SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શારદા સરિતા ત્યારે એક વિદ્યાધરની પુત્રી શરમાતા બેલી-આજે પ્રભંજનાના લગ્ન છે તેથી સ્વયંવરમંડપમાં જતાં પહેલાં આપની માંગલીક સાંભળવા માટે આવ્યા છે. ત્યારે સુવ્રતા સાધ્વીજી બોલ્યા- એમાં આટલો બધો આનંદ શે? આ વિષયસુખ તે મધથી ખરડાયેલ તલવારની ધારને ચાટવા જેવું છે. તે તલવારને જીભ અડાડતાં તે મીઠી લાગે, પણ જીભ કપાતાં વેદનાને પાર નહિ. વિષય એ તે હળાહળ ઝેર છે. ભભવ રખડાવનાર અને આત્માના સદ્દગુણને મૃત્યુઘંટ છે. આમાં થોડું જ કલ્યાણ છે! વિષય હળાહળ વિષ જિહાં શી અમૃત બુદ્ધિ લો, ભાગ સંગકારમા કહ્યા જિનરાજા સદાઇ રે લે, રાગ-દ્વેષ સંગ વધે, ભવભ્રમણ સદાઇ રે લે. પ્રભંજનાએ કહ્યું. સતીજી આપની વાત તે સત્ય છે. પણ અનાદિકાળના વિષયસંગી જીવ થેડાજ વિષયવાસના છોડી શકે છે! ખરેખર આપ જેવાઓએ તેને ત્યાગ કર્યો છે તેને ધન્ય છે. અમે કાયર વિષયવાસના ખરાબ જાણવા છતાં છોડી શકતા નથી. તેનું શું થાય? ત્યારે પ્રભંજનાની સખીઓ બેલી–બહેન પ્રભંજના! અત્યારે વૈરાગ્ય અને તત્ત્વની વાત કરવાનો સમય છે? પિતાજી કેપશે માટે જલ્દી ચાલો. પ્રભંજના કહે- સખીઓ ! વૈરાગ્ય અને તત્ત્વની વાત તે જીવનની ધન્ય પળે મળે છે. જ્યારે વિષય અને સંસારના સુખ તે જગતમાં ઠેરઠેર મળે છે. આપણુથી સંયમમાર્ગે ન જવાય તેમાં આપણી કાયરતા, પણ ભુક્તભેગી બનીને વૈરાગ્ય માર્ગે વળશું તે વાત બેટી છે. નિર્મળ વિચારધારા કાયમ ડી ટકે છે. સખી પ્રભંજના ! તે તારે અત્યારે લગ્નમંડપને દીક્ષામંડપ બનાવે છે? પ્રભંજનાએ મક્કમતાથી કહ્યું- હા. ' પછી સુવ્રતા સાધીજી બોલ્યા. સ્વચ્છ વસ્ત્રને કાદવમાં ખરડીને છેવું સારું કે તેના કરતાં વસ્ત્રને કાદવથી ખરાબ ન થવા દેવું તે સારું? લગ્ન થયા પછી થોડાજ તમે ઈચ્છશો ત્યારે નીકળી શકશે? આ રીતે ખૂબ સુંદર ઉપદેશ આપે. સતી પ્રભૂજના આ સાંભળીને ઉંડી વિચારધારામાં ચઢી ગઈ ને વિચાર કરવા લાગી કે હું સ્વયંવરમાં જેને વરવા ઈચ્છું છું આ વર હું શું સંસારમાં પહેલવહેલી વરી છું? જે ભેગસુખ માટે હું તલપાપડ બની છુ તે સુખ મેં શું પહેલવહેલા ભેગવ્યા છે? હે ચેતન! તે સુખ ઘણું ભેગવ્યાં. વર અને ઘર પણ ઘણા કર્યા. જગતમાં મારું હોય તે જ્ઞાન-દર્શને છે ભેગને સુખના સાધન માન્યા પણ તે ચેતનના ગુણને ઓછા કરનારા છે. આ રીતે સતી પ્રભૂજનાની વિચારધારા આગળ વધી. તેના હૃદયમાં તીવ્ર વૈરાગ્યની ચિનગારીએ મેહના જાળા બાળ્યા અને સાથે સાથે કર્મ પાળ બાળી જ્ઞાનના દરવાજા ઉઘાડયા ને કેવળજ્ઞાન પામ્યા. ત્યાં દેવદુભી ગાજી અને દેએ પ્રભૂજનાને કેવળી કહી વાંદી મુનિશ આવે. ત્યાં હજાર સખીઓ પ્રતિબંધ પામી.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy