SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ શારદા સરિત મસ્ત અની મહા આરંભકતા સાતમી નરકની ટિકિટ માનવ ખરીદી લે. સિંહ જેવુ ક્રૂર તિર્યંચ પ્રાણી આટલી હિંસા કરવા છતાં ચાથી નરકથી આગળ નથી જતા અને મનુષ્ય ભાન ભૂલે તેા સાતમી નરકે પહેોંચી જાય, કારણ કે માનવ ભૂલે તે માનવમાંથી દાનવ અની જાય છે અને મનુષ્યજીવનનું કર્તવ્ય સમજે તે નરમાંથી નારાયણ બની શકે છે. અંધુઓ! આ માનવભવ આત્મામાંથી પરમાત્મા અને નરમાંથી નારાયણ બનવા માટે મળ્યા છે. પણ માનવમાંથી દાનવ મનવા માટે નથી મળ્યું. માનવજીવન પામીને આત્માને પવિત્ર મનાવવાના છે. મેલા કપડા, ચીકણી થાળી, મેલું શરીર ગમતુ નથી, ધુ ઉજળું ગમે છે તે આત્માને મેલા કેમ રાખ્યા છે? ઉપરની મલીનતા નુકશાન નહિ કરે. માણસ રંગે કાળા હાય, કપડા મેલા હાય પણુ એના આત્મા ઉજળા હશે તે વહેલા સાધના સાધી મેક્ષ મેળવશે.. શરીર ઉજળું બનાવવાથી શાશ્વત સુખ નહિ પમાય પણ અંતર ઉજ્જવળ મનાવવાથી જરૂર પમાશે. આપણા ભાવ કેવા છે, કઈ લેશ્યા વર્તે છે તે જાણવા ઉત્તરાધ્યયન સૂત્રના ચેત્રીસમાં અધ્યયનમાં છ લેશ્યાનું વર્ણન ભગવતે સુદર કર્યું છે. એ છ લેશ્યામાં ત્રણ શુભ લેશ્યા છે ને ત્રણ અશુભ લેશ્યા છે. પ્રતિક્રમણમાં રાજ ખેલેા છે ને કે ત્રણ લેશ્યા સારી ન આવી હાય તેા તસ્સ મિચ્છામિદુક્કડં. કૃષ્ણ, નીલ ને કાપુત એ ત્રણ માડી લેશ્યાએ છે. નારકીને આ ત્રણ લેશ્યા હોય છે. તેજુ, પદ્મ ને શુકલ એ ત્રણ સારી લેશ્યાઓ છે. ત્રણ જીભ લેશ્યાએ વૈમાનિક દેવાને હોય છે. ગર્ભૂજ મનુષ્ય તથા તિ ચને છએ લેશ્યાએ હેાય છે. એકેક લેશ્યાના ભાવને જીવ સમજે તે જાણી શકે કે મને કેવી લેશ્યા વતે છે. દાખલા તરીકે જાંબુનું ઝાડ છે. છ માણસાને વિચાર થયા કે આપણે જાબુ ખાવા છે. છએ ભેગા થઇને ઝડ પાસે આવ્યા. પહેલેા માણસ કહે છે આ જાપુના વૃક્ષને મૂળમાંથી ઉખાડી નાંખીએ ને ઝાડ નીચે પડે તે નિરાંતે ધરાઇને જાંબુ ખાઈ શકીએ, ત્યારે બીજો માણસ કહે છે ભાઇ તમારે ખાવું છે શું? જાંબુને ? એના મૂળ ઉખાડવાની શી જરૂર ? મૂળ નથી કાપવા. કુહાડા લઇને એનું થડ કાપી નાખા, ત્યારે ત્રીજો કહે છે ભાઈ જરા ખમેા-ખમા તમારે જાબુ ખાવા છેને ? તેા થડીયું કાપવાની શી જરૂર ? ડાળીએ કાપી નાંખા તેા જેટલા જોઇએ તેટલા જાંબુ મળશે. ત્યારે ચાથા કહે છે જરા ખમી જાવ. મેાટી ડાળ કાપવાની જરૂર નથી. એની નાની ડાળીએ કાપીને જાંબુ ખાઈ શકાય છે ત્યારે વળી પાંચમા કહે છે ઉભા રહેા. આપણે ડાબીએની સાથે શું નિસ્બત છે! આપણે તે જાંબુ ખાવા છેને ! તે ડાળી ઉપર ચઢીને જાંબુ તાડીને ખાઈ લઈએ. પછી ડાળીએ કાપવાની શી જરૂર છે ? ત્યારે છઠ્ઠો કહે છે ભાઈ ! હવે મારી વાત સાંભળેા. આપણે બધાને જાબુ ખાવા છે તે મૂળ કાપવાની, થડ કાપવાની, નાનીમેટી ડાળી કાપવાની કે ઉપર ચઢવાની કોઈ જરૂર નથી. આ નીચે ઢગલાબંધ જાત્રુડા પડયા છે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy