SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧ ) પ્રવેશ ) વિસ્મય, જિજ્ઞાસા અને સમાધાન - આ માનવચિત્તની અનુવૃત્તિ છે. કેમકે માનવનું મસ્તક જિજ્ઞાસા અને સમાધાનનું કેન્દ્રબિંદુ છે, તેથી આ વૃત્તિ અપરિહાર્ય જ માનવામાં આવશે. પ્રકૃતિ-પ્રદત્ત રમણીય ઉપાદાન એની વિચિત્રતા તથા રહસ્યાત્મકતા, વિસ્મય તથા જિજ્ઞાસાનો હેતુ છે. માનવનું જિજ્ઞાસુ ચિત્ત પોતાની આસપાસ પ્રસૃત વિસ્તાર પર દૃષ્ટિપાત કરે છે, તો સ્વાભાવિક વિસ્મયથી પરાભૂત થઈ જાય છે. તે ક્યારેક ગગનાગણમાં અનવરત ભ્રમણ કરનાર રવિ-શશિ તથા અગણિત તારાવલીઓનાં મનોભિરામ દશ્યો પર આવીને ટકે છે, તો ક્યારેક ઊંડા સાગરની ઊંચી તંરગો પર, ક્યારેક ઉત્તુંગ ગિરિ-શિખરો પર તો ક્યારેક ચારે દિશાએ પ્રસૃત મનોરમ્ય હરિયાળી ઉપર, ક્યારેક સમર્પણાનો ભાવ લઈ નિરંતર ભાગતી નદીઓ (સલિલાઓ) પર તો ક્યારેક જનજીવનને આફ્લાદથી ભરી દેનાર કાળા-ઘનઘોર મેઘો પર. અને જ્યાં પણ ચિત્ત રોકાય છે કે તે વિસ્મય અને જિજ્ઞાસાનું કેન્દ્ર બની જાય છે. સંખ્યાતીત પ્રશ્ન-બીજ ઉર્વરિત થાય છે, તેમની માનસભૂમિ પર દશ્ય અને અદશ્ય જગતની સત્તાને સમજવા માટે પ્રશ્નોના સમાધાન માટે તે ઉત્કંઠાથી ભરાઈ જાય છે અને જ્યાં જિજ્ઞાસા ચરમસીમાને સ્પર્શ કરે છે, ત્યાં દર્શનનો જન્મ થાય છે, દાર્શનિકતા ઉભૂત થાય છે. વિચાર-ભિન્નતા માનવ-મસ્તકની સહજ પ્રવૃત્તિ છે, તેથી દર્શનના કોણમાં ભિન્નતાનો આરોપ અસંભવ નથી. પ્રત્યેક વ્યક્તિ-માનસની ચિંતન-પરિધિ વ્યક્તિગત ક્ષમતાનું અતિક્રમણ કેવી રીતે કરી શકે છે ?! તેથી “નાવૉ નયા તીવન્તો પૂર્વ નવા”ની સૈદ્ધાંતિક દૃષ્ટિથી જેટલા વ્યક્તિ-વિચાર એટલા જ દર્શન ફલિત થઈ જાય છે. કેટલાક વિચાર અત્યંત ચીવટપૂર્વકના હોય છે, સશક્ત મનોભૂમિથી ઉદ્દભૂત થાય છે, જે એક વ્યવસ્થિત દર્શનનું રૂપ લે છે. અને કેટલાક નિર્જીવથી અંકુરિત થઈને વિશીર્ણ થઈ જાય છે. સશક્ત વિચારોની જે પરંપરાઓ અક્ષય (અક્ષીણ) રહી, એમને જ દાર્શનિકતાનો પરિવેશ પ્રદાન કરવામાં આવ્યો છે. એ પરંપરાઓ પણ અગણિત છે. પ્રત્યેક પરંપરાએ પોતાના સામર્થ્ય-શક્તિ અનુસાર ચિંતન કર્યું અને એને દાર્શનિક રૂપ પ્રદાન કર્યું. આ જ અનુવૃત્તિના આધારે વિચાર-જગતમાં અનેક ચિંતનધારાઓ પ્રવાહિત થઈ, વિભિન્ન વિચારસરણીઓએ જન્મ લીધો અને હજારો મત, પંથ તથા સંપ્રદાય પ્રાદુર્ભત થયા. બધાને પોત-પોતાના વિચારો છે, જે એક નિશ્ચિત દિશા તરફ ધ્યાન ખેંચે છે, પરંતુ આજ સુધીની ઉપલબ્ધ બધી જ દાર્શનિક વિચારધારાઓમાં જે કોઈ સુસ્પષ્ટ, સુસંગત અને તર્કપુષ્ટ વિચારધારા હોય, તો એ છે - અનંત દ્રષ્ટા, અનંત જ્ઞાતા તીર્થકર મહાપ્રભુ દ્વારા ઉપદેશાવેલ. [ પ્રવેશ અને છે. ત KR NET
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy