SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૨૬૯ કેટલે ફેર છે. એક બાપના બે બેટડા, ગુણમાં હેયે ફેર, એકમાં પ્રગટ્યું અમૃત ને બીજામાં પ્રગટયું ઝેર. એક બાપના બે પુત્ર છે. છતાં બંનેમાં અમૃત ને વિષ જેટલું અંતર છે. અમૃત માણસને જીવાડે છે જ્યારે ઝેર જીવનને નાશ કરે છે. તેમ દેવાયત રાનવઘણને. જીવાડનાર છે ત્યારે તેનો ભાઈ નાશ કરાવવા તૈયાર થશે. ભાઈ ઉપરની ઈષ્યના કારણે તેને ભાઈ જુનાગઢ ગયે. જઈને સૂબાને કહ્યું કે તમે શાંતિથી બેઠા છો પણ તમને કંઈ ખબર છે? તમારો દુશ્મન બેડીદાર ગામના દેવાયત આહિરને ત્યાં મોટે થાય છે. ભવિષ્યમાં તમારું રાજ્ય લઈ લેશે. સૂબે કુંવરને શોધવા ખૂબ મહેનત કરી રહ્યા હતા પણ એને પત્તે પડો ન હતો. પણ ખબર પડી કે બેડીદાર ગામમાં ઉછરે છે. એ તે પિતાના તાબાનું ગામ છે. તેને નાશ કરે રમત વાત હતી. જુનાગઢને સૂબે એક વખત દેવાયતની પાસે આવ્યો ને કહ્યું કે તું જે માંગે તે આપું પણ રાનવઘણને મને સેંપી દે. દેવાયત કહે છે મારે ઘેર રાનવઘણ છે જ નહિ તે કયાંથી અ ? છતાં સૂબાએ તેને ખૂબ ધમકા છતાં કંઈ ન બે ત્યારે બાદશાહ કે ધે ભરાય ને દેવાયતના માથે રાજદ્રોહને આરોપ મૂક્યો અને તેને કેદ કરી જુનાગઢ લઈ ગયા ને સખત કેદમાં પૂર્યો. ત્યાં એને એવી કડક શિક્ષા કરવા લાગ્યું કે એના પગની ઘૂંટીમાં સારડી મૂકીને લાકડાની જેમ વીંધતા પગ અને હાથ સારડી મૂકીને કાણું કરી નાખ્યા. ખૂબ અસહ્ય પીડા થતી હતી. છતાં પિતાના પ્રાણની એને પરવા ન હતી. પણ પિતાના મરણ પછી નવઘણનું શું થશે એ વિચાર કરતે રસ્તે શોધીને . હવે મારાથી આ પીડા સહન થતી નથી. તમે હવે મારા ઉપર દયા કરીને મને આવું કષ્ટ ન આપશે. નવઘણ મારે ઘેર છે પણ તે વખતે હું જુઠું બેલ્યો હતે. હું તેને મંગાવી આપું છું. એટલે બાદશાહને આનંદ થયે. આકરી શિક્ષા થઈ એટલે કે માની ગયે. દેવાયતે એક ચિઠ્ઠી લખીને સૂબાના માણસને આપી તેની સ્ત્રી પાસે મેકલ્યો. તેમાં તેણે લખ્યું હતું કે મારાથી હવે આ કષ્ટ સહન થતા નથી માટે તું રા' રાખીને વાત કરજે ને નવઘણને અહીં તત એકલી દેજે. આહીરાણીનું શૈર્ય દેવાયતની પત્ની પતિની હસ્તલિખિત ચિઠ્ઠી વાંચી પતિની ગંભીર વાતને સમજી ગઈ. પિતાના પુત્ર ઉગાને બેલા અને ઓરડામાં લઈ જઈને બધી વાત કરી બેટા! મોટું ધર્મસંકટ આવ્યું છે. શું કરવું તેની સમજ પડતી નથી. છતાં હિંમત કરીને પુત્રને કહે છે. “ઉગા ઉગરવા તણી મા રખ મનમાં આશા જતા પ્રભુની પાસમાં, આનંદ રાખે ઉરમાં"
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy