SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ શારદા સરિતા કિત હાય તેા દીક્ષા લે. મે બધુ સમજીને દીક્ષા લીધી છે. આ સંસાર ચાર ગતિમાં પીલાવાનુ મશીન છે. સસારના કષ્ટો વેઠવા તેના કરતા સંયમમાર્ગમાં આવા ઉગ્ર રિહા સહન કરીશ તે આત્માનું કલ્યાણ થશે. ત્યાગ વિના મુકિત નથી. જમાલિકુમાર પ્રભુની વાણી સાંભળે છે. પ્રભુ સંસાર સ્વરૂપ ને મેાક્ષમાર્ગની વાત સમજાવે છે. જમાલિને સાંભળતાં એટલા ઉંચા ભાવ છે કે સાંભળ્યા કરું. તમને પણ અહીં આવી લગની લાગશે ત્યારે એમ થશે કે કયારે પાણાનવ વાગે ઉપાશ્રયમાં પહેાંચી જઇએ. અહીં આવીને એક ચિત્તે વીતરાગ વાણી સાંભળતા જો ઉત્કૃષ્ટ ભાવ જાગશે તેા સંસાર કારાગાર જેવા લાગશે. પ્રભુની વાણી સાંભળી જમાલિકુમાર કહે છે નાથ ! શુ તારી વાણી છે! તારી વાણીના ટહુકારે મારુ લિ ડોલાવી નાંખ્યું છે. એમ કહેતાં “દ્દે તુછેૢ” એમના હૈયામાં આનંદ સમાતા નથી. ઊભા થઈ ગયા. પ્રભુને વંદન કરે છે. પછી શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર”:- ગુણુસેન રાજા ગુણના ભંડાર હતા. એમની દૃષ્ટિ ગુણગ્રાહી હતી. તેથી તે વિચાર કરતા હતા કે તાપસનું પારણુ કરાવવાનું ચૂકી ગયા એ તે મારી માટી ભૂલ છે. એ ભૂલ શૂળની જેમ એને સાલવા લાગી. તેમાં તાપસેાએ આવીને કહ્યું કે અગ્નિશમાં આપના ઉપર ખૂબ કોપાયમાન થયા છે. આપનું મુખ જોવા પણ માંગતા નથી અને હવે જીવનભર આહાર પાણી ન લેવાની પ્રતિજ્ઞા કરી છે. મારા નિમિત્તે એમને કષાય થતી હોય તે! મારે આ નગરમાં રહેવું પણ ઉચિત નથી. કારણ કે આજે તેમણે જાવજીવ આહાર પાણી ન કરવાની મારા નિમિત્તે પ્રતિજ્ઞા લીધી છે તે કાલે એમના ખીજા કોઇ સમાચાર સાંભળીશ તો મને દુઃખ થશે માટે આ વસતપુર હેાડી ઘઉં. “ગુણુસેન રાજાનુ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં પુનરાગમન રાજાએ મહેલમાં જઈ જોષીને ખેલાવીને પૂછ્યું કે ક્ષિતિપ્રતિષ્ઠિત નગર તરફ મારે પ્રયાણ કરવું છે તેા વહેલામાં વહેલા કયા દિવસ સારા આવે છે? જ્યેાતિષીએ જોષ જોવામાં પ્રવીણ હાય છે એટલે તરત તેમણે ગણતરી કરીને કહ્યું. મહારાજા! આપને તે તરફ પ્રયાણ કરવા માટે આવતી કાલને દ્વિવસ ઉત્તમ છે. માટે આપ કાલે પ્રયાણુ કરે. એટલે રાજાએ તેના પરિવારને આજ્ઞા કરી કે જલ્દી તૈયારી કરા. કાલે અહીંથી આપણે પ્રયાણ કરવુ છે. ખીજે દિવસે રાજા મેટા પરિવાર સહિત ત્યાંથી નીકળી ગયા. રાજ પ્રયાણ કરતાં એક મહિને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે પહેાંચ્યા. નગરના લેાકેાને ખબર પડી કે અમારા મહારાજા પધારે છે એટલે ધ્વજા પતાકાઓથી આખું ગામ ગામજનાએ શણગાર્યું ને મહારાજાનું ભવ્ય સ્વાગત કર્યું. રાજાએ ખૂબ આનંદપૂર્વક ધામધૂમથી પોતાના સર્વાભદ્ર નામના મહેલમાં પ્રવેશ કર્યાં. ગુણુસેન રાજા રાજ્યમાં રહે છે, રાજ્યનુ કામકાજ કરે છે, ખાય છે, પીવે છે. હરે છે કે છે પણ કયાંય એમનું મન ચાંટતું નથી.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy