SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ શારદા સરિતા જિનવાણી એ ભવરગ મટાડનારી દવા છે. દવા તો થેડી હોય એના કંઈ કુંડા ન હોય, નાનીશી બાટલી હોય, ભલે તેનું આચરણ કરવું આકરું લાગશે પણ યથાર્થ રીતે જે તેનું આચરણ થશે તે ભોગ અવશ્ય નાબૂદ થશે અને માનવભવ સફળ બનશે. આ બ્રાહ્મણ કુટુંબ ઉપર તેની કેવી સુંદર અસર થઈ છે. માતા -પિતા અને ચાર પુત્ર એ છનું કુટુંબ નંદનવન સમાન શોભતું હતું. ચારેય પુત્રો હજુ કુંવારા હતા. કર્મની ગતિ ન્યારી છે. એ કુટુંબમાં પણ પડછાયાની જેમ દુઃખ પાછળ ઉભેલું હતું. એક વખત એ બ્રાહ્મણની પત્ની બિમાર પડી એટલે પોતાના ચારેય પુત્રને પાસે બોલાવીને કહ્યું–મારા વ્હાલા દીકરાઓ ! અત્યાર સુધી હું ખૂબ આનંદ અને સંતોષપૂર્વક જીવન જીવી છું. મને કઈ વાતનો હર્ષ કે શક રહ્યો નથી. ફકત એક વાતનું મારા દિલમાં દુઃખ છે કે મારા ચારેય રત્ન સમા, આંખની કીકી જેવા અને સંપ પરણ્યા પછી તૂટી ન જાય અને તારા પિત ને પાછળથી દુઃખ જોવાનું ન આવે તેની મને ચિંતા થાય છે માટે હું મારા સદ્દગુણ પુત્રો ! પિતાની હયાતી સુધી તે તમે આ સ્વર્ગસમાં વાતાવરણને નવપલ્લવિત રાખજો અને તમારા પિતાજીની શાંતિ-સુખ ને ધર્મ પારાયણતામાં જરા પણ ઉણપ ન આવે તેની સતત કાળજી રાખજો ને મારી કુખને સદા ઉજળી રાખો. તમે એવું જીવન જીવજે કે મારા મરી ગયા પછી પણ લોકો બોલે કે ધન્ય છે એમની જનેતાને ! મારી કુંખને વગોવશો નહિ અને એવું મઘમઘતું માનવજીવન જીવજે કે એની મહેંક પ્રસરાય. ચારિત્રશીલ જીવનની કિંમત છે. પ્રાણ વિનાના દેહની જેમ કિંમત નથી તેમ ધર્મ અને ચારિત્ર વિનાના જીવનની પણ કિંમત નથી. માટે પુત્ર ! તમે તમારું જીવન ઉજજવળ બનાવજે. પુત્રો કહે છે માતા! તું વિશ્વાસ રાખ. તારા પુત્ર તારું નામ દીપાવશે. માતા સંતોષ પામી પરલોક પ્રયાણ કરી ગઈ. માતાના જવાથી ચારે ય પુત્રોને તેમ જ તેના પતિને આઘાત લાગે. પણ એ કુટુંબ ધર્મના ઉંડા સંસ્કારને પામેલું હતું. એટલે વિષાદને પડદે અલ્પ સમય રહ્યો. માતાનો શેક વિસારે પડ્યા પછી એક દિવસ પિતાએ એના પુત્રોને કહ્યું- હે પુત્ર ! તમારા જન્મથી લઈ આજ સુધીમાં તમારા જીવનમાં સદ્દગુણ અને ધાર્મિક સંસ્કારનું સિંચન થયું છે, એ જોઇને તમારી માતા સંતોષ અને આનંદપૂર્વક આ ફાની દુનિયાને છે.ડીને ચાલી ગઈ છે. અને એક દિવસ મારે પણ વારે આવશે તે વાત નક્કી છે. તે તે પહેલાં હું તમારી પરીક્ષા કરવા ઈચ્છું છું. ઘરને બધે વહીવટ ને રિદ્ધિ-સિદ્ધિને વારસે કેને સંપ તે નકકી કરી લઉં. તો તમે ચારેય પુત્રો તમારામાં રહેલા મહાન ગુણીયલ આદશેની કસોટીમાં પાર ઉતરી બતાવો તો મને શાંતિ થાય. પછી આ જીવનલીલા સમાપ્ત થાય તો મને ચિંતા નહિ.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy