SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ એના પછી પહેલાં જે-જે વ્રત નિયમ લઈ રાખ્યા હોય અને એમાં જ ત્રુટીઓ થઈ હોય એમની આલોચના કરો, ત્રુટીઓ અને દોષો માટે આત્મનિંદા અને ગહ કરો. આમ, શુદ્ધ અને શલ્યરહિત થઈને પુનઃ નવીન વ્રત આ પ્રમાણે અંગીકાર કરો ઃ “હું સર્વથા બધા પ્રકારની જીવ-હિંસાનો ત્યાગ કરું છું. હું સર્વથા બધા પ્રકારના મૃષા ભાષણનો ત્યાગ કરું છું. હું સર્વથા બધા પ્રકારના અદત્તગ્રહણ(ચોરી)નો ત્યાગ કરું છું. હું સર્વથા સર્વવિધ અબ્રહ્મનો ત્યાગ કરું છું. હું સર્વથા બધા પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરું છું. હું ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ક્લેશ, અભ્યાખ્યાન, વૈશુન્ય,રતિ (હર્ષ), અરરિત (શોક), પર પરિવાદ (નિંદા), ગૂઢ માયા અને મિથ્યા દર્શન-શલ્યનો ત્યાગ કરું છું તથા હું બધા પ્રકારનાં અકર્તવ્ય કર્મોનો પરિહાર કરું છું. હું જીવન પર્યંત મન, વચન અને કાયાથી અકરણીય કર્મ નહિ કરું, ન કરાવીશ અને ન કરતાં અનુમોદન કરીશ. હું બધાં પ્રકારનાં પાપોનો ત્યાગ કરું છું અને સાથે અશન-પાન-ખાદ્ય-સ્વાઘ - આ ચારેય પ્રકારના આહારનો પણ જીવન પર્યંત માટે ત્યાગ કરું છું. જે શરીરનું મેં પૂરી રીતે સારસંભાળ કરી છે, જે મને ઇષ્ટ, કાંત, પ્રિય અને રમણીય લાગતાં હતાં, જે મૂલ્યવાન રત્નના કરંડિયા સમાન જણાતો હતો, જેને હું બધા પ્રકારનાં ઉપદ્રવ્યોથી બચાવીને રાખવા માંગતો હતો, હું એવા શરીરનું પણ મમત્વ છોડું છું.” આમ, બધાં પાપકર્મોનો ત્યાગ કરીને, બધા પ્રકારના આહારનો ત્યાગ કરી બધા પ્રકારના પરિગ્રહ અહીં સુધી કે શરીરની મમતાનો પણ ત્યાગ કરી અંતિમ શ્વાસ-પર્યંત આત્મ સ્વરૂપના ચિંતનમાં, વીતરાગના સ્તવનમાં અને સમાધિમાં લીન રહીએ. સંલેખના સ્વીકાર કરવાનો આશય પોતાને પૂર્ણતઃ વીતરાગ દેવના શરણમાં સમર્પિત કરી દેવું છે. આત્માના સર્વાધિક નજીક રહેનાર તનના ભાનથી પણ ઉપર ઊઠીને આત્મસ્વરૂપમાં તલ્લીનતા પ્રાપ્ત કરવી જ સંલેખનાનું પ્રયોજન છે. આ કોટિ પર પહોંચેલો સાધક ખાન-પાન વગેરેને આત્મ-લીનતામાં બાધક સમજે છે. તેથી તે દેહ શુશ્રૂષાના બધાં પ્રપંચોને છોડી દે છે. આમ, તે બાહ્ય સંસાર અને બાહ્ય પદાર્થોથી પોતાનો સર્વથા સંબંધ વિચ્છેદ કરી લે છે. બાહ્ય વસ્તુઓથી સંબંધ વિચ્છેદ કરી લેવાથી પણ આત્મામાં કીર્તિ, પ્રશંસા, સન્માન અને સ્વર્ગ વગેરેની કામના છુપી રહી શકે છે. તેથી આ વ્રતના સાધકને આ બાજુ વિશેષ સચેત રહેવાની જરૂર શાસ્ત્રકારોએ બતાવી છે. આ દૃષ્ટિકોણથી શાસ્ત્રકારે સંલેખના વ્રતના પાંચ અતિચારો બતાવ્યા છે, તે આ પ્રમાણે છે : સંલેખનાના પાંચ અતિચારો : (૧) હનોનાસંસપ્પો૨ે - મને આ દુનિયાદારી સંબંધી લૌકિક સુખની પ્રાપ્તિ થાય, એવી ઇચ્છા કરવી. (૨) પરલોÉસપ્પોને - મને પરલોકમાં સ્વર્ગ વગેરે સુખોની પ્રાપ્તિ થાય, એવી ઇચ્છા કરવી. સંલેખના : જીવનની સંધ્યા ૯૫
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy