? સાધકોએ એનું લલાટ જોઈને કલ્પી લીધું કે આ કેઈ તેજસ્વી પુરૂષ છે. એટલે તેમને આવકાર આપીને બેસાડ્યા. પછી કહ્યું–આ સુવર્ણરસ બનતું નથી. શ્રીપાળ રાજા કહે છે કેમ ન બને? બનાવે મારી સામે. શ્રીપાળ રાજાએ કહ્યું તે પ્રમાણે કરવાથી સુવર્ણરસ બની ગયો. બધા સાધકે ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા-મહાનુભાવ! આપ જ આ બધે રસ લઈ જાવ. એના એકેક ટીપામાંથી ઢગલાબંધ સેનું બનશે. શ્રીપાળ રાજા કહે છે ભાઈ! મારે એ રસ શું કરવો છે? મારે એની જરૂર નથી. પરદેશ જતાં આ વેઠ ક્યાં સંભાળું? દેશાટન કરતાં જેટલી લક્ષ્મી વધે તેટલી ચિંતા વધે માટે મારે નથી જોઇતે. શ્રીપાળ રાજાનું મન સુવર્ણરસ જોઈને જરા પણ લોભાયું નહિ. જ્યાં લભ નથી–લાલસા નથી એ હૃદય ખૂબ કેરું ને હલકું ફૂલ જેવું છે. શ્રીપાળ રાજાને ખૂબ આગ્રહ કરવા છતાં તેમણે સુવર્ણરસ ન લીધે. પણ માને કે તમે ત્યાં હો ને પેલા સાધકોએ તમને સુવર્ણરસની તુંબડી ભરી આપી પણ કમભાગ્યે તુંબડીમાં ઝીણી તીરાડ પડી અને ઘેર જતાં એ તીરાડમાંથી સુવર્ણરસના ટીપા જમીન પર ટપકી રહ્યા છે તો મનમાં કેટલે અફસ થાય! કે ઝટ ઘરભેગે થાઉં અને તુંબડી બલી નાંખું. આ તે ટીપું નહિ પણ ઢગલે ઢગલા સેનું ઢળી રહ્યું છે. અરે ! સુવર્ણરસ તે શું પણ એક ઘીનું વાસણ કાણું હોય તે પણ એમ થાય કે જલ્દી વાસણ બદલી નાંખું. તે સુવર્ણરસના ટીપાનું તો પૂછવું જ શું ? આ ન્યાયથી આપણે અહીં એ વિચારવાનું છે કે આ માનવજીવનના અતિ મેંઘેરા આયુષ્યરૂપી સુવર્ણરસમાંથી મિનિટે અને સેકન્ડરૂપી ટીપા ઢળાઈ રહ્યા છે તેને જરાપણું અફસેસ થાય છે? જ્યારે જ્યારે તમે સંસારના કાર્યમાંથી નવરાશ મેળવે એટલે મનને બીજે જતું રોકી નવકારમંત્રમાં લીન બનાવે. નવકારમંત્રનું કેવું મહાન ફળ છે. ધર્મમાં ખર્ચેલી આયુષ્યની એક મિનિટ સુવર્ણરસના બિંદુની જેમ દેવતાઈ સુખનું મહાન પુણ્ય પેદા કરી આપે છે. કમઠના બળતા લાકડામાંથી નીકળેલા સાપે મરતાં મરતાં નવકારમંત્રમાં મન એ મરીને ધરણેન્દ્ર થયે. દેવાનુપ્રિયે! સુવર્ણરસના ટીપાથી અનંતગણ કિંમતી માનવભવના આયુષ્યની એકેક ક્ષણ છે. એના જ્ઞાન-દર્શન-ચારિત્રના સદુપયોગથી સદગતિના મહાસુખરૂપી સુવર્ણ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy