SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા , ૨૨૭, - કર્મની સિફી સમજનારે શું વિચારે? મેં અજ્ઞાનપણાથી જે ભૂલ કરી છે અને જે કર્મ બાંધ્યું છે તે મારે ભોગવવું પડે એમાં શું નવાઈ છે? કરેલા કર્મ ભેગવવા પડે છે. છતાં જ્ઞાની કહે છે પશ્ચાતાપ અને તપના બળથી એ કર્મને બાળી શકાય છે. જેમ કે કઈ માણસે ગુન્હો કર્યો ને કોર્ટમાં કેસ ચાલ્યા ને ગુનેગારને ફાંસીની સજા કરવામાં આવી પણ નીચેની કેટે ચુકાદે છે તેથી ઉપરની હાઈકે છે. ત્યાં હારી જાય તે એની ઉપર સુપ્રીમ કોર્ટ છે. એમ આગળ આગળ જાય છે. તેમ ગત જન્મમાં આપણું આત્માએ જે કર્મો બાંધ્યા છે તે બંધાઈ ગયા પણ હજુ એ ઉદયમાં આવ્યા નથી તે અવસ્થાને અબાધાકાળ કહેવામાં આવે છે. એ અવસ્થામાં જીવ પ્રયત્ન કરે, પુરૂષાર્થ કરે અને જે એ અત્યંત ચીકણું કર્મો ન હોય તે તેને પુરૂષાર્થથી પાતળા પાડી શકાય છે.. “આત્માને શુદ્ધ ભાવ કર્મોને પલટાવે છે " - અમેરિકામાં વસતા કરોડપતિનો દીકરો ખૂબ બિમાર પડશે. એનું નામ રેકફેલર હતું. એના આખા શરીરમાં ખૂબ ચસકા આવતા હતા. દર્દનું નિદાન કરાવવા માટે મોટા મોટા ડોકટરે બે લાવ્યા. દવાઓ લીધી, ઈંજેકશન લીધા પણ કોઈ હિસાબે દર્દ કાબૂમાં આવતું નથી. અસહ્ય વેદના ભોગવી રહ્યો છે. ખબર પૂછવા ને આશ્વાસન આપવા સૌ આવે પણ દર્દમાં કઈ ભાગ ના પડાવે. જનક મત મુબાંધવા બહેનડી, રમણીપુત્ર સ્નેહી સમાજ જે, દુઃખદ કર્મ ઉદય જબ આવતા, ન લઈ ભાગ શકે સુખ દઈ શકે. સગાસ્નેહીઓ બધા વીંટળાઈને આસપાસ બેસે છે. પણ દઈમાં ભાગ કઈ પડાવતું નથી. આ રેકફેલરને દર્દની પીડા ખૂબ સતાવતી હતી. એક વખત સગા-સનેહીઓ શાંતિથી ઊંઘી ગયા હતા અને આને ઉંઘ આવતી નથી. તે સમયે વિચાર કરે છે કે હું માનતો હતો કે ધનથી દુનિયાને ઝુકાવી શકાય છે. પણ એ ધન મારૂં શારીરિક દુઃખ દૂર કરી શકતું નથી. જે ધન મને શારીરિક દુઃખથી બચાવી શકતું નથી તે ધનની પાછળ મારે પાગલ શા માટે બનવું? એણે મનમાં સંકલ્પ કર્યો કે જે હું આ દર્દમાંથી મુકત બનું તે મારા જેવા દર્દીની સારવાર માટે એક મોટી હોસ્પિતાલ ખેલું. કારણ કે હું ધનવાન છું એટલે હું તે ફાવે તેટલી દવાઓ લઈ શકું છું. નવા નવા ડકટરને બતાવું છું. ઘેનની ગોળી લઈને થોડા સમય માટે દઈને ભૂલી જાઉં છું. પણ જે બિચારા ગરીબ છે, ખાવા અન્ન નથી, પહેરવા વસ્ત્ર નથી એવા માનવીને શું આવું દર્દ નહિ થતું હોય ? એ બિચારાનું શું થતું હશે ? હે ભગવાન! મને જે સારું થઈ જાય તો હું મારું તન મન ને ધન સેવાના કાર્યમાં વાપરીશ. એમ પ્રાર્થના કરી અંદર રહેલી આત્મશકિતને જાગૃત કરી સંકલ્પ કર્યો અને એનું દર્દ નાબૂદ થઈ ગયું. અંદરના વિચારના પરમાણુઓ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy