SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શારદા સરિતા એ તો સુખનો આભાસ માત્ર છે. માટે એ વિચાર કરો કે હું તે અનંત સુખને અધિપતિ છું. મારે સુખની શું ખામી છે ! અમ મનને મનાવી દીન ન બને. થોડું મળ્યું છે તેને ઝાઝું માને અને સંસારમાં સુખ છે એવી આશા છોડી દે. ઇન્દ્રિયો અને તેના વિષમાં ગૃધ્ધ ન બને. જે ઈન્દ્રિઓને વશ થયા, તેનું કહ્યું કર્યું તો એક વખતને મહાન સંયમી પણ એ દીન અને દુઃખી બની જાય છે કે વર્ષોની મહાન સાધના પણ ખતમ કરી નાંખે છે. જ્ઞાતાજી સૂત્રમાં પુંડરીક અને કુંડરીની વાત આવે છે. કુંડરીકે ઈન્દ્રિઓને વશ થઈ હજારો વર્ષોની કરેલી મહાન સાધના પલવારમાં ખતમ કરી નાંખી. આપણે સાધુ. વંદેણામાં બેલીએ છીએ કે – “વળી પુંડરીક રાજા કુંડરીક ડગી જાણ પતે ચરિત્ર લઈને ન ઘાલી ધર્મમાં હાણ, સર્વાર્થસિધ્ધ પહેચ્યા ચવી લેશે નિર્વાણ શ્રી જ્ઞાતાસૂત્રમાં જિનવરે ર્યા વખાણ પુંડરીક અને કુંડરીક બંને સગા ભાઈ છે. પુંડરીક મટે છે ને કુંડરીક નાને છે. એક વખત એ નગરમાં મહાન જ્ઞાની સંત પધાર્યા. બંને ભાઈઓ મુનિના દર્શન કરવા ગયા. એ મહાન પુરૂષની વૈરાગ્ય ભરી વાણી સાંભળીને સંસાર ખારે ઝેર લાગ્યા. સળગતા દાવાનળ જેવો લાગે. પુંડરીક કહે છે ભાઈ ! હવે તું આ રાજ્ય સંભાળ. મેં ઘણા વર્ષો રાજ્ય ભગવ્યું. હવે હું આત્મકલ્યાણ કરવા માટે ચારિત્ર અંગીકાર કરીશ. ત્યારે કુંડરીક કહે છે ના ભાઈ ! હું દીક્ષા લઇશ. મારે રાજ્ય નથી જોઈતું. બંધુઓ ! કેવા હળુકમી જેવો હશે ! આમ જીવો બુઝી જાય તે સાધુને ઉપદેશ આપતાં થાક લાગે ? આ કાળમાં આવા યુવાનને સમજાવવા મુશ્કેલ છે. સાધુ છાતી તોડીને થાકે પણ મારા ભગવાનને શ્રાવક ના બૂઝે. અહીં તે બંને ભાઈઓ વચ્ચે દીક્ષા લેવા માટે ખેંચતાણ થઈ. મોટે ભાઈ કહે હું દીક્ષા લઉં અને નાન કહે હું લઉં. ત્યારે કુંડરીક કહે છે મોટા ભાઈ ! તમે સંસારમાં રહેવા છતાં અલિપ્ત ભાવથી રહેશો કારણ કે તમારા જીવનમાં સંવેગ છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા અધ્યયનનાં પહેલા સૂત્રમાં ભગવાનને ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછો :– ___“संवेगेणं भत्ते जीवे कि जणयइ ? संवेगेणं अणुत्तरं धम्मसध्धं जणयइ । अणुत्तराए धम्मसध्याए संवेगं हव्वमागच्छइ, अणन्तानुबन्धि कोह-माण, माया, लोभे खवेइ, नवं च कम्मं न बन्धइ, तप्पच्चइयं चणं मिच्छत्तविसोहि काऊणं दसणाराहए भवइ, दसण विसोहीएयणं विसुध्धाए अत्थेगइए तेणेवभवग्गहणेणं सिज्झइ, विसोहीए यणं विसुध्धाए तच्चं पुणोभवग्गहणं नाइकम्मइ ॥"
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy