SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ શારદા સરિતા ભગવાન કહે છે. હું આત્માએ! મમતાવાળા કયારેક છૂટી શકશે ને સાધુ બની શકશે પણ મમત્વવાળા કદી સાધુ બની શકશે નહિ. અઢાર પાપસ્થાનકમાં સત્તરને મજબૂત કરનાર જો કોઇ હાય તો તે અઢારસુ મિથ્યાદર્શન શલ્ય છે. ૧૭ પાપસ્થાનકને સેવનારા હજુ સમજશે પણ અઢારમા પાપસ્થાનકવાળા નહિ સમજે. અને પાપરૂપી હીરની ગાંઠને મમત્વરૂપી તેલમાં નાંખીને મજબૂત કરે છે. મહાન પુરૂષાના સમજાવવા છતાં સમજતા નથી, સંસાર છે!ડતા નથી. અને જે છેડે છે તેની નિંદા કરે છે. આ પાપ જીવને અધેતિમાં લઈ જાય છે માટે ભગવાન કહે છે કે સમજી લે કે જો જીવનમાં મે!હ અને મમતા ભરી હશે તેા જીવન ઝેરના કટારા જેવું બનશે. જમાલિકુમારને વૈરાગ્યના રંગ લાગ્યા છે. એક ધડાકે સંસાર છોડવા તૈયાર થયા છે. સાચા શૂરવીર સિંહણના જાયા સિંહ હતા. સિંહણનું નાનું અચ્ પણ કાઇથી ખીવે નહિ. એક વખત એક સિ ંહણનું ખર્ચો જંગલમાં આમથી તેમ ફરી રહ્યું હતું. ત્યાં તેણે સામેથી ભાલા-તલવાર ને અદુકથી સજ્જ થયેલુ મેટુ સૈન્ય આવતા દેખ્યુ એટલે સિંહનું બચ્ચુ ગભરાઇ ગયું. એને લાગ્યું કે આ બધા મને મારવા આવે છે એટલે જલદી ગુફ્રામાં પેસી ગયું ને એની માતાની ગેાદમાં લપાઇને બેઠું ને થરથર ધ્રુજવા લાગ્યું. ત્યારે સિંહણ વિચાર કરવ! લાગી કે સિંહણનું અચ્ચું' કદી ડરપેાક ન હાય અને આ મારું બચ્ચું આજે કેમ ભયભીત મન્યું છે. ધ્રૂજતા પેાતાના બચ્ચાને પૂછ્યું બેટા ! તારે ડરવાનું હાય? તુ આટલા બધા ભયભીત કેમ અની ગયા છે? ત્યારે ખર્ચો કહે છે મા! તુ બહાર જઇને જો તેા ખરી કેટલા બધા માસા મને મારવા માટે ભાલા-તલવાર ને ખદુકા લઇને આવે છે. ત્યારે સિંહણ કહે છે બેટા ! એ તને કે મને મારવા નથી આવતા પણ એના જાતિભાઇને મારવા માટે જાય છે. એક દેશનુ લશ્કર ખીજા દેશના લશ્કરને મારે છે. એક ધર્મના માણસા ખીજા ધર્મના માણસેા ઉપર તૂટી પડે છે. આ જગતમાં જ્યાં જુએ ત્યાં શાને માટે રગડાઝગડા ચાલે છે ? खेत्तं वत्थु हिरण्णं च पसवो दास पोरुसं । જમીનના ટુકડા માટે, પરિગ્રહ માટે દેશ દેશ લડે છે ને હજારે માણસાના ખૂન કરે છે. સિંહનું બચ્ચું કહે છે હૈ માતા! એ લાકો એમના જાતિભાઈને મારવા જાય છે. આપણે તે આપણી જાતિના એક પણ ભાઈને મારતા નથી. શું એક દેશથી ખીજા દેશના માણસેાના રીતિરવાજો ને રહેણીકરણી જુદી, ભાષા ને વેશ જુઠ્ઠા એટલે એમને મારી નાખવાના? ત્યારે સિંહણ કડે છે ભાષા ને વેશ ગમે તેટલા જુદા હાય પણ માનવની જાતિ જુદી નથી. જાતિથી તેા માનવ સરખા હૈાય છે. રીતરિવાજો ને માન્યતાઓ તથા પેાતાનાપણાની મમત્વની ઝાળ લાગી રહી છે તે માટે મારે છે. તેથી
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy