SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૧૯૫ વેઠીને રત્નકાંબળી તે મેળવી. રસ્તામાં ચાર એને લૂટવા લાગ્યા તે વખતે મુનિ કરગર્યા કે હું સાધુપણું વેચીને કેશાને રીઝવવા કેટલા કષ્ટ વેઠીને કાંબળી લાવ્યો છું માટે મારા પર દયા કરે. આવી રીતે કરગરીને કાંબળી લઈને ગયા ત્યારે વેશ્યાએ તે રત્નકાંબળી પગ લૂછીને ખાળકુડીમાં નાંખી દીધી. મુનિ કહે તને કંઈ કિંમત છે? કેવી રીતે કાંબળી લાવ્યો છું. ત્યારે કેશા કહે છે કેટલી પુન્નાઈથી તમને ઉત્તમ ચારિત્રરત્ન પ્રાપ્ત થયું છે. તેને વિષયવિકારની ખાળકુંડીમાં ફેંકી રહ્યા છે તેને તમને કંઈ વિચાર થાય છે ? આમ કહી પડતા સાધુને સ્થિર કર્યા. આ એક સ્ત્રી હતી. તીર્થકર પ્રભુને જન્મ દેનારી માતાઓ પણ સ્ત્રી છેને? લક્ષ્મીદેવી એ એક સ્ત્રી છેને? લક્ષ્મીદેવી વિના તે ઘડીએ નથી ચાલતું. લક્ષ્મી વિનાના માનવીની આજની દુનિયામાં કિંમત નથી માટે તમે હવે એમ ન કહેતા કે સ્ત્રી શું કરી શકે ? વિશાખા એના સસરાને પૂછે છે બાપુજી! ચિંતા ટળે કે ન ટળે. કહેવામાં શું વધે છે? ઘણી વખત એવું બને છે કે બુદ્ધિવાનની બુદ્ધિ ન ચાલે ત્યાં અભણની બુદ્ધિ કામ કરે છે. વિશાખાના ખૂબ આગ્રહથી સસરાએ કહ્યું બેટા ! રાજ્યમાં એક સોદાગર બે ઘેડી લઈને આવ્યું છે અને કહે છે કે આમાં મા કોણ ને દીકરી કોણ? રાજાને સમજ પડતી નથી એટલે મને પૂછ્યું. ત્રણ દિવસની મુદત આપી છે, આજે બીજો દિવસ છે. ' મા-દીકરીની પારખ નહિ થાય તે રાજા મારી પ્રધાનપદવી ને ઘરબાર લૂંટી લેશે. આ * ચિંતાનું કારણ છે. ત્યારે વિશાખા હસીને કહે છે બાપુજી! આમાં તે ગભરાવાનું શું ? આ તે એક સામાન્ય વાત છે. આપ બેફીકર રહે. હું કહું તેમ કરો. પ્રધાન વિચાર કરે છે કે જેમાં રાજા ને પ્રધાનની બુદ્ધિ ન ચાલી તે વાત આ પુત્રવધૂને મન સામાન્ય લાગે છે. એ કહે એટલે એમ કંઈ ચિંતા થડી ચાલી જાય? બહેનને મન દાળ બનાવવી એટલે રમત ને ભાઈઓને મન મેટું મહાભારત બની જાય વિશાખા કહે છે પિતાજી! મારા ઉપર વિશ્વાસ રાખે ને મારા કહ્યા પ્રમાણે કરશે તે જરાય વાંધે નહિ આવે. પ્રધાન બીજે દિવસે સભામાં ગયા. બે ઘડીને પ્રધાનની સામે ઉભી રાખવામાં આવી.- રાજ કહે બોલો પ્રધાનજી! આમાં મા કેણ ને દીકરી કે શું? પ્રધાને બે થાળમાં ખાણ મંગાવી બંને ઘેાડી પાસે મૂક્યું. બંને ખાવા લાગી. તેમાં એક ઘડી જલ્દી જલ્દી ખાઈ ગઈ ને બીજીના થાળમાં મેટું નાંખવા લાગી એટલે પેલી ઘડીએ મોટું ઊંચું કર્યું ત્યારે પ્રધાન કહે છે જુઓ મહારાજા! આ મા છે ને પેલી દીકરી છે. રાજા કહે કે તમે કેવી રીતે જાણ્યું ! પ્રધાન કહે છે મા ગંભીર હોય છે ને ? દીકરી ઉતાવળી હેય છે. માટે પિતાનું ખાઈને માનું ખાવા લાવી તેથી મેં અનુમાન કર્યું. રાજા સોદાગરને પૂછે છે પ્રધાનની વાત સાચી છે? ત્યારે સેદાગર કહે છે બરાબર છે. જેનું મેટું ઉંચુ છે તે મા છે અને ખાય છે તે દીકરી છે. પણ આ પ્રધાનની બુદ્ધિ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy