SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ શારદા સરિતા બને છું. મેં પરીક્ષા કરવાનું કહ્યું ત્યારે તમે કહ્યું હતું કે સમય આવ્યે સાર્થક કરી બતાવશું તે ખરેખર! સાર્થક કરી બતાવ્યું છે. આ દીકરી પણ ખૂબ શીયળવાન ને ગંભીર છે. આપણા કુટુંબને એગ્ય છે તે હવે તેને પૂછી જોઉં કે એને કેને પરણવું છે? એને પૂછે છે હે દીકરી ! આ ચારેય પુત્રોમાં તને જે પસંદ હોય તેને તું વરમાળા પહેરાવ. અમારા સૈના તને આશીર્વાદ છે. બ્રાહ્મણની પુત્રી કહે છે પિતાજી! આપના મોટા પુત્ર મને સૌથી પ્રથમ મળ્યા છે. એ મને ઓસરીમાંથી ઉંચકીને રૂમમાં લાવ્યા છે માટે એમનો સ્પર્શ મને થયું છે. એ સ્પર્શ અને દર્શન આર્ય નારીનું પહેલું અને છેલ્લું સૌભાગ્ય હોય છે. હું મનથી એમને વરી ચૂકી છું એટલે હું સૌના આશીર્વાદ મેળવી હું એમને વરમાળા પહેરાવું છું. આનંદના પિકાર સાથે મોટા ભાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાયા. ઘરમાં મેટી ભાભી બનીને આવી અને માતા જે પ્રેમ અને સ્નેહભાવ બતાવી ઘરને સુંદર સ્વર્ગ જેવું બનાવ્યું. એ ચાર ભાઈઓના સદ્દગુણની સુવાસ આખા ગામમાં ફેલાવા લાગી. સો બોલવા લાગ્યા કે ધન્ય છે આવા પુત્રને જન્મ દેનારી જનેતાને ! જુઓ, પુત્રે સારા નીકળ્યા તે માતાનું નામ ગવાયું. તમે પણ તમારી માતાનું નામ ગવાય એવું કંઈક કરે. પર્યુષણ પર્વ નજીક આવે છે. તપશ્ચર્યા કરે, આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરો તે તમારી માતાનું નામ ગવાશે. જમાલિકુમારે કહ્યું હે માતા ! મેં પ્રભુના દર્શન કર્યા. પ્રભુની વાણી મને ગમી ત્યારે માતાનું હૈયું હર્ષથી ઉછળી ઉઠયું. અહે! પ્રભુના નામસ્મરણથી પાપ ધોવાઈ જાય છે તે ખુદ તે પ્રભુના દર્શનથી તે કેવો મહાન લાભ થાય! એથી અધિક એની વાણી સાંભળી અંતરમાં અવધારવાથી તે કર્મની ભેખડે તૂટી જાય છે. હું મારા લાડકવાયા પુત્ર! તને ધન્ય છે. તું કૃતકૃત્ય બની ગયેલ છું. પ્રભુની વાણી તને ગમી. તે અંતરમાં ઉતારીને માથે ચઢાવી છે, તે તું કૃતકૃત્ય બની ગયેલ છે. તે આ માનવજીવન પ્રભુને પામીને સાર્થક બનાવ્યું છે. આટલા સુખની સામગ્રીમાં ધર્મ રૂચ એ સહેલ વાત નથી. સર્વ પ્રથમ તો પ્રભુની વાણી સાંભળવા મળવી એ મુશ્કેલ છે. પુણ્યોદયે પ્રભુની વાણી સાંભળવા મળી તે તેના ઉપર શ્રદ્ધા થવી મુશ્કેલ છે. ધનની સાથે ધર્મ ગમ એ મહાન ભાગ્યની નિશાની છે. જુઓને વીરાણી કુટુંબ કેવું ભાગ્યશાળી છે કે દીકરાઓ પણ ધર્મ આરાધના કરે છે. જમાલિકુમારની વાત સાંભળીને માતાને ખૂબ અનંદ થયે છે. હવે આગળ શું બનશે તે વાત અવસરે કહેવાશે. ચરિત્ર: કુસુમાવલી રાણી ગર્ભવંતી છે. પહેલાં રાણીને તપ કરે, દાન દેવું, સંતના દર્શન કરવા આદિ ધર્મક્રિયાઓ કરવી ખૂબ ગમતી હતી. પણ જ્યારથી ગર્ભવંતી બની ત્યારથી મનમાં દુષ્ટ વિચારો આવે છે. એના મનમાં હજારો વિચાર આવે છે કે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy