SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૧૦૭ સમજાવ્યા. છેવટે સ્વસ્થ બની કહે છે ગુરૂદેવ ! આપનું પારણું કયારે છે? ત્યારે કહે, છે પાંચ દિવસ પછી, તે આપ મારે ત્યાં પારણું કરવા પધારજે. અગ્નિશમાં કહે છે હજુ પાંચ દિવસ બાકી છે. કાલે શું બનવાનું છે તેની ખબર નથી. હજુ રાજા વિનંતી કરશે ને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૭ અષાડ વદ ૧૨ ને ગુરૂવાર ' તા. ૨૬-૭-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતકરણનીધિ ત્રિલેકીનાથે જગતના જીવોને આધિ-વ્યાધિ ને ઉપાધિથી દુઃખમાં ડૂબેલા જોઈને સાચા સુખની પ્રાપ્તિને માર્ગ બતાવવા સિદ્ધાંતરૂપી વાણી પ્રકાશી. વીતરાગ વાણીનું એક વચન પણ જે તમારા હૈયામાં સટ બેસી જાય તો ભવપાર થયા વિના ન રહે. અનિચ્છાથી સાંભળેલા એક શખથી પણ રેહણી ચેર તરી ગયો. એની ભવ્યતાના જોરથી સંભળાઈ ગયું છે એના ભવને બેડે પાર થઈ ગયે. વીર પ્રભુના વચનમાં કેટલી તાકાત છે ! જેમ હજાર પાવરનો ગ્લેબ ચઢાવી બટન દબાવે તે અંધકારને નાશ થાય છે તેમ ભગવાનના વચન રૂપી ગ્લેબ અંતરમાં ચઢાવી શ્રદ્ધાને પાવર વાપરે તે અજ્ઞાનનો અંધકાર નષ્ટ થયા વિના નહિ રહે. અજ્ઞાનના તિમિર ટળે તે કેવળ તિ પ્રગટે અને કેવળ જાતિ પ્રગટે તે મુક્તિ મળે. પ્રથમ તે મને મુક્તિ કેમ મળે તે નિર્ણય કરવો જોઈએ. ચિત્રકારને એક ચિત્ર દેરવું હોય તે પ્રથમ તેના મગજમાં ચિત્ર આલેખાઈ જાય છે તેમ પરમાત્મપદને પ્રાપ્ત કરવું હોય તે એ પ્રભુ કેવા છે એનું અંતરમાં સ્મરણ થવું જોઈએ. હે પ્રભુ! તું કે ને હું કેવો? તારામાં ને મારામાં કેટલું અંતર છે! તે કેાધ-માન-માયા-લેભ આદિ કષાને જીતી લીધા છે ત્યારે એ કષાએ મને જીતી લીધે છે. તું રાગ-દ્વેષના બંધને તેડી વીતરાગી બની ગયે છે જ્યારે હું રાગ-દ્વેષના બંધને મજબૂત કરું છું. તું કેવલ તિ પ્રગટાવીને મોક્ષ માઉન્ટ ઉપર આરૂઢ થઈ ગયે ને હું તો હજુ અજ્ઞાનના અંધકારથી અથડાતે તળેટી સુધી પણ પહોંચ્યું નથી. આમ ભગવાનની પ્રાર્થના કરતાં પ્રભુના આત્મા સાથે આપણું આત્માની સરખામણી કરે ને પ્રભુના સમાન બનવાની ભાવના ભાવે. ભગવાન શું કહે છે કે ચેતન! તારે સ્વભાવ ઉર્વગામી છે. જે તારે આત્માનું ઉત્થાન કરવું હોય તે તારું જીવન ઉજજવળ બનાવ.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy