SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા સંભાળીશ. ઘાટી ને રસોઈયાનું અને કામ કરીશ. આ નેકર કેને ન ગમે? બાઈ પૂછે છે તો તમે પગાર શું લેશે? માજી કહે બહેન! હું પંડે એકલી છું. મને ખાવા પીવાનું અને પહેરવા કપડા મળશે, રહેવા એક ઓરડી મળશે તો મારે બીજું કાંઈ નથી જોઈતું. તો કહે ભલે. દીકરાના ઘરમાં મા નેકરડી બનીને રહીઃમાજી દીકરાના ઘરમાં નોકરી રહ્યા. જે કર્મ કેવા ખેલ કરાવે છે. શેઠાણી એના પતિને કહે છે જુઓ, મેં નવી નોકરડી રાખી. તમને ગમશેને? ત્યારે એને પતિ કહે છે તેને ગમે એટલે મને ગમે. એમાં પૂછવાનું શું હોય! માએ દીકરાને જે. હૈયામાં હર્ષ સમાતો નથી પણ બધે હર્ષ અંતરમાં સમાવી દીધા. મા વિચાર કરે છે આ દીકરો એના બાપને મને નથી લાગતું. દીકરાએ માજી તરફ દષ્ટિ કરી તો તેના અંતરમાં પ્રેમને આંચકો આવ્યો. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. (અધૂરું દષ્ટાંત તા. ૨૯-૭–૭૩ ને રવિવારના વ્યાખ્યાનમાં વાંચે). વ્યાખ્યાન નં. ૧૪ અષાડ વદ ૯ ને સેમવાર તા. ૨૩-૭-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! શાસ્ત્રકાર ભગવતે જગતના જી ઉપર મહાન અનુકંપા કરી શાસ્ત્રની સરવાણી વહાવી. એ સરવાણી અવાજ કરે છે કે હે ચેતન! તું અનંતકાળથી બંધનમાં બંધાયે છું. તેને તોડવાને આ મનુષ્યભવમાં જમ્બર પુરુષાર્થ ઉપાડ ભગીરથ પુરૂષાર્થ કરી મુકિત નહિ મેળવે ત્યાં સુધી એ બંધન તૂટવાના નથી. ઘાતી કર્મોમાં મેહનીય કર્મ મોટું છે. જે એ તૂટે તે બાકીના ત્રણ તૂટી જાય. સેનાપતિ પકડાય તો લશ્કરને પકડતા વાર નહિ. આઠ કર્મોમાં સેનાધિપતિ મેહનીય કર્મ છે. સંસારરૂપી સાગરમાં મેહનીય કર્મના જમ્બર મોજા ઉછળી રહ્યા છે. કેધ-માન-માયા ને લાભના વાવાઝોડા વાય છે. તેમાં તારી નૌકા ડૂબું ડૂબુ થઈ રહી છે. સાવધાન બની જા. મનુષ્યજન્મની એકેક પળ લાખેણી જાય છે. એમ સમજીને પ્રમાદ ન કરે. પ્રમાદમાં અનંતકાળ કાઢયે. જેમાં સુખ માને છે તે સંસારના સુખો કેવા છે? જ્યાં સુધી પુણ્યને ઉદય હશે ત્યાં સુધી ટકનાર છે. કાલે પુણ્ય ઘટે અપમાન કરીને બંગલાની બહાર હાંકી મૂકશે. માટે સંસારના પદાર્થો ઉપરથી મમત્વભાવ ઉઠાવી લે. વેદનીય કર્મને ઉદય થાય, કષ્ટ આવે ત્યારે તું પાડેશી બનીને જોયા કર,
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy