SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૨૮૧ હું દેવાયત તણી વીરા જાહલને માથે દુઃખના દરિયા ફરીયા. ' સુણજે નવસેરઠના નૃપતિ મારી જીભના માનેલ મામરીયા | મારા લગ્નના માંડવા નીચે વીરા તે કેલ દીધે હતો. તે દિવસે તારી પાસે ગામગરાસ કંઈ માંગ્યું નથી. ત્યારે તેં કહ્યું હતું કે બહેન! તારે જ્યારે જરૂર પડે ત્યારે તું માંગી લેજે. વીરા ! એ કેલના મૂલ અત્યારે થાય છે. તું તે રાજવૈભવના સુખમાં પડી ગયો ને મને ભૂલી ગયે. તું માને છ મહિનાને મારે ઘેર આવ્યું હતું. મારી માતાએ મને ધાવતી છોડાવી તને દૂધપાન કરાવ્યા છે અને તારા રક્ષણમાં મારે એકને એક ભાઈ ઉગો હોમાઈ ગયો. પણ મેં તે તને માડીજા વીર માન્યો છે. આપણે એક માતાને ઓળો ખૂંદીને સાથે રમતા જમતા એ બધું તું શું ભૂલી ગયા? તારી બહેનને માથે આજે દુઃખના ડુંગરા ઉતરી પડયા છે. ભીષ્ણ દુષ્કાળમાં તેં બહેનની ખબર ન લીધી ત્યારે મારે સેરઠ છોડીને સિંધમાં આવવું પડ્યું ને મારી આ દશા થઈને ! મારા બાપતણું ગુણપાડ ગયા, મારા મા જગ્યાના ભલે શીશ ગયા મારા એ બદલ તો પાતાળી ગયા (૨) મારા એ બદલા તે પાતાળ ગયા, વીરા! મારા મા-આપ ગયા અને હું તે મા-બાપ વિનાની ને ભાઈ વિનાની થઈ ગઈ. તું તે મારા માતાપિતાના ઉપકારને બદલે ભૂલી ગયા ને મને પણ ભૂલી ગયે. ભલે, તું બધાને ભૂલ્યો પણ તારી બહેનને એક સતી સમજીને એના શીયળનું રક્ષણ કરવા બહેનની વહારે વહેલો આવજે.- જો તું વહેલું નહિ આવે તે હું જીભ કરડીને મરી જઈશ. પણ મારું ચારિત્ર જવા દઈશ નહીં. પણ તારી લાજ જશે. મેં હમીર સુમરા પાસે છ મહિનાની મુદત માંગી છે. એ મુદત પૂરી થતાં પહેલાં તું વહેલે આવી જજે. આ બધું લખ્યા પછી છેલ્લે જાહલે લખ્યું કે – “જે મુદત માસ ની વીતશે, તને સત્ય વચન કહું વીર, જાહલ મુખ જોઈશ નહિ, ને રેતે રહીશ રણધીર, એ અફર નિર્ણય મેં કર્યો, સત્ય વચન વદે સતી, એ અવસરે વહેલો આવજે, રખે ચૂકે જુનાગઢ પતિ." વીરા ! દિવસેને જતાં વાર લાગતી નથી. છ માસની મુદત પૂરી થશે પછી ઉપર એક દિવસ પણ હું જીવવાની નથી એ મેં દઢ નિશ્ચય કર્યો છે. જે મેડે પડીશ તો હે જુનાગઢના રાજા! તારી બહેનનું મુખ તું નહિ જોવે. કલેવર જોઈશ પછી મનની મનમાં રહી જશે અને મારી વીરપસલી અને કપડાનું દેણું તારા માથે રહી જશે. માટે હે વીરા ! તું વહેલે આવજે. મને વિશ્વાસ છે કે મારો વીરે આવ્યા વિના નહિ રહે. . આ રીતે ચિઠ્ઠી લખીને એના પતિને આપી. સંસતી એ લઈને જુનાગઢ આવ્યું. તેણે રા'નવઘણના હાથમાં ચિઠ્ઠી આપી. જાહલના પતિને જોઈને નવઘણને થયું
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy