SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શારદા સરિતા તારા મુખના દર્શન થાય. ત્યારે રાણી વિચાર કરે છે કે ભલે આ ગામમાં રહું પણ સંસારથી છૂટીશ ને સંયમ તે! પાળીશ. ચારિત્રમાં મજબૂત રહેવુ તે મારા હાથની વાત છે. આ સાધ્વીજી આચાર્ય મહારાજ પાસે સયમ લઇને કડક ચારિત્રનુ પાલન કરે છે. રાજા દરરાજ એના દર્શન કરવા આવતા. એ પુષ્પશુલા સાધ્વીજી અંદર હાય તે। એમના ગુરૂણીને કહે કે તમારા નવ દીક્ષિત શિષ્યાને બહાર ખેલાવે. મારે એમના દર્શન કરવા છે. રાજા વન કરે ત્યારે સાધ્વીજી નયના નીચા ઢાળીને ઉભા રહે. રાજાને ગમે તેટલે મેાહ હાય પણ મારે મારા ચારિત્રમાં આગેકૂચ કરવી એ મારા હાથની વાત છે. પેાતાના રૂપને ખ!ળવા માટે ત્રણ-ત્રણ, ચાર-ચાર ને પાંચ-પાંચ ઉપવાસના પ!રણા કરતા. આવે! કઠે!ર તપ કરીને શરીર સુકકે ભુકકે કરી નાંખ્યું. અંદરથી માંસ સૂકાઇ ગયુ એટલે રંગ રૂપ પણ ઉડી ગયા. રાજા વિચ!ર કરે છે અહા ! શરીર કેવું ક્ષીણુ કરી નાંખ્યું? સાધ્વીના ઉગ્ર તપ અને સંયમ જોઈને રાજા પણ ધર્મિષ્ઠ અની ગયા. આ સાધ્વીજી ગામમાં વસે છે. પેલા આચાર્યનું નામ અણુિં કાપુત્ર આચાર્ય હતું. તે આચાર્યનુ જ્યારે શરીર ખૂબ ક્ષીણ થઈ ગયું, ચાલવાની તાકાત ન રહી ત્યારે પુષ્પચુલા સાધ્વીજી દરરાજ સતને ગૌચરી-પાણી લાવી આપતા. અને સાધ્વીમાર્ગ સાચવતા ગુરૂણીની આજ્ઞા પ્રમાણે રહેતા અને એ વિચારતા કે હું ભાગ્યવાન છું કે જે ગુરૂ પાસે ચારિત્રમાર્ગ અંગીકાર કર્યો તેમની સેવા કરવાને મને સુઅવસર સાંપડયા છે. ભગવાનના સ ંતા કેવા હેાય ? એકેક મુનિવર રસના ત્યાગી, એકેક જ્ઞાનભંડાર રે પ્રાણી, એકેક મુનિવર વૈયાવચ્ચ વેરાગી, એના ગુણના નાવે પાર રે પ્રાણી સાધુજીને વંદા નિતનિત કીજે... વિશાળ સંત સમુદ્દાયમાં કાઇ તપસ્વી હોય, જ્ઞાની હાય, તે કાઈ સેવાભાવી હાય. તપના ખાર પ્રકાર છે. છ માહ્ય અને છ આભ્યંતર. ભગવાન કહે છે કે હું સત ! જો તારાથી બાહ્યતપ ન બને તે આમ્યતર તપ તા જરૂર કરી શકે છે. આ પુ′લા સાધ્વીના જીવનમાં બાહ્ય અને આભ્યંતર અને તપ હતા. રાગ અને દ્વેષ ખૂબ પાતળા પડી ગયા હતા અને ઉત્કૃષ્ટ ભાવે સતની સેવા કરતાં આત્મસ્વરૂપના રટણ ઉપર ચઢતા ઘાતી કર્મના ક્ષય થયા ને પુખ્તચુલા સાધ્વીજીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જ્યાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં શું બાકી રહે ? આ સાધ્વીજી ગુરૂ માટે ગૌચરી લેવા જાય છે. સતના મનમાં કયારેક એવા ભાવ થાય કે આજે અમુક વસ્તુ મળે તે માશ શરીરને અનુકૂળ પડે. કેવળી ભગવત ગુરૂના મનની વાત આજે સમજી ગયા અને ગુરૂને અનુકૂળ આવે તેવી ગૌચરી લાવ્યા.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy