SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શારદા સરિતા વ્યાખ્યાન નં. ૨૩ શ્રાવણ સુદ ૩ ને બુધવાર તા ૧-૮-૭૩ સુજ્ઞ, બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંત કરૂણાનીધિ અરિહંત પ્રભુએ જગતના જીના કલ્યાણને માટે સિદ્ધાંતમય વાણીની પ્રરૂપણ કરી સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વાણું તેનું નામ સિદ્ધાંત. જ્યારે આ સિદ્ધાંતની વાણું આપણું આત્માને રૂચશે ત્યારે સંસારને રાગ ઘટવા લાગશે. સંસારનો રાગ જ્યાં સુધી ઘટે નહિ ત્યાં સુધી વિતરાગ વાણુને રાગ થાય નહિ. ભવબંધનના ફેરા ઘટાડવા હોય તે ભગવાન કહે છે રાગને ત્યાગ કરે. એક સાથે બેને રાગ ન થાય. તમે કહે છે ને કે એક પાત્રમાં બે ચીજ એક સાથે ન ભરાય. પાત્રમાં દૂધ ભરવું હોય તે છાશને ત્યાગ કરે જોઈએ તેમ વીતરાગ વાણી અંતરઘટમાં ભરવી હોય તે સંસાર પ્રત્યેને મેહ ઘટાડવો જોઈએ. પણ હજુ આ વાત મગજમાં બેસતી નથી કારણ કે સંસારને રાગ ભેગે લઈને આવ્યા છે એટલે આ વીતરાગ વાણીને રાગ કયાંથી લાગે? આવ્યા ઉપાશ્રયમાં પણ અંતરમાં ભાવ કેવા છે તે વિચારજે. એક કવિએ કહ્યું છે કે - હું ઢોંગ કરું છું ધર્મીને, પણ ધર્મ વસ્યો ના હૈયામાં, બેહાલ ભલે ફરતી દુનિયા, મારે સૂવું સુખની શયામાં–અરે રે (૨) ડગલે ડગલે હું દંભ કરૂં મને દુનિયા માને ધર્માત્મા, પણ શું ભર્યું મારા અંતરમાં, એકવાર જુઓને પરમાત્મા (૨)–અરે એરે ઉપાશ્રયમાં આવીને સામાયિક લઈને બેસી જવાથી ધમી ન થઈ જવાય. વૈરાગીને વેશ લેવાથી વૈરાગી ન બની જવાય. ધર્મ અને વૈરાગી ક્યારે બનાયે? રગેરગમાં ધર્મને રંગ ને વૈરાગ્યને રંગ લાગ્યો હશે ત્યારે બનાશે. એકલું જ્ઞાન ભણું જવાથી કે એકલી ક્રિયા કરવાથી મોક્ષ નહિ મળે. જ્ઞાની કહે છે: “જ્ઞાન ત્રિજ્યા મોક્ષ:” જ્ઞાન અને ક્રિયા બંનેને સુમેળ જોઈએ. જે એકલા જ્ઞાનથી મોક્ષ થતો હોય તે અભવી કેટલું જ્ઞાન મેળવે છે નવપૂર્વમાં કંઈક ન્યૂન. એક પૂર્વ એટલે શુ? ૪૦૦ હાથને ઉંચે હાથી ને તેના ઉપર પ૦૦ હાથની અંબાડી મૂકવામાં આવે એ અંબાડી સહિત હાથી કોરી શાહથી ઢાંકી દેવામાં આવે અને તે શાહી પલાળીને લખવામાં આવે ને એ શાહીથી જેટલું લખાણ લખાય તેટલા જ્ઞાનને એક પૂર્વ કહેવાય. એવા નવપૂર્વમાં કાંઈક ન્યુન જ્ઞાન મેળવનારે અભવી પણ મોક્ષમાં જવાને લાયક નથી. “નમે અરિહંતાણું” બોલનારે કેવળજ્ઞાન પામી જાય અને નવપૂર્વનું જ્ઞાન મેળવનાર સંસારમાં ભમે છે એનું શું કારણ? અભવી જીવ બાહ્ય ભાવે કરે છે પણ સામ્યજ્ઞાન પૂર્વકનું અંતરસ્પશી
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy