SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ શારદા સરિતા ડોશીમાને:જીવનદીપક બૂઝાઈ ગયે. એ દીપકની બૂઝાઈ ગયેલી આત્મત તે નગરના રાજાના રાજમહેલમાં રાજપુત્રીપણે ઝળહળી ઉઠી. દરરોજની બે ઘડીની સામાયિક ડિશીમાને રાજકુમારી બનાવી. એ રાજ્યમાં મોટા પટ્ટહસ્તીની જરૂર હતી એટલે રાજાના માણસો હાથીની શોધમાં વનેવન ફતા હતા. ફરતાં ફરતાં નગરનો કરોડપતિ શેઠ જે હાથી અન્ય હતો તે પકડાઈ જાય છે. રાજા આવા સુંદર હાથીને જોઈને ખુશ થયા ને એ હાથીને પટ્ટ હસ્તિનું બિરૂદ આપ્યું. એ નવા ૫હસ્તિ ઉપર બેસી મહારાજા નગરમાં ફરવા નીકળે છે. રાજકુમારી પણ સાથે છે. હવે રાજા જે રસ્તે જઈ રહ્યા છે તે રસ્તામાં શેઠની હવેલી ને ડોશીમાની ઝુંપડી આવે છે. રાજા આગળ વધી રહ્યા છે ત્યાં આગળ જતાં શેઠની હવેલી આવી. હવેલી જેમાં હાથીને પૂર્વનું સ્મરણ થતાં જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે ત્યાં ને ત્યાં હાથી મૂછ ખાઈને ધરતી ઉપર ઢળી પડે છે. ખૂબ ઉપચાર કર્યા પણ હાથી ભાનમાં આવતું નથી. ગામમાં હાહાકાર મચી ગયે. હવે કરવું શું? બધા વિચારમાં ઉભા છે ત્યાં રાજકુમારીની નજર એકાએક પેલી ઝુંપડી ઉપર પડે છે ત્યાં તેને પણ જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયું. એ રાજકુમારી બધું સમજી ગઈ. તરત પાસે જઈને હાથીના કાનમાં કહે છે શેઠ ઉઠ, તમારી જમણા દૂર કરો, જુઓ, તમે દાનના પ્રભાવે પટ્ટહસ્તિ બન્યા છે ત્યારે હું સામાયિકના પ્રભાવે રાજકુમારી બની છું કારણ કે અભિમાન સહિત દાન કરતાં શુદ્ધ ભાવે આત્મસ્વરૂપમાં રમણતા કરતાં જે. સામાયિક કરે છે તે તે તેના કરતાં ચઢી જાય છે. રાજકુમારીના શબ્દો સાંભળતાં હાથી ઉભો થઈને ચાલવા લાગે. લકેના મનમાં આશ્ચર્ય થયું કે રાજકુમારીએ શું જાદુ કર્યું કે મંત્ર ભણ્યા જેથી હાથી એકદમ ઉભું થઈ ગયે. બધાની વચમાં રાજકુમારીએ હાથીને તથા પિતાનો પૂર્વભવ કહી સંભળાવે. પૂર્વભવ સાંભળતાં હાથીને પિતાની ભૂલનું ભાન થયું. એથી આંસુ પડવા લાગ્યા. ત્યારે કુંવરી કહે છે તું જરાપણ શેક ન કરીશ. હજુ બાજી હાથમાં છે. હું તારી સદ્દગતિ કરાવીશ. તને વચન આપું છું કે હું દરરોજ તારી પાસે આવીને સામાયિક કરીશ. રાજકુમારી દરરોજ હાથીની પાસે જઈને સામાયિક કરતી. ત્યારે હાથી પણ દરરોજ બે ઘડી સુધી બે વખત આંખે નીચે ઢાળીને સ્થિર ઉભું રહે. ગમે તેવા મચ્છર-ડાંસ કરડે, માખીઓ આવીને તેના ઉપર બેસે તે પણ જરાય મથે કે પૂછડું હલાવતે ન હતો. આ રીતે જ બે સામાયિક ભાવથી કરતો ને છેલ્લે કુંવરીને માથું નમાવી ચાલ્યો જતો. જીવનના અંત સુધી સમભાવપૂર્વક આત્મામાં સ્થિર થઈને આઠમા સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy