SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૨૦૯ છે. એ પ્રશસ્ત ને પ્રખળ રાગ જીવને તત્ત્વના ચિંતનમાં એકતાન બનાવી દે છે. આચાર્ય મહારાજ શુકલધ્યાનનની શ્રેણી પર ચઢયા. હું કયાં છું... એ બધું ભાન ભૂલી ગયા. ક્ષપક શ્રેણી માંડીને ભાલાની અણી ઉપર કેવળ જ્ઞાન પામી ગયા. આયુષ્ય ત્યાં પૂર્ણ થઈ જવાથી શેષ રહેલા કમેમને ખપાવી મેાક્ષમાં ગયા. જમાલિકુમાર પ્રભુની વાણી સાંભળી જાગી ગયા. રત્નજડિત મહેલ પણ એને મન ઈટ-માટી ને ચુનાના ઢગલા જેવા લાગ્યા. પ્રભુને કહે છે નાથ! હવે સંસારમાં એક ક્ષણ પણ મારે રહેવું નથી. હું મારા માતાપિતાની આજ્ઞા લઇને આપની પાસે દીક્ષા લેવા આવ્યે છું. જમાલિકુમાર વૈરાગના રંગે રંગાઈ ગયા છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. હવે આગળ શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર:– ગુણુસેન રાજા દીક્ષા લેવા માટે તૈયાર થયા છે. પેાતાના પુત્રને રાજગાદી સોંપી પોતે નીકળી ગયા. પોતાના ગુરૂ વિજયસેન આચાર્ય પાસે પહોંચવું છે. તે સવારે જઇશ. પણ અત્યારે મારા સમય નકામે! શા માટે ગુમાવવે!! એમ વિચાર કરી કોઇ એકાંત સ્થાનમાં જઈને રાત્રે પડિમા ધારણ કરી કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા રહ્યા. અગ્નિશમાં દેવે કરેલ ઉપસર્ગ અને ગુણુસેનની અંતિમ આરાધના ગુણુસેન રાજા ધ્યાનમાં મગ્ન બન્યા છે. આ તરફ અગ્નિશમાં તાપસ પોતે કરેલા નિયાણાથી પાછા ન ફરે. કષાયમાં મરીને દેઢ પલ્યાપમની સ્થિતિવાળા વિદ્યુતુકુમાર નામના દેવ થયે. ત્યાં તેણે ઉપયેગ મૂકીને જોયું કે મેં પૂર્વભવમાં શું દાન કર્યા, તપ કર્યા કે જેના પ્રભાવે મને બધી દેવતાઇ ઋદ્ધિ પ્રાપ્ત થઈ. વિભગજ્ઞાનના ઉપયેગ મૂકવાથી . તેણે પૂર્વભવના બધા વૃતાંત જાણ્યા. અહા! મેં તો કેટલા અઘાર તપ કર્યા છે. આ ગુણુસેને મારી મજાક કરીને પારણું ન કરાવ્યું. બસ, હવે પૂરેપૂરું' વૈર લઉં. ગુસેન ઉપર ખૂબ કોપાયમાન થયે. ગુણુસેન રાજાને કાઉસગ્ગ ધ્યાનમાં ઉભેલા જોયા.... ક્રેધાયમાન થયેલા દેવે નારકીની અગ્નિ જેવી ભયંકર તપેલી રેતીને વરસાદ વરસાવ્યે. એન્જિનના તણખા ઉડે છે એ તે ઉડયા પછી બૂઝાઇ જાય છે. ગમે તેવા સખ્ત તાપમાં તપેલી રેતી આ રેતી આગળ શીતળ લાગે. આથી ધગધગતી રેતી ગુણુસેન રાજાના શરીર ઉપર વરસાવવ! માંડી. કેમળ કાયા !ઝવા લાગી. આ વખતે ગુણુસેન રાજા શુ વિચાર કરવા લાગ્યા. અહે!! શારીરિક અને માનસિક દુઃખે!થી સંસાર ભરેલે છે. તેમાં ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. ખરેખર હું ભાગ્યવાન છું કે આ અપાર સંસાર સાગરમાં સેકડે! ને હજારા ભવે મળવું દુર્લભ એવું ધર્મરત્ન પામ્યું! છું. જે મનુષ્ય ધર્મનુ આરાધન કરે તેની દુર્ગતિ થતી નથી. મને વિજયસેન આચાર્ય જેવા સમર્થ ગુરૂ મળ્યા મારા જન્મ સળ અન્ય છે. મારા કારણે અગ્નિશમાં તાપસને ખૂબ ક્રેપ થયા. મે એમને પારણુ ન કરાવ્યું તે પાપ મારા દિલમાં કણાની જેમ ખૂંચે છે. હું તેને શુદ્ધભાવથી ખમાવુ છું.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy