SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ શારદા સરિતા બહેને ભાઈ માટે કેટલું કષ્ટ વેઠયું છે એ વાત અવસરે લેવામાં આવશે. પણ તમને એટલું કહું છું કે બહેનના ભાઈ અને તે એવા બનજે કે ઈતિહાસમાં સેનેરી અક્ષરે તમારું નામ નોંધાઈ જાય. બહેનના ભાઈ બનશે અને જે કારમી મેંઘવારીથી સીઝાઈ રહ્યા છે તેવા તમારા સ્વધર્મી બંધુના ભાઈ બનજે. ખાદ્ય પદાર્થના વહેપારી છે. તે એમ વિચાર કરજો કે લેકે લાખના દાન કરે છે. હું એવું દાન કરી શકું તેમ નથી તે શું કરું? નફ વગર વેચાણ કરી ગરીબને મદદ કરું તેવા ભાવ કરશે તે રક્ષાબંધનને દિવસ સફળ બનશે. ભાઈ બહેનને ભૂલે છે પણ બહેન ભાઈને ભૂલતી નથી. ચાલતાં પગે ઠેસ વાગે તે કહે છે ખમ્મા મારા વીરને પણ ખમ્મા મારા પતિને એમ નથી લેતી એટલે બહેનને ભાઈ ખૂબ વહાલે છે એ વાત નક્કી છે. આ રાખડી બાંધવાનો રિવાજ કયારથી શરૂ થયે છે? અર્જુનને પુત્ર અભિમન્યુએ યુદ્ધમાં જવાને પડ ઝી. માતા કુંતા તથા સુભદ્રાએ એને ખૂબ સમજાવ્યું કે બેટા ! તું ન જઈશ. પરણીને ત્રાએ તારું મોટું જોયું નથી. પરણ્યા ત્યારે આંખે પાટા બાંધ્યા હતા. એ જાણશે તો તેને કેટલું દુઃખ થશે? એક વાર એત્રાને મળીને જા. ત્યારે અભિમન્યુ કહે છે માતા ! જે થવું હોય તે થાય. હું ક્ષત્રિયને બચ્ચે છું. રણે ચઢેલો રજપૂત પાછો ન ફરે. યુદ્ધમાં જવા તૈયાર થયે ત્યારે તેની દાદીમા કુંતાજીએ અભિમન્યુને હૈયાના હેતથી તેનું રક્ષણ કરવા અમર રાખડી બાંધી. “માતા કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે હૃદયને પ્રેમ શું કરે છે? માતા કુંતાએ અભિમન્યુને રાખડી બાંધી અંતરના આશીર્વાદ આપ્યા કે જા બેટા ! જ્યાં સુધી આ રાખડી તારા હાથમાં રહેશે ત્યાં સુધી તને આંચ નહિ આવે. કેઈ તારે વાળ વાંકે નહિ કરી શકે. આ રાખડીનું મહત્ત્વ છે. આગળના સમયમાં હિંદુ રાજાની રાણીઓ મુસ્લીમ રાજા જે પિતાના પતિના દુશમન હોય તેમને પિતાને ભાઇ ગણીને રાખડી એકલતી. એની સાથે સંદેશો પાઠવતી કે મારા ધર્મના વીરા ! રજવાડાનું કામ છે. કેઈ સમયે તારી બહેનડી કષ્ટમાં આવી પડે ત્યારે તેનું રક્ષણ કરવું તારા હાથની વાત છે. આ સમયે મુસ્લીમ રાજાએ દુશ્મનાવટ, ભૂલી જઈ બહેનની વહારે આવતા. અહીં બેઠેલા ભાઈઓને પણ વિનંતી કરું છું કે તમે બહેન પાસે લાંબે હાથ કરીને રાખડી બંધાવે છે તે તમારી શું ફરજ છે તેને ખ્યાલ રાખજે. બહેને તમારા કાંડે રાખડી બાંધી અને તમે બહેનને પાંચ પચ્ચીસ રૂપિયા કે સાડી આપી દીધી તેથી પતી ગયું નથી. પણ બહેન તમને રાખડી બાંધીને આશીર્વાદ આપે છે કે ભાઈ ! તું દીઘો યુષ બન અને સમય આવે ત્યારે બહેનડીની ખબર લેજે. આ રક્ષાબંધનને સંદેશ છે. રક્ષાબંધનના દિવસે બહેને જેલમાં રહેલા કેદી ભાઈઓને રાખડી બાંધવા
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy