SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ શારદા સરિતા જંગી કતલખાના ખેલાયા, મુંગા પ્રાણીઓને કેવી કરપીણ રીતે મારે છે એના કારણે બન્યું છે. અહિંસાપ્રધાન દેશમાં હિંસાના તાંડવ વધી ગયા છે. ભારતના સંતાને ધર્મ ભૂલ્યા છે. ઈડા ખાતા થઈ ગયા છે. મહાવીરના સંતાનો! જાગે, તમારાથી કેમ બેસી રહેવાય? અહિંસાને વિજ ફરકાવો. હિંસા અટકશે તે ભારત સુખી થશે. અને તમે આટલા ઉભા રહી શકતા હો તે હજી ભારતના પુણ્ય છે. જ્યાં આટલો તપ થતે હેય, બ્રહ્મચારી સંત-સતીઓ વસતા હોય તે દેશને આંચ ન આવે ધર્મના પ્રતાપે ટકે છે. યાદ રાખજો કે જીવનમાંથી ધર્મ ભૂલ્યા તો ખાવાના સાંસા પડશે. તમારા સ્વયમી બંધુઓ ભૂખ્યા મરે છે, ટળવળે છે તેની સેવા કરે. તમને મળ્યું છે તે બીજાને આપો. પહેલાના વહેપારીઓ અનાજ ભરતા હતા અને આજના વહેપારીઓ પણ દુકાનમાં અનાજ ભરે છે પણ જ્યારે ખૂબ તંગી પડે ત્યારે દશગણું ભાવ વધારીને વેચે છે. જેની પાસે પૈસા હશે તેને વાંધો નથી પણ જેની પાસે પૈસા નથી તે શું કરશે? તમારા મહાન પુણ્યથી મળ્યું છે તે બીજાને આપ. તમને સુખ ગમે છે તેવું દરેક જીને ગમે છે. કોઈને દુઃખ ગમતું નથી. જમાલિકુમાર પ્રભુની વાણી સાંભળી આનંદસાગરમાં હાલે છે. એના આનંદને પાર નથી. હવે તે શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૨૮ શ્રાવણ સુદ ૮ ને સોમવાર તા. ૬-૮-૭૩ અનંત કરૂણાનીધિ શાસ્ત્રકાર ભગવતે જગતના જીના ઉદ્ધાર માટે સિદ્ધાંત રૂપ વાણીની પ્રરૂપણા કરી. સૂત્રમાં પ્રભુ ફરમાન કરે છે કે આ જગતમાં મુખ્ય બે ત છે. એક જીવ અને બીજું અજીવ. નવતવમાં મુખ્ય આ બે તત્ત્વ છે. જીવ જ્યારે સ્વભાવમાં હોય ત્યારે સંવર-નિર્જરા અને મોક્ષ તરફ રૂચી કરે છે અને વિભાવમાં જોડાયલ છવ અજીવ, પાપ, આશ્રવ અને બંધ તરફ રૂચી કરે છે. સ્વભાવમાં વર્તતે જીવ શુભ કર્મને બંધ કરે છે અને વિભાવમાં વર્તતો જીવ અશુભ કર્મને બંધ કરે છે. શુભ કે અશુભ કર્મને બંધ કરે એ બહુ મહત્વની વાત નથી કારણ કે એ કર્મો ઉદયમાં આવી તેના શુભાશુભ ફળ દેખાડી આત્મા ઉપરથી ખરી જાય છે. પણ એ કર્મની રમત એટલેથી પૂરી થતી નથી. જે એટલાથી પતી જતું હોય તે આપણાથી મેક્ષ બહુ દૂર ન રહેત. પણ એવું નથી બનતું તેનું કારણ છે. જીવ કર્મ બાંધે છે તેના
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy