SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ શારદા સરિતા કહે છે શીયળના દેવા! જો મારા સતીત્વનુ ખળ હાય, મારા પતિ સિવાય ખીજા બધા જગતના પુરૂષ ભાઈ ને પિતાતુલ્ય માન્યા । તે આ પ્રસાદ મૂકું ત્યાં આની હથેળી હતી તેવી થઈ થઈ જજો. આમ વિચારી સતી પ્રસાદ મૂકે ત્યાં એના હાથનું કાણું પૂરાઈ જાય છે પછી પૂછે છે તુ કાણુ અને કેમ આવ્યા છે? ત્યારે જેસલ કહે છે મારા ભાભીએ મહેણું માર્યું છે કે આ ત્રણ વસ્તુ લઇ આવ તે લેવા આવ્યો છું. ચારી કરવા આવ્યાં છું. લૂંટારા છું પણ માતા ! તને જોઇને ઠરી જાઉ છુ. છેવટે જેસલને એ ત્રણે વસ્તુ લઇ લેવા કહે છે પણ સતીની એક વસ્તુને અડી શકતા નથી. ત્યારે તારલ કહે છે જેસલ ! ગભરાઇશ નહી. હું તારી સાથે આવુ છુ. તારલ એ ત્રણે ચીજ લઇને પતિની રજા લઇ જેસલના ગામ જવા રવાના થાય છે. રસ્તામાં નદી આળગવાની આવે છે ત્યારે હાડીમાં બેસીને જાય છે. નદીમાં સખ્ત વાવાઝોડું થાય છે, નૌકા ડૂબુ" તૂજી થાય છે તે સમયે તેરલ કહે છે જેસલ ડૂબવાની અણી ઉપર છે. તે જીવનમાં કેટલા પાપ કર્યા છે ? નૌકા પાપ તારું પરકાશ જાડેજા ધર્મ તારા સભાળ રે, તારી બેડલીને બૂડવા નહિં ન્રુ” (ર) જાડેજા રે... એમ તારલ કહે છે... હે શજપૂત ! તેં કેટલા પાપ કર્યા છે. કેટલી લૂંટ ચલાવી છે! તારા પાપ ખેલવા માંડ. જો તારું પાપ પ્રગટ કરીશ તે તારી નૌકા નહિ ઝૂમે ત્યારે જેસલ શું કહે છે! જેટલા માથાના વાળ તેાળી રાણી...જેટલા માથાના વાળ રે... એટલા પાપ તે મેં કર્યાં (૨) તેાળા કે રે...એમ જેસલ કહે છે રે.... ત્યારે જેસલ કહે હે માતા ! મારા શરીરમાં જેટલા રૂવાડા છે તેટલા પાપ મેં કર્યો છે. ગણ્યા ગણાવાય તેમ નથી. મેં તે કુંવારી જાને લૂટી છે. વનમાં નિર્ભયપણે ફરતા હરણીયા અને મેરલાના પ્રાણ લૂંટયા છે હે માતા ! મારો ઉદ્ધાર કર. આ પાપી ક્યાં જઈને છૂટશે ? સતીના સમાગમથી પથ્થર હૃદયવાળા જેસલ લૂંટારા પણુ સુધરી ગયા અને એની નૌકા ક્ષેમકુશળ પાર ઉતરી ગઇ. આવેા સત્સંગનેા પ્રભાવ છે. રામાયણના રચનાર કાણુ હતા ? એક લૂટારા હતા. લૂંટ-ખૂન કે ચારી એજ ધંધા. એવામાં સંતનેા સમાગમ થયા. ‘શમ' નામના એ શબ્દાના બળ પર શયતાન મટી સત બન્યા. બહારની લૂંટ બંધ કરી દીધી. અંતરમાં રામનામની લૂંટમાં લીન અન્યા. ચારે બાજુ માટીના થરથી વીંટળાઇ ગયા પણ આત્મધૂનમાં પાપના ગામડા ખરવા મંડયા. સંતના સમાગમ, રામનું રટણ અને આત્મજાગૃતિ આમ ત્રિભેટો થતાં એક આદર્શ મહર્ષિ અની ગયા. બંધુએ ! કહેવાનેા આશય એ છે કે વિવેકના પ્રકાશ, આત્માની જાગૃતિ અને
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy