SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ શારદા સરિતા આશ્રય આપ્યો છે તો હવે બરાબર આશ્રય આપજે. બંધુઓ! અહીં જોવાનું એટલું છે કે એકાંત છે, રાત્રીને સમય છે, સોળે કળાએ ખીલેલી સૌદયવાન યુવતિ છે. ભલભલાને ચલાયમાન કરી નાંખે તેવું આ દશ્ય છે. પણ બ્રાહ્મણના પુત્રના મનમાં વિકાર જાગને નથી. એના માતા પિતાએ એવા સુંદર સંસ્કારનું સિંચન કર્યું હતું કે ઈન્દ્રની અપ્સરા આવે તો પણ એનું રૂંવાડું ફરકે તેમ ન હતું. એવો આ ૨૮ વર્ષને ભરયુવાન છોકરે અડગ રહ્યો. સામી વ્યકિત પણ ચારિત્રવાન હતી. એણે શીયળનું રક્ષણ કરવા માટે આ કષ્ટ વેઠયું હતું. આટલી ગરીબી હોવા છતાં પૈસે ને જમીન જોઈ જાગીરદારને વશ ન થઈ. એને આ બ્રાહ્મણપુત્ર સાક્ષાત્ દેવ જેવો દેખાવા લાગ્યું. તેના એકેક વચને અને સંસ્કાર જોઈને તેને વિચાર થયે તેથી પૂછયું આપના લગ્ન થયા છે? ત્યારે બ્રાહ્મણપુત્ર કહે છે મારા લગ્ન નથી થયા. ત્યારે કહે છે, આપ માતા પિતાની રજા લઈ મને સ્વીકારે તે આપની સાથે લગ્ન કરીશ. તમે મને આવા દુઃખના સમયે આશ્રય આપ્યો છે, મને બચાવી છે, જીવન આપ્યું છે અને આપને હું કહ્યું તેમ છું. પણ જે વડીલેની સંમતિ હોય તે. બ્રાહ્મણપુત્ર કહે છે તે શરણે આવી છું તે તારું રક્ષણ કરવું તે મારી ફરજ છે. પણ હું તારી સાથે લગ્ન નહિ કરું. બીજી વાત મારા બીજા એકએકથી ચઢે તેવા ત્રણ ભાઈ છે. એને તો તું જે. પણ આકરી કહે છે હું તે તમને મનથી વરી ચૂકી છું અને વડીલેની આજ્ઞા થાય છતાં જો આપ મને નહીં સ્વીકારે તે આત્મહત્યા કરીને મરી જઈશ. ત્યારે મોટે ભાઈ કહે છે હું મારા બીજા નંબરના ભાઈ પાસે આ વાતનું સમાધાન કરવા જાઉં છું. તું અહીં આરામ કર. એમ કહી તેને બેસાડી બારણું બંધ કરી બીજા નંબરના ભાઈ પાસે આવ્યા. ભાઈ આત્મચિંતનમાં લીન હતો. એકાએક રાત્રીના સમયે મોટાભાઈને પિતાના રૂમમાં આવેલે જોઈને ઝબક ને આવવાનું કારણ પૂછયું ત્યારે મોટાભાઈએ બનેલી બીના કહી સંભળાવી ને કહ્યું કે ભાઈ ! હું સદાચારનો પૂજારી છું. મારા સદાચારી જીવનમાં મને આ આંદોલન પાલવે નહિ અને ના પાડવાથી સ્ત્રીહત્યાનું પાપ લાગે માટે તું અહિંસાને પૂજારી છું તો એને અપનાવી લે. અગર કંઈક રસ્તે કાઢ. મેટા ભાઈની વાત સાંભળીને નાનો ભાઈ કહે છે મોટા ભાઈ ! જે એ આત્મહત્યા કરવાનું કહેતી હોય અને શીયળ પાળવા માટે જે આટલું કષ્ટ વેઠીને આવી છે તે તમારે એને અપનાવવામાં કંઈ વાંધો નથી. વળી તારો નિયમ સદાચારી છે એને અનુરૂપ પાત્ર તને મળે છે. વળી દુઃખની મારી સર્વપ્રથમ તમારે દ્વારે આવી છે. આપે એને આશ્રય આપે છે. તમને સુપાત્ર જોઈને તમારી માંગ કરી છે તે તેને સ્વીકાર કરવામાં શું વાંધો છે? ત્યારે મોટે કહે બધી વાત સાચી પણ એ સ્ત્રી દેવી સમાન સ્વરૂપવાન છે. સદ્દગુણ ભરેલી સ્ત્રીને અભયદાન આપવું એ તો તારો ધર્મ છે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy