SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ શારદા સરિતા મહેનને ભૂલવા લાગ્યા. હવે રાજ્યકામાં ગૂંથાઇ ગયા છે. જાહલ પણ પેાતાના ભાઇને સુખી જોઈને દૂરથી સતાષ માનતી. હવે જાહલ જે દેશમાં રહે છે ત્યાં ભયંકર દુષ્કાળ પડસે. પાણી વિના લેાકેાની સ્થિતિ કફાડી થઈ. દેશમાં ડંકા વાગીયા, કપરા પડીયેા કાળ, પુરૂષે છેાડી પ્રેમદા, માતાએ છેડયા બાળ. દેશમાં ખાવા અન્ન ન રહ્યું ને પીવા પાણી ન હ્યું. ત્યારે જાહલને પતિ કહે છે આપણે તે માનવજાતિ છીએ. ગમે ત્યાંથી લાવીને આપણે પેટ ભરીશું પણ આ મૂંગા ઢારાનું શું થશે? તે આપણે એમ કરીએ કે હું આ ઢાર લઈને સિંધ દેશમાં જાઉં, ત્યાં સુકાળ છે અને તુ તારા ભાઈને ઘેર જા. સુકાળ થશે ત્યારે હું તને તેડાવી લઈશ. ત્યારે જાહલ કહે છે સ્વામીનાથ! હું તે આપની સાથે જ આવીશ. સતી સ્ત્રી તે સુખ અને દુઃખમાં પડછાયાની જેમ સાથે જ હાય. સુખમાં જેમ હું સાથે રહું છું તેમ દુઃખમાં સાથે જ રહીશ. વળી ભાઈને ઘેર જવું તે સુખમાં જવું પણ દુ:ખમાં ન જવું. માટે આવા દુ:ખના સમયમાં આપને છોડીને જુનાગઢની મહેલાતેમાં મ્હાલવા જવુ નથી. ત્યારે એને પતિ કહે છે. “અતિ સુખમાં તુ છરી, માવતર છાયા માંય, દુઃખમાં દાઝે કાય, સંસતીએ સળગે ઘણુ 19 હું જાહલ ! તુ તારા માતા-પિતા પાસે અતિ લાડકાડમાં ઉછરી છું અને આ દુષ્કાળમાં ભૂખ્યા તરસ્યા વેરાન વનમાં ચાલવાનું છે. તારી કેામળ કાયા કરમાઇ જશે. વળી તુ મને બંધનકર્તા થઈશ. મને ઘણું દુઃખ થાય છે. માટે તું સમજીને જુનાગઢ જા. ત્યારે જાહલ કહે સતી સ્ત્રીઓને જ્યારે સંકટના સમય આવ્યે ત્યારે પતિને છોડીને ક્યાંય ગઈ નથી. સીતાજી રામચંદ્રજીની સાથે વનમાં ગયા હતા. દમયંતી નળરાજાની સાથે ગયા હતા અને સતી દ્રૌપદી પાંડવાની સાથે વનમાં ગયા હતા. કાઇ પિયર ન્હાતા ગયા. સ્વામીમાથ! આપ ચિંતા શા માટે કરે છે? આપણે સુખદુઃખમાં સાથે રહીશું. જાહલના હૃઢ નિશ્ચય આગળ એના પતિનુ કાંઇ ચાલ્યું નહિ. એના આખા નેસડાના આહીરાને મેલાવી પેાતાના વિચારો દર્શાવ્યા. બધાને આ વાત ગમી અને બધા સિંધ દેશ જવા માટે પોતપાતાનું પશુધન લઈને જવા તૈયાર થઇ ગયા. જાહલ સિધ દેશમાં જાહલ, તેના પતિ તેમજ આખા · નેસડાના બધા આહીરા જાણે એક દેશના હાય તે રીતે ચાલતાં ચાલતાં એક સ્થળેથી ખીજા સ્થળે નિવાસ કરતાં સિંધ દેશમાં આવી પહોંચ્યા. તે સમયે ત્યાં હમીર સુમરા રાજ્ય કફ્તા હતા. એક વર્ષ તે સિંધમાં રહ્યા. જાહલ કહે છે હવે સારઠમાં સુકાળ થયા હશે. આપણે આપણા દેશમાં જઈએ. ત્યારે તેના પતિ સંસતીએ તેમજ ખીજા આહીશ કહે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy