SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ re શારદા સરિતા કાંઠે બહેના પાણી ભરવા માટે આવે છે તે પરસ્પર વાતા કરે છે કે આજે તે રાજગૃહી નગરીના ભાગ્ય ઉઘડી ગયા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. મારે તે એમના દર્શન કરવા જવુ છે એમ વાતા કરે છે. કૂવામાં રહેલા દેડકાએ આ શબ્દો સાંભળ્યા કે ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. ભગવાન મહાવીર સ્વામીનું નામ સાંભળીને ચમકયા. મહાવીર એવું મેં કયાંક સાંભળ્યું છે. પૂર્વની જખ્ખર આરાધના હતી. એના ઉપર ચિંતન કરતાં દેડકાને જાતિસ્મરણ જ્ઞાન થયું. પેાતાના પૂર્વભવ જોયેા. અહા હુ કણુ ? હું નંદન મણિયાર નામના શ્રાવક હતા. મેં જૈન ધર્મની વિરાધના કરી. માન કષાયને કારણે સમિત વસી ગયા ને મરીને દેડકા થયા. બસ, હવે જલ્દી પ્રભુના દર્શન કરવા જાઉં. છલાંગ મારીને કૂવાની બહાર આવ્યા. પ્રભુના દર્શન કરવાની લગની લાગી. હવે ભગવાન એને સન્મુખ દેખાવા લાગ્યા. પેાતે દેડકા છે. મને લેાકા ચગદી નાંખશે તા મરી જઇશ એવો વિચાર ન કર્યા. દેડકા છલાંગે મારા પ્રભુના દર્શને જાય છે. રાજગૃહી નગરીમાં પ્રભુનુ આગમન થાય એટલે પ્રભુના પરમભકત એવા શ્રેણીક મહારાજા પણ દર્શને જાય છે. શ્રેણીક રાજાના ઘેાડો પૂરવેગે દોડે છે. આ દેડકા ઉપર ઘેાડાને પગ પડતાં ચગદાઈ ગયા ને મરી ગયા. પણ મનમાં ભાવના પ્રભુનની હતી. એવી શુદ્ધ ભાવનાના પ્રભાવથી મરીને દેવલાકમાં ગયા. વસેલુ સમકિત પામી ગયા. બહેનેાની વાત સાંભળીને દર્શન કરવા નીકળ્યા. પ્રભુના દર્શન કર્યાં નહિ છતાં પામી ગયા. માટે અમે તમને કહીએ છીએ કે તમે કથા કરેા તા એવી ધર્મકથા કરેા કે એ સાંભળીને ખીજા જીવાને વૈરાગ્ય ઉત્પન્ન થાય. ક્ષત્રિયકુંડ નગરની બહાર ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. લેાકેાના ટોળેટોળા પ્રભુના દર્શન કરવા જઇ રહ્યા છે. એમના હૃદયમાં એક પ્રભુનું સ્થાન છે. ખીજે ક્યાંય એમનુ ધ્યાન નથી. મધુએ ! તમે યાદ રાખજો કે જો તમારે કના ખધન તેડવા હશે તે તમારા હૃદયમાં વીતરાગ ભગવંતનું સર્વોપરિ સ્થાન જોઇશે. જ્યાં જિનાજ્ઞાનું પાલન છે ત્યાં મારા આત્માનું ઉત્થાન છે અને જ્યાં વીતરાગની આજ્ઞાની વિરાધના છે ત્યાં આત્માનું પતન છે. વીરવાણીના એક શબ્દ જીવનમાં ઉતરી જાય તેા ખેડા પાર થઈ જાય. લેાકેા હભેર જઈ રહ્યા છે. કાલાહલ થાય છે. જમાલિકુમાર મહેલના ઝરૂખેથી આ અવાજ સાંભળે છે. હવે તેમને વિચાર થશે કે આ બધા કયાં જઇ રહ્યા છે. આટલેા આન જનતાના મુખ ઉપર કેમ દેખાય છે એ વાત સાંભળવા જેવી છે. આજે ચનખાઇને સાળ ભથ્થાનું પારણું છે. મે ગઈ કાલે કહ્યું હતું કે તપસ્વીનુ બહુમાન તપથી થાય. એમણે ખૂબ સમાધિપૂર્વક સ્વાધ્યાય-વાંચનમાં રહીને જૂના કર્મને ખપાવવા તપની સાધના કરી છે. ખૂબ શાન્તિપૂર્વક આજે તેમના તપની પૂર્ણાહુતિ થાય છે. તમે બધા સેાળ દિવસ એમને તપ થયા છે. ક્રોધ ન કરવા, સેાળ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy