SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પોતાના જીવનનો સંધ્યાકાળ જાણીને સવિશેષ સાવધાન અને જાગૃત થઈ જાય છે. તે સમજે છે કે મૃત્યુ સમગ્ર જીવનનો નિચોડ છે. સાધુના જીવનભરની સાધનાની પરીક્ષા મૃત્યુના અવસર પર થાય છે. જો મૃત્યુ સમાધિપૂર્વક, પ્રસન્નતાથી થાય છે, આત્મશુદ્ધિપૂર્વક થાય છે, તો સમજી લો, સાધક આ પરીક્ષામાં પાસ થયો. પરંતુ જો અંતિમ સમયમાં વ્યક્તિ હાય-હાય કરે છે, રોવે-વિલસે છે, પોતાની માનેલી સજીવ કે નિર્જીવ વસ્તુઓના વિયોગની સંભાવનાથી ચિંતિત, ભયભીત, આતંકિત કે વ્યથિત થઈને આર્તધ્યાન કરે છે તો સમજવું જોઈએ કે તે સાધક પોતાની સાધનાના અભ્યાસમાં કાચો હોવાના કારણે અનુત્તીર્ણ થઈ ગયો. આખા જીવનનું લેખું-જોખું મૃત્યુના સમયે મનુષ્યના સામે આવી જાય છે. એ જ મનુષ્યના જીવનની હાર કે જીતની અંતિમ બાજી છે, એ જ માનવની સફળતા-અસફળતાની અંતિમ કસોટી છે. પોતાના જીવનમાં ભણેલા સારા-ખોટા પાઠની અંતિમ પરીક્ષા મૃત્યુના સમયે થઈ જાય છે. આ અંતિમ પરીક્ષામાં ઉત્તીર્ણ (પાસ)-વ્યક્તિ જ વાસ્તવમાં જીવનની સમગ્ર કળામાં પાસ તથા પારંગત સમજવામાં આવે છે. કેટલાય સાધકો જીવનના પૂર્વાર્ધમાં જીવનકાળમાં સિદ્ધહસ્ત તથા સફળ દેખાય છે, પરંતુ જીવનના ઉત્તરાર્ધમાં, મૃત્યુની નજીક આવવાથી તે એ પરીક્ષામાં અસફળ થઈ જાય છે, જ્યારે અનેક સાધકો જીવનના પૂર્વાર્ધમાં જીવનકાળમાં બિલકુલ પછાત, અન્ન અને પામર જોવા મળે છે, પરંતુ જીવનના ઉત્તરાર્ધમાં તે જ લોકો સંભાળી લે છે, પોતાના પાછલા અશુભ જીવનની આલોચના, પશ્ચાત્તાપ, ગર્તા અને પ્રાયશ્ચિત્તપૂર્વક કષાય અને શરીરને સંલેખનાની આગમાં નાખીને સો ટચ સોના-સમાન શુદ્ધ બનાવી લે છે અને પ્રસન્નતાપૂર્વક સમાધિમરણ સહિત મૃત્યુનું સહર્ષ આલિંગન કરે છે. તે મૃત્યુને પરાજિત કરી દે છે, મૃત્યુ એમને પરાજિત નથી કરી શકતી. અર્થાત્ તે પોતાની અંતિમ પરીક્ષામાં સફળ થઈ જાય છે. સાચો શ્રાવક પોતાના જીવનભરની સાધનાના શિખર ઉપર સુવર્ણ કળશ ચડાવવા હેતુ સમાધિ-મરણ માટે સંલેખના વ્રત સ્વીકાર કરે છે. સંખનાનો અર્થ છે - કૃશ કરવું, પાતળા બનાવવું. અર્થાત્ આત્માના કષાય વગેરે અંતર્ગત દુર્ગુણોને સર્વથા કૃશ કરીને શરીરને પણ ક્રશ કરી દેવું સંલેખના વ્રત કહેવાય છે. આ વ્રત જીવનના અંતિમ કાળમાં સ્વીકાર કરવામાં આવે છે. આની આરાધન વિધિ આ પ્રમાણે છે : સંલેખનાની વિધિઃ જ્યારે સાધક જાણી લે છે કે એનું શરીર એને દગો આપનાર છે, એનો અંતિમ સમય નજીક છે, ત્યારે તે એકાંતમાં પ્રાસુક ભૂમિનું પ્રતિલેખન-પ્રમાર્જન કરે અને દર્ભની શય્યા પાથરીને એના ઉપર આરૂઢ થાય. પૂર્વ અથવા ઉત્તર દિશાની તરફ મુખ કરીને પથંક વગેરે આસનથી સ્થિત થઈને, હાથ જોડીને, મસ્તક ઝુકાવીને એવું બોલે - “અનંત સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો, ‘અહંત ભગવંતોને નમસ્કાર હો, મારા ધર્માચાર્યને નમસ્કાર હો, ઉપાધ્યાય અને સંતોને નમસ્કાર હો.” એના પછી તે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ તીર્થથી ક્ષમાયાચના કરે અને ત્યાર પછી સંસારનાં બધાં પ્રાણીઓથી ક્ષમાયાચના કરે. (૯૪) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 જિણધો]
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy