SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૨૫૫ એમાંથી કસ ખેંચી લે પછી જાય તે પણ ભલે ને રહેતે પણ ભલે. આત્માને તેની જરા પણ ચિંતા ન થાય. એક દિવસ અવશ્ય દેહ છોડવા નો છે તે એમાંથી શા માટે કસ ન કાઢી લઉં! પેલે ભણેલે કરો જાણું હતું કે આ કન્યા મારે ઘેર ટકવાની નથી છતાં મારા ઘરમાં રહે ત્યાં સુધીમાં સમજાવીને કામ કઢી લઉં. તેમ હે દેવાનુપ્રિયે ! આ સંસારમાં દેહથી માંડીને એક પણ પદાર્થ ચિરસ્થાયી રહેનારા નથી. એક દિવસ અણધાર્યા જવાના છે એમ સમજી એના પર જરાય રાગ ન રાખે અને એની હયાતિમાં આત્મહિત સાધી લેવું એ ડહાપણનું કામ છે. દેવાનુપ્રિયે ! આ માનવભવમાં આત્માની કમાણી કરવા આવ્યા છીએ. અહીં મોજમઝા કરવા નથી આવ્યા. તમારા દિકરાને તમે પરદેશ કમાવવા માટે મોકલ્યા. ત્યાં જઈને તેણે કમાવાને બદલે પૈસા ઉડાડી દીધા તો તમે શું કહેશે ? તમારા દિલમાં કેટલું દુઃખ થાય? તેમ જ્ઞાનીઓ કહે છે કે કેટલી અમૂલ્ય પુણ્યની મૂડી ભેગી કરી આ માનવભવમાં આવ્યા છીએ. માનવભવમાં ઝળકતું જેન શાસન મળ્યું. અહીં આવીને મેં શું કર્યું તેને જરા પણ વિચાર થાય છે? તમારા ચોપડામાં જમા ઉધારના ખાતા રાખે છે. દિવાળી આવે એટલે પાઈ પાઈને હિસાબ કરે છે. તેમ સવારથી ઉઠીને સાંજ સુધીમાં મારા બાર કલાક ગયા તેમાં મેં શું કર્યું ? કેટલા સારા કાર્યો કર્યા, કેટલા સુવિચાર આવ્યા ને કેટલા કુવિચાર આવ્યા, કેટલી ધર્મારાધના કરી, સાથે શું લઈ જઈશ? આ હિસાબ કઈ દિવસ કર્યો છે? ખેર, હવે તમારે શું કરવું છે તે વિચાર કરે. પહેલા પહેરે વીતરાગ વાણી સાંભળો તો આ દિવસ સુધરી જાય. તમારા કાર્યક્રમના ચાર પહેરની વાત થઈ ગઈ. આત્મા માટે બીજા પહેરે શું કરવાનું છે અને કેવા બનવાનું છે? પહેલા પહેરે વીતરાગ વાણી સાંભળો તો શું બને? બીજે પહેરે પ્રકૃતિ બનાવે શાણું” વીતરાગ વાણીનું શ્રવણ કર્યા પછી આત્મા પિતાની ઈન્દ્રિઓ ઉપર વિજય મેળવે છે. કષાયને મંદ પાડે છે. પિતાના કુવિચારોને બદલી અંતરમા સુવિચારોને સ્થાન આપે છે. એટલે એની પ્રકૃતિ શાણું બને છે અને પ્રકૃતિ શાણી બને તે “ત્રીજે પહેરે બને ગુણખાણું” પ્રકૃતિ શાણું બને, દુષ્ટ વિચારે ભાગી જાય, ભેગવિષયની વાસના વિરમી જાય એટલે આત્માગુણ ગુણને ભંડાર બને છે. તેજસ્વી બને છે અને નિરંતર આત્મસાધનામાં રક્ત બની જાય છે. પછી શું બને છે? “થે પહેરે કરે કર્મ ને ધૂળધાણ વીતરાગવાણી એના અંતરમાં ઉતરી જાય, રગેરગમાં પ્રસરી જાય અને તે પ્રમાણે આચરણ કરનાર આત્મા એના કર્મને ધૂળધાણી કરી નાખે છે એટલે કર્મ ખપાવીને મેક્ષમાં જાય છે. આત્મસાધના કરવાને મેકે હાથથી ગુમાવશે નહિ. નહિ તો પાછળથી પસ્તાવાને પાર નહિ રહે. જેટલી ધમરાધના કરશે તે સાથે આવનાર છે. આત્માની કમાણીને કઈ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy