SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શારદા સરિતા એ પાટીને સાફ નહિ કરે તે વીતરાગ વચનનો એકડો ક્યાંથી આવડશે? તમે તેટલી ક્રિયા કરે પણ અંતર સાફ નથી તો જોઈએ તે લાભ નહિ મળે. બહેને ઉપાશ્રયમાં. પૈષધ કરીને બેઠી હોય તે વખતે કઈ બહેન નવી ડીઝાઈનની સાડી પહેરીને આવી. તેને જોતાં મનમાં થશે કે મારી પાસે આવી સાડી નથી. અનાદિ કાળથી જીવની આ રટણ છે. એટલે ઘર છોડયું. સાવધ વ્યાપારને ત્યાગ કરીને પિષધ કર્યો તો પણ આ રટણ ન છૂટી બહેનેની વાત કરી એટલે તમે ખુશ થયા પણ તમે અમારી બહેનોથી કંઈ ઉતરતા નથી. હળુકમી જીવ માનવજીવન પામીને એટલું ઈચ્છે કે હે પ્રભુ! “ઓછામાં ઓછું સમ્ય–દર્શન પામ્યા વિના મારું મૃત્યુ ન થાય તે સારૂં. કારણ કે આ માનવભવ મળે છે તે અહીં મેક્ષના બીજ નહિ વાવું તે કયાં વાવીશ? વિચાર કરે. આપણું આત્માએ વધુમાં વધુ કાળ ક્યાં કાઢયો છે? નિગદના થાળામાં અને કાળ કાઢયો. સૂક્ષ્મ એકેન્દ્રિયમાં અસંખ્યાતે કાળ કાઢયે ને પછી ત્રસકાયમાં આવ્યા. ત્યાં તો જીવને બહુ ઓછો સમય મળે છે. જીવ ત્રસકાયમાં રહે તે વધુમાં વધુ બે હજાર સાગરોપમ. જે એટલા સમયમાં મોક્ષ ન મેળવે તે પાછો સ્થાવરમાં જાય. માટે પાપથી પાછા હઠે. મરણના ભયથી પણ જે પાપ છેડે છે તેવા છે પણ તરી ગયા છે. તો તમે તો કેટલા સમજણવાળા છે ! એક વખત એક માછીમાર નદી કિનારે માછલાની જાળ નાખી રહ્યો હતો અને અકબર બાદશાહની આણ વર્તતી હતી કે જે કે મારા રાજ્યમાં હિંસા કરશે તેને ફાંસીની સજા કરવામાં આવશે. ત્યાં એકદમ અકબર બાદશાહ ઘેડા પર બેસી નદી કિનારે ફરવા આવી રહ્યા છે. ખબર પડી કે બાદશાહ પધારે છે. બસ, હવે તે મરી ગયે. એટલે તેણે તે જલ્દી જલ્દી માછલા નદીમાં ફેંકી દીધા. જાળને બાળી નાખી. તેની રાખ શરીરે લગાડી લંગોટી પહેરીને એકધ્યાન કરીને પ્રભુ નામનો જાપ કરવા લાગે. એ એકાગ્ર ચિત્તે સ્થિર થઈને બેઠે કે દેવ આવે તે પણ ડેલે નહિ. બાદશાહ ત્યાં આવી પહોંચ્યા. નદી કિનારે ફરતાં ફરતાં પેલા યોગીને જે. ઘોડા પરથી નીચે ઉતરી ગયા. શું મહાત્માનું ભગવાનમાં સ્થાન છે કેવા યુવાન અવધૂત છે. બાદશાહ લળીલળીને તેના પગમાં નમન કરવા લાગ્યા. ધન્ય છે મહાત્માજી તમને કે આ યુવાનવયમાં સંસાર છોડીને સંન્યાસી બની ગયા. એમ કહી બાદશાહ ચાલ્યા ગયા. બાદશાહના ગયા પછી માછીમાર વિચાર કરવા લાગ્યો અહો ! હું તે મરણના ભયથી બનાવટી સાધુ બનીને બેસી ગયે તો પણ બાદશાહ મારા ચરણમાં નમ્યો તે સાચે સાધુ બનું તે કેટલો લાભ થાય ! એ માછીમાર નક્કી સાધુમાંથી અસલી સાધુ બની ગયો. જમાલિકુમાર મહેલમાં બેઠા છે. ભગવાનના દર્શને જતાં માણસે બોલે છે કે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy