SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ શારદા સરિતા ગઈ અને ઘણે દૂર બાળકને મૂકી દીધા. મૂકીને ઝટપટ પાછી ફરે ત્યાં રાજાના ઘેાડા ત્યાંથી પસાર થયા. જુએ, કર્મની ગતિ કેવી વિચિત્ર છે! કઈ દિવસ રાજા એ તરફ જતા ન હતા અને આજે એમને જંગલમાં ફરવા જવાનું મન થયુ' ને રાજા ફરવા ગયા. દાસીને જોઈને પૂછ્યું તુ અહીં કેમ આવી હતી? દાસી થરથર ધ્રુજવા લાગી. રાજાને શંકા પડી ને વિચાર થયા કે રાણી ગર્ભને નાશ કરવાના ઉપાયે કર્યા કરે છે માટે નકકી બાળકને જન્મ થયા હશે અને દાસી અહીં મૂકવા આવી હશે! આમ તેમ જોયું તે એક જગ્યાએ કપડાથી લપેટીને મૂકેલું ખાળક રડવા લાગ્યું એટલે રાજાએ બાળકને જોયું તેથી દાસીને કહ્યું કે ઉપાડી લે. રાજાને હુકમ થતાં દાસીએ બાળકને ઉપાડી લીધા ને રાણીના મહેલે આવ્યા. રાણીને ઠપકા આપતાં સિંહરાજા કહે છે આવે સુદર ખાળક અને તમે આ શું કર્યુ? એ ગમે તેવા હાય પણ બાળક છે. પુત્રને ઉછેરવા એ માતાપિતાની ફરજ છે. માટે તમે લાલનપાલન કરે ને ઉછેરે. ત્યારે રાણી કહે છે પ્રાણનાથ યહ દુષ્ટતમ હૈ આયા ઉદરમે જખસે, આપ પ્રતિયહ મેરી ભાવના, દિન દિન બગડી તબસે, ઉપદ્રવી હે અભી જો આગે, હિતકર હૈાગા કળસે.... હૈ। શ્રોતા તુમ થાય છે માટે એ કરી હે સ્વામીનાથ! આપ પવિત્ર છે! પણ આ પાપી જયારથી ગર્ભમાં આવ્યે ત્યારથી આપના પ્રત્યે મને દ્વેષ થાય છે. મનમાં ખરાબ ભાવ આપના વિનાશ કરનાર છે, એને ઉછેરવામાં સાર નથી. આટલા માટે મેં એને જંગલમાં મેાલી દીધા હતા. એ જીવતા રહેશે તે કુળના ઉચ્છેદ કરશે. રાજા કહે છે આપણા કર્મ પ્રમાણે જે બનવાનું હશે તે મનશે. પણ આ બાળકને જોઈને મને પ્રેમ આવે છે. આ ફૂલ જેવા બાળકને આમ જંગલમાં મૂકાય? કોઈનું બાળક આ રીતે જંગલમાં મૂકી દેવામાં આવે તે આપણે તેની દયા કરીએ અને આપણા બાળકને આમ મુકી દઇએ તે આપણે કેવા ક્રુર કહેવાઈએ ? આવે મનાવ શ્રેણીક રાજાના જીવનમાં બન્યા હતા. ચેડા મહારાજાની સાતે દી.રીએ સતી હતી. જેના પ્રભાતના પહેારમાં નામ લેવાય છે તેમાંના ચલ્લણા સતી શ્રેણીક રાજાને પરણ્યા હતા. યારથી કાણિક ગર્ભમાં આત્મ્યા ત્યારથી એને રાજા પ્રત્યે દુષ્ટ વિચારો આવતા હતા. એને તે શ્રેણીક રાજાના આંતરડાનું માંસ ખાવાનું મન થયું હતું. ત્યારે ચેલ્રણાએ વિચાર કર્યો કે જે પુત્ર અત્યારથી આપને મારી નાંખવાની ભાવના સેવે છે તે માટે થતાં શું નહિ કરે ? એટલે એના જન્મ થતાં જ રાણીએ તેને ઉકરડામાં ફેંકાવી દીધા. અને શ્રેણીક રાજાને ખબર પડતાં એને લઇ આવ્યા એની આંગળી કૂકડાએ કાચી ખાધી હતી. અંદર પરૂ થઇ ગયું હતું. એ શ્રેણીક રાજાએ ચૂસી લીધુ. આવેા પુત્ર પ્રત્યે પ્રેમ હતેા. ખૂબ પ્રેમથી છે અને મોટો થતાં
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy