SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૨૧૩ રાજાને ફરીયાદ કરીને મને હદપાર કરાવ્યો? એને ખૂબ ખેદ થયે. એ બેદમાં ને ખેદમાં એણે તાપસની દીક્ષા લીધી ને પછી ખૂબ તપ કરવા લાગ્યા. પાછળથી મરૂભૂતિને ખૂબ પસ્તાવો થયો કે મારા નિમિતે એને નગર બહાર કાઢવામાં આવ્યો ને એ તાપસની "દીક્ષા લઈ ઉગ્ર તપ કરે છે. હું કે પાપી! મરૂભૂતિની કેટલી ક્ષમા- મરૂભૂતિએ નક્કી કર્યું કે હું કમઠની પાસે જાઉં ને મારી ભૂલની ક્ષમા માંગું. એટલે મરૂભૂતિ કમઠની પાસે ક્ષમા માંગવા આવ્યા. કમઠને મરૂભૂતિ ઉપર ખૂબ ક્રોધ હતો કે મારા ભાઈએ મને કષ્ટમાં મૂકી છે એટલે જેવા મરૂભૂતિ કમડના ચરણમાં પડી માથું નમાવી ક્ષમા માંગે છે કે ભાઈ! મારા નિમિતે તમને ઘણું કષ્ટ પડયું છે. મને માફ કરે. ત્યાં કમઠના કેધની આગ ભભૂકી ઉઠી. મરૂભૂતિ જેટલા નમ્ર બનીને માફી માંગે છે તેટલો કમઠ કઠોર બન્યો છે. મનમાં વિચાર કરે છે પપી! ધુતારા અહીં આવીને માફી માંગે છે અને આટલા દુઃખ આપવામાં બાકી નથી રાખ્યું. હવે હું તને નહિ છોડું. એમ વિચારી પાસે પડેલી એક મેટી પથ્થરની શીલા કમઠે મરૂભૂતિના માથા ઉપર ફેંકી. તેથી મરૂભૂતિને સખત પીડા થવા લાગી. માથું ફૂટી ગયું. લોહીની ધાર ચાલી. આ વખતે એના મનમાં કમઠ પ્રત્યે જરા પણ દ્વેષભાવ નથી આવ્યું પણ શીલા માથામાં વાગવાથી જે અસહ્ય વેદના થઈ તે સહન ન થવાથી મનમાં આધ્યાને આવ્યું ને ત્યાં ને ત્યાં મરણ પામ્યા. આર્તધ્યાનના કારણે એ જંગલમાં ફરતી હાથણીના પેટમાં હાથીપણે ઉત્પન્ન થયા. આધ્યાનથી શું પરિણામ આવ્યું - બંધુઓ ! જુઓ આ મરૂભૂતિ કેવું શ્રાવકપણું પાળતો હતે. કરમને શરમ છે? સહેજ આર્તધ્યાનના કારણે તિર્યંચગતિમાં ફેંકાઈ ગયો. આપણને ક્ષણે ક્ષણે આર્તધ્યાન થાય છે. બે ચાર મિત્રે ભેગા થયા અગર સંઘના કાર્યકર્તાઓની મિટિંગ ભેગી થઈ અને એક ઠરાવ કર્યો. તે ઠરાવ કઈને મંજુર હોય ને કેઈને નામંજુર હોય તો વચ્ચે વચ્ચે વિખવાદ ઉભું થાય. એક બીજાને એમ થાય કે મારું ધાર્યું ન થયું એટલે આર્તધ્યાન થવાનું. માટે આર્તધ્યાન, રૌદ્ર ધ્યાન થવાનો પ્રસંગ આવે ત્યારે ખૂબ સાવધાન રહો. આપણુ આત્માનું બગડે નહિ તેનું ખાસ લક્ષ રાખે. મરૂભૂતિના મૃત્યુથી પિતાને જાગેલે વૈરાગ્યભાવ” મરૂભૂતિના આવા કરૂણ મૃત્યુથી રાજાના દિલમાં વૈરાગ્ય ભાવના જાગી. અહો ! આ સંસાર કેવો વિચિત્ર છે. આ સંસારમાં કેઈના પ્રત્યે રાગ કરવા જેવો નથી. તમે આ સંસારને અને સગાવ્હાલાઓને મારા માનીને બેસી ગયા છો પણ સંસારમાં કે ઈકેઈનું નથી. એ તે સમય આવે ખબર પડે છે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy