SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૧૨૯ પારણું છે. આપણા મહાન પુણ્યાય છે. આજે તેા બે મહિનાના ઉપવાસનું પારણું છે. તમે બધા ખરાખર તૈયારી કરજો અને મખ ધ્યાન રાખો. આ વખતે સ્હેજ પણ ભૂલ ન થાય. હવે અગ્નિશમાં પારણાના દિવસે પારણું કરવા આવે છે ત્યાં શું બનાવ બને છે:– ચઢ આયા અપની સીમામે' માન ભગ મહિપાલ, સાતે સૈનિકેકા જિસને, કર દિયા હાલ બેહાલ હા... સુનતે હી તન ગઇ ભ્રકુટી, નયન હો ગયે લાલ હો... શ્રાતા તુમ સુનો સમરાદિત્યકા ચરિત્ર સુહાવના. પરણાને દિવસે સવારમાં રાજાને સમાચાર મળ્યા કે આપણા નગરની બહાર કાઇ માનભંગ થયેલા રાજા ચઢી આવ્યે છે. આપણા સૂતેલા સૈનિકાને એણે ઠાર કર્યા છે. આ સમાચાર સાંભળી રાજાને ખૂબ ક્રોધ આવ્યે અને કહે છે જલ્દી યુદ્ધની તૈયારી કરા. રાજ્યમાં દોડાદોડી મચી ગઈ છે. પારણાની બધી તૈયારી કરાવેલી છે. પણ રાજા લડાઈ માટે લશ્કરી વ્યવસ્થા કરવામાં સ્હેજ રોકાયા હતા. હાથી, ઘેાડા, પાયદળ મધુ દરબારમાં ઉભું છે. યુદ્ધની ભેરી વાગે છે. ખરાખર આ સમયે અગ્નિશમાં તાપસ રાજાના મહેલના દરવાજે આવ્યા પણ માણસેાની ખૂબ ભીડ હતી. બધા લડાઇની ધમાલમાં છે. કાઇએ તાપસને પધારે એટલું પણ ન કહ્યું એટલે ઘેાડી વાર ઉભા રહી પાછા ફરી ગયા. રાજા ખરાખર વ્યવસ્થા કરીને આવ્યા. યુદ્ધની સામગ્રી બધી તૈયાર થઇ. લશ્કર ખરાખર શ સજીને ઉભું છે અને કહે છે કે હવે ચાલેા જલ્દી જઇએ. ત્યારે રાજા કહે છે ના. મારા ગુરૂદેવને આજે બે મહિનાના ઉપવાસનુ પારણુ છે, તે પધારવાના છે તે તેમને પારણું કરાવીએ. મહાન તપસ્વીના આશીર્વાદ લઈને અહીંથી પ્રયાણ કરીએ. એટલે રાજા રાહ જોઈને ઉભા છે. તે વખતે કોઇએ પૂછ્યું કે સાહેબ કેાની રાહ જોઇ રહ્યા છે. ? ત્યારે કહે કે તપસ્વીની. તેા કહે એ તેા આપ લડાઈ માટે યુદ્ધની વ્યવસ્થા કરવાના કાર્યાંમાં હતા. તે વખતે આવીને પાછા ચાલ્યા ગયા. હજુ ગામની બહાર પહોંચ્યા હશે. “રાજાને પશ્ચાતાપ” આ સાંભળતાં ગુણુસેન રાજાના હાંશકશ ઉડી ગયા. ધિકકાર છે મને! મારા કેવા પાપના ઉય છે ! હું રાહ જોઇને ઉભે છું. તાપસ ક્યારે પધાર્યા ને પાછા ગયા. મારી ભૂલને કારણે ખીજું માસખમણુ થયુ. જલ્દી જાઉં, નહિતર એ મહાતપસ્વી તપાવનમાં પહેાંચી જશે તે ત્રીજું માસખમણુ કરી લેશે. અંધુએ ! વિચાર કરો. ગુસેન રાજાની કેટલી પવિત્ર ભાવના છે! લડાઈમાં જવાનું પડતું મૂકી ત્યાંથી જાતે દોડયા. નગરના દરવાજા બહાર તપસ્વી મળી ગયા. તેમના ચરણમાં પડયા અને જેમ ખાવાઈ ગયેલ બાળકને પોલીસ ગેટે બેસાડે અને ત્રણ ચાર કલાકે એની માતા મળે તે બાળક જેમ માને વળગી પડે છે. અને રડે છે તેમ ગુણુસેન રાજા અગ્નિશર્માને વળગી પડયા. પહેલાં તે ખૂબ રડયા પછી સ્વસ્થ થઇને
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy