SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ શારદા સરિતા એક દિવસ આ રીતે જવાનું છે તે શા માટે આટલો કલ્પાંત કરે છે. આ ઉત્તમ માનવજન્મમાં કંઇક શુભ કાર્યો કરી લે જેથી તારું જીવન ઉજ્જવળ બને. મહાત્મા બુદ્ધના ઉપદેશથી ચૈતમીનું મન સ્થિર બની ગયું. પુત્રની મમતા છૂટી ગઈ અને પુત્રના મૃત કલેવરની અંતિમ ક્રિયા કરીને મહાત્મા બુદ્ધ પાસે જઈ બૌદ્ધધર્મની દીક્ષા અંગીકાર કરી. ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશથી જમાલિકુમારના અંતરના દ્વાર ખુલી ગયા અને તેના માતા પિતા પાસે દીક્ષાની આજ્ઞા લેવા માટે ગયા. પ્રભુની પાસેથી નીકળી સીધા માતાના મહેલે ગયા. અને માતાપિતાને વંદન કરી જય હે....વિજય હે...આદિ શબ્દથી વધાવીને ઉભો રહ્યો. એના મુખ ઉપર વૈરાગ્યના તેજ ઝળકી ઉઠયા છે. માતપિતાને કહે છે હે માત પિતા! હું ભગવાનના દર્શન કરવા ગયે હતું. આ સાંભળી માતાના ઉરમાં આનંદ ઉભરાયે. અહે! હું કેટલી ભાગ્યવાન છું. જેના ઘરમાં વૈભવની છોળો ઉછળે છે. તરૂણીઓના નૃત્યગાન ચાલે છે. આ બધું છોડીને હે બેટા! તું ભગવાનના દર્શન કરવા ગયો. માતા પુત્રને ભેટી પડી. ત્યારે આગળ વધતાં જમાલિકુમાર કહે છે હે માતા પિતા! પ્રભુના દર્શન કરીને મેં પ્રભુની વાણી સાંભળી. મને ખૂબ આનંદ થયે. પુત્રના એકેક શબ્દો સાંભળીને માતા-પિતાને ખૂબ આનંદ થયો. હવે જમાલિકુમાર આગળ શું કહેશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર – માણસ બધેથી છટકબારી મેળવીને છટકી જાય છે પણ કર્મ આગળથી છટકી શકતું નથી. “રાણીને સ્વપ્ન આવ્યું" - જ્યરનગરમાં પુરૂષદત્ત રાજા અને શ્રીકાંતા મહારાણી છે. એ રાજા-રાણી વર્ગ જેવા સુખ ભોગવી રહ્યા છે. એ સુખ ભોગવતાં રાણી ગર્ભવંતી બને છે. તે રાત્રીએ રાણીએ એક સુશોભિત સિંહને પિતાના મુખમાં પ્રવેશ કરતા સ્વપ્નમાં જોયે. સ્વપ્ન કયારે આવે છે? માણસ ભર ઉંઘમાં હોય ત્યારે સ્વપ્ન ન આવે પણ કંઈક ઉંઘતા ને કંઈક જાગતા એવી અવસ્થામાં સ્વપ્ન આવે છે. આવું ઉત્તમ સ્વપ્ન જોયા પછી ઉંઘાય નહિ, જે ઉઘે તે બીજું સ્વપ્ન આવે તે પહેલા સ્વપ્નનું ફળ નષ્ટ થઈ જાય. ઉત્તમ સ્વપ્ન કેને કહેવાય? બે ભુજાથી મોટો સમુદ્ર તરી ગયા. તે આ મહાન ઉત્તમ સ્વપ્ન છે. જેને આવું સ્વપ્ન આવે તે ક્ષે જાય. આ શ્રીકાંતા રાણીને એવું સ્વપ્ન આવ્યું કે પોતાના મુખમાં સિંહને પ્રવેશ કરતે જો. પછી એણે રાત્રિ ધર્મધ્યાનમાં પસાર કરી અને સવારમાં ઉઠીને પતિના શયનગૃહમાં જઈને વાત કરી કે આજે મને આવું સ્વપ્ન આવ્યું છે. આ ઉપરથી સાબિત થાય છે કે આગળના માણસેના સૂવાના રૂમ પણ અલગ અલગ હતા. આજે તે એકેક રૂમમાં બે પલંગ જોઈન્ટ હોય. આ જોઈને તમારા બાળકોમાં કેવા સંસ્કાર પડશે. પુરૂષદા રાજા કહે છે દેવી! તમારી કુખે એક પ્રતાપી પુત્રને જન્મ થશે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy