SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પોપટલાલ લક્ષ્મીચંદભાઈ મેદી શ્રી. પોપટલાલભાઈનો જન્મ પાલનપુરમાં સંવત ૧૯૬૫ના ફાગણ સુદ ૪ ને દિવસે થયેલ. - આર્થિક રીતે સામાન્ય ગણાય તેવા મધ્યમ વર્ગના કુટુંબમાં તે જન્મ્યા હતા. તેઓ હીરાના કુશળ વેપારી હતા. આપબળે તેમણે આર્થિક ક્ષેત્રે ઘણા વિકાસ કર્યો. વેપારમાં પણ તેઓ ઘણા જ પ્રવીણ હતા અને સારા કામમાં પૈસા ખર્ચતાં તે અચકાતા ન હતા. તેમનું હૃદય કુટુંબપ્રેમથી છલકાતું હતું. તેઓ સ્વભાવે સરળ, નિખાલસ અને પ્રેમાળ હતા, તેથી તે સંસારમાં તેમણે બધાનો પ્રેમ પ્રાપ્ત કર્યો હતો. છેલ્લા પાંચ વરસથી તેમને હૃદય તથા બ્લડ પ્રેશરની બીમારી હતી. તેમને લાંબી પથારીવશ ન કરે, તેવી કોઈ બીમારી કુદરતે ન આપી અને સંવત ૨૦૨૨ના શ્રાવણ સુદ્ધા ૧૧ ને તા. ૨૬-૮-૬૬ શુક્રવારે એકાએક હૃદયરોગના હુમલાથી તેમનું દુઃખદ અવસાન થયું. એકવાર તેમના સંસર્ગમાં આવેલ વ્યકિત પણ તેમને ભૂલી ન શકે એ તેમનો મળતાવડો સ્વભાવ હતો. નેહી મિત્રો અને કુટુંબ પરિવાર આવા પ્રેમાળ આત્માને કેમ ભૂલી શકે ! પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના. મહેન્દ્રભાઈ પટલાલભાઈ મેદી
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy