SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત-જ્યોતિપુંજ તીર્થકરોએ જાગતિક વૈચિત્ર્યને યથાતથ્ય રૂપમાં જોયું અને જાણ્યું કે સંસારનો પ્રત્યેક પદાર્થ અનંત ધર્માત્મક છે. અણુ-પરમાણુથી લઈને આકાશ સુધી બધા પદાર્થ અનંત ગુણાત્મક છે, જેની સાક્ષી આજનું વિજ્ઞાન પણ વણમાગે જ પ્રસ્તુત કરી રહ્યું છે. જ્યારે અન્ય દાર્શનિક ધારાઓએ વસ્તુના કોઈ એકાંશને ગ્રહણ કરીને શેષ અનંતને ઉપેક્ષિત જ છોડી દીધા. એમની મહત્ત્વપૂર્ણ ભૂલ આ જ રહી કે એ એક અંશને જ વસ્તુનું સમગ્ર સ્વરૂપ માની લીધું અને આજ કારણ છે કે એમનું આ વિચાર-દર્શન સર્વાગીણતાથી હટીને એકાંતિક આગ્રહની પરિધિમાં સમાઈને રહી ગયું. વિશ્રુત ષડ્રદર્શનોને જ લો, સાંખે આત્મ-સ્વરૂપના સંદર્ભમાં કૂટસ્થ નિત્યતાનો આગ્રહ કર્યો, તો બૌદ્ધ એકાંત ક્ષણિકવાદનો. નૈયાયિક અને વૈશેષિકે કોઈ પદાર્થોમાં નિત્યતાનો અને કોઈમાં અનિત્યતાનો હઠાગ્રહ કર્યો. આને આગ્રહ અને હઠાગ્રહ એટલા માટે કહેવામાં આવે છે કે ત્યાં કોઈ એક દૃષ્ટિબિંદુ પર જ સંપૂર્ણ વિચાર કેન્દ્રિત રહે, શેષ સમગ્ર દષ્ટિઓ પૂર્ણ રૂપે ઉપેક્ષિત થઈ ગઈ. જ્યારે જેનદર્શને વસ્તુને પરિણામી નિત્ય (સાપેક્ષ નિત્ય) કરીને સમન્વિત અનાગ્રહનો માર્ગ પ્રશસ્ત કર્યો. ૩ખન્ને વન વિઠ્ઠ વા યુવેવી ”ના શાશ્વત અર્થ ગંભીર સ્વર, જે તીર્થકરોના શ્રીમુખથી ઉચ્ચરિત હોય, ગણધરો માટે જ્ઞાનનો અથાગ સાગર બની ગયો. આ વાતના સાક્ષી છે કે વીતરાગ-દર્શન જૈનદર્શનમાં વસ્તુને પ્રતિક્ષણ ઉત્પાદ-વ્યય તથા ધ્રૌવ્યથી યુકત સ્વીકાર કરવામાં આવી છે. એણે વસ્તુને દ્રવ્યની અપેક્ષાથી નિત્ય તથા પર્યાયની અપેક્ષાથી અનિત્ય કહીને એના સમગ્ર સ્વરૂપને વ્યક્ત કર્યો. જૈન તીર્થકરે પોતાના અનંત જ્ઞાન દ્વારા વસ્તુના અનંત ગુણોને હસ્તામલકવતુ પ્રત્યક્ષ જાણ્યો અને તનંતર જગતના જીવોને સન્માર્ગ બતાવવા માટે એને પ્રરૂપિત કર્યો. જૈન ધર્મ અને દર્શનની આ સમગ્ર ચિંતનપ્રણાલી સ્વયંમાં અલગ અને અનુપમ છે. સંસારના કોઈ ધર્મ અને કોઈ અન્ય દર્શને એવી સમગ્ર દૃષ્ટિથી વસ્તુનું ચિંતન પ્રસ્તુત કર્યું નથી. સમગ્ર વસ્તુનિષ્ઠ ચિંતનના પ્રસ્તોતા સર્વજ્ઞ-સર્વદર્શી-જિનતીર્થકર છે, જેમણે અનેકાંત-પુષ્ટ સ્યાદ્વાદમયી વાણી દ્વારા સત્ય સ્વરૂપને જગતના સામે પ્રતિપાદિત કર્યું. જો કે પદાર્થ સ્વરૂપના પ્રતિપાદનની પાછળ મૂળ ઉદ્દેશ્ય અધ્યાત્મનો, આત્મ-સાક્ષાત્કારનો જ રહ્યો છે, છતાં આનુષંગિક રૂપથી સંપૂર્ણ તત્ત્વ-વિવેચન-દર્શનનો વિષય બની ગયો. તેથી એમ કહી શકાય કે ધર્મ તથા દર્શનનો આધારબિંદુ અધ્યાત્મ છે. ભારતીય દર્શન અને ચિંતનની આત્મા અધ્યાત્મવાદથી પરિસ્પંદિત થાય છે. દેશ્યમાન ભૌતિક તત્ત્વો સિવાય અન્ય કોઈ વિરાટ તત્ત્વ છે, કોઈ આંતરિક દુનિયા છે, કોઈ અદેશ્ય આત્મિક લોક છે, જે આ દશ્યજગતથી અનંત ગુણાધિક સશક્ત છે. જો આ જગતને બિંદુ કહેવાય, તો આ અદેશ્ય-જગત ( ૨ જિણધામો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy