SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં આ વિશેષ ચિંતનીય છે કે આ હીનોત્કૃષ્ટતા સ્વામી-સેવક જેવી નથી. અહીં હિનોત્કૃષ્ટતાથી પરમ પવિત્ર ગુણાત્મક ભાવ જ અભિપ્રેત છે. ગુરુ-શિષ્ય, પિતા-પુત્ર તથા ઉપાસ્ય-ઉપાસક જેવી પવિત્ર ભાવના જ અહીં ગુણોના ઉત્કર્ષ તથા અપકર્ષનો આધાર છે. ઉપાસક પોતાનાથી ગુણોત્કર્ષવાળા વ્યક્તિત્વને જ આદર્શ ઉપાસ્યના રૂપમાં સ્વીકાર કરે છે અને એ દ્વારા ગુણ-ગ્રહણનો ઉપક્રમ કરે છે. આગમિક દૃષ્ટિએ નમસ્કાર દ્વારા ચિત્તમાં પ્રમોદ ભાવનાનો ઉદ્ભવ થાય છે. પોતાનાથી અધિક ગુણસંપન્ન, તેજસ્વી, મહાન આત્માઓને જોઈને એમના પ્રતિ નતમસ્તક થઈ જવું પ્રમોદ ભાવનાનું દ્યોતક છે. જ્યાં પ્રમોદ ભાવનાનો પ્રાદુર્ભાવ થાય છે ત્યાં નમસ્કાર કરનારનું હૃદય અત્યંત વિનમ્ર, ઉદાર તથા વિશાળ થઈ જાય છે અને આ વિશાળતા અને મહાનતાની ચરમ ઉપલબ્ધિ સુધી પહોંચાડી દે છે, જ્યાં ઉપાસક સ્વયં ઉપાસ્ય બની જાય છે. કારણ કે જૈનદર્શન અધ્યાત્મદર્શન છે, આધ્યાત્મિક ઉત્કર્ષ એનું પરમ સાધ્ય છે. એટલે એણે ઉત્કર્ષને પ્રથમ સોપાનના રૂપમાં નમસ્કારનો સ્વીકાર કર્યો છે. આ દૃષ્ટિએ વંદના-મંત્રનાં પાંચ પદોમાં આદિમાં “નમો’ શબ્દ સંયુક્ત થયો છે. નમ:' શબ્દની વ્યાખ્યા કરતાં ધર્મ-સંગ્રહકારે કહ્યું છે - ન: તિ નૈપતિ પર્વ પૂજ્ઞાર્થ પૂના ૨ દ્રવ્ય-ભાવ-સંશો: તત્ર #ર -શિરपादादि-द्रव्य-संन्यासो द्रव्यसंकोचः । भाव संकोचस्तु विशुद्धस्य मनसो योगः ।" અર્થાત્ નમ: પદ પૂજાર્થક છે. મહાન ચેતનાઓ પ્રત્યે નમન જ એમની પૂજા છે. નમસ્કાર દ્વારા નમસ્કરણીય પવિત્ર આત્માના પ્રત્યે વિશુદ્ધ શ્રદ્ધા, ભક્તિ તથા પૂજ્ય ભાવનાનો પ્રાદુર્ભાવ થાય છે. આ નમન બે પ્રકારના હોય છે - દ્રવ્ય અને ભાવ. દ્રવ્ય-નમસ્કારનો અર્થ છે હાથ, પગ, મસ્તક વગેરે શારીરિક અંગોને વિનયાવનત કરી વંદનીય મહાપુરુષ પ્રત્યે નમાવી દેવું અને ભાવ-નમસ્કારનો અભિપ્રાય છે માનસિક ચંચળતાને અવરુદ્ધ કરી મનની સમગ્રતાપૂર્વક નમસ્કાર્ય પ્રત્યે સમર્પિત કરી દેવું. નમસ્કારની સાર્થકતા ત્યારે જ થાય છે જ્યારે દ્રવ્ય તથા ભાવ બંને પ્રકારથી નમસ્કાર કરવામાં આવે. - મહત્તા : પંચ પરમેષ્ઠિ - નમસ્કાર સૂત્ર જૈન પરંપરાનો સર્વમાન્ય મહામંત્ર છે. આ સંપૂર્ણ વાડ્મયનો અર્થાત્ ચતુર્દશ પૂર્વોનો સાર છે. બીજા શબ્દોમાં કહીએ તો એ એ બીજ છે, જેનાથી આખો જૈન વાડ્મય અંકુરિત, પ્રસ્તુરિત, પલ્લવિત, પુષ્પિત તથા ફલિત થઈને વિશાળ વૃક્ષના રૂપમાં વિકસિત થયો છે. આ વીતરાગ પરમાત્માની દ્વાદશાંગી વાણીનો સાર છે. સંપૂર્ણ જૈન સાહિત્યનો અપાર સાગર આ મહામંત્રરૂપી ગાગરથી ભરેલો છે. તેથી એનો મહિમા અપાર છે, અનિર્વચનીય છે. શબ્દોની પરિધિમાં એને બાંધી નથી શકાતો. આ જ કારણ છે (૬) છે, જેને જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy