SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૧૭૫ વનેવન ભટકીને પણ એ વનસ્પતિ પ્રાપ્ત કરે છે ને ! લોખંડનું સોનું બનાવવા માટે રસાયણ તૈયાર કરે છે. પછી એ રસાયણની બાટલી રહેજ પણ રઝળતી મૂકો છો? અરે, એનું એક ટીપું જમીન પર નકામું ઢળાઈ જાય તે કેટલો અફસોસ થાય છે ? સુવર્ણ બનાવવાના રસાયણનું એકેક ટીપુ કિંમતી છે. કારણ કે તેમાંથી હજારો મણ સુવર્ણ બને છે અને તેમાંથી મહાન સંપત્તિ મળે છે. તેમ માનવજીવનની એકેક ક્ષણને પાપક્ષય, ચિત્તવિશુદ્ધિ અને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવામાં ઉપયોગ થાય તે કેટલું લાભ થાય ? સુવર્ણ રસાયણ સાથે માનવજીવનની ક્ષણની સરખામણી કરી શકાય છે. જેમ પિલા રસાયણનું એક ટીપું વેડફાઈ જાય તે તમને નથી પિસાતું, દિલમાં ખટકે લાગે છે કે આવું કિંમતી રસાયણનું ટીપુ નકામું ગયું ? એમ આ માનવજીવનની એકેક ક્ષણ નકામી જતાં અંતરમાં આઘાત લાગે ખરો ? એક ક્ષણ નહિ પણ હજાર ક્ષણે અત્યાર સુધીમાં નકામી ગઈ છે તેની હૈયામાં હાય લાગી છે કે મેં મારા જીવનની કેટલી અમૂલ્ય ક્ષણો સંસારના કાર્યમાં નકામી ગુમાવી ? એ ઘા લાગશે તે ક્ષણે ક્ષણે જાગૃતિ આવી જશે. ધર્મને પુરૂષાર્થ ઝળહળી ઉઠશે, પાપને ત્યાગ થશે ને મનમાં એવી જાગૃતિ આવશે કે હવે મારા જીવનની એક ક્ષણ પણ નકામી જાય તે મેં ખરેખર કેહીનુર હી: ગુમાવ્યા છે તેવું લાગશે ને થશે કે હાય-મારું રત્નનિધાન ગયું ! માનવજીવન ક્ષણિક છે. તેને વિચાર કરો. कुसग्गे जह ओसबिन्दुए, थोवं चिट्ठइ लम्बमाणए। . एवं मणुयाणं जीवियं, समयं गोयम मा पमायए॥ ઉત્ત. સૂ. અ. ૧૦, ગાથા ૨ ડાભના પત્રના અગ્રભાગ પર રહેલ ઝાકળનું બિંદુ જેમ અલ્પ સમયમાં નાશ પામે છે તેવું માનવનું જીવન અલ્પસ્થાયી છે માટે હે મૈતમ! સમય માત્રને પ્રમાદ ન કર. પ્રમાદ એ ખરાબ ચીજ છે. તેનાથી ચેતવા શ્રી ગૌતમ સ્વામી જેવા મહાપુરૂષને પણ સતત ચેતવણું આપે છે. તો પછી આપણુ જેવા સામાન્ય માનવને પ્રમાદથી બચવા કેટલા જાગૃત રહેવું જોઈએ. પ્રમાદને વશ થઈને માનવ ઈષ્ટ વસ્તુને વિવેક ભૂલી જાય છે. મર્યાદા વિનાનું જીવન જીવવું તેનું નામ અવિવેક. વિવેકન ન હોય તે ક્ષણે ક્ષણે પાપ બંધાય છે. મર્યાદાપૂર્વક વર્તે તો અલ્પ પાપ બંધાય છે. વસ્તુમાં આસકિતનું જોર વધી જતાં વિવેક ભૂલી જવાય છે અને ચીકણું કર્મો બંધાય છે. બંધક મુનિની રાજાએ ચામડી ઉતરાવી હતી. એ ચામડી કેમ ઉતારી તેમણે પૂર્વભવમાં કેઠીંબડાના ફળોની રસપૂર્વક અને આસકિતભાવથી ખાલ ઉતારી હતી. તેથી આત્માને ગાઢ પાપથી સિંચ્યું હતું જેને લઈને દેહની ચામડી ઉતારવાની ગાઢ વેદના ભોગવવી પડી.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy