SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવર્તી સમ્રાટ મોહાંધ બનીને દીન-હીન ભિખારી જેવો બની ગયો. અક્ષય નિધિનો સ્વામી સ્વયંને દીન અને હીન સમજવા લાગ્યો. જ્યાં સુધી આ મોહદશા બની રહે છે, ત્યાં સુધી આત્મા ઘોર અજ્ઞાનની ગાઢ નિદ્રામાં સૂતો રહે છે. જેમ શુદ્ધ સ્વભાવવાળું સોનું માટીના સંયોગના કારણે અશુદ્ધ બની રહે છે. જેમ સિંહના બચ્ચાનું ઘેટાંના વચમાં પાલન-પોષણ થવાથી ઘેટા જેવું બની રહે છે, લાખોની સંપત્તિ ઘરમાં દટાયેલી હોવા છતાં પણ તેનાથી અજાણી વ્યક્તિ દરિદ્ર બની જાય છે. આ રીતે આત્મા પણ કર્મોના સંયોગથી અશુદ્ધ બન્યો છે. પોતાના અનંતબળને ભૂલીને તે ઘેટાના જેમ પૌરુષહીન બનેલો છે. અનંત આત્મિક વૈભવનો અધિપતિ હોવા છતાં પણ અજ્ઞાનવશ રંક બનેલો છે. આત્માની આ વૈભાવિક દશા મુમુક્ષુ પુરુષોના માટે ગંભીર વિચારનો વિષય બને છે. સંયોગવશ જ્યારે કાળની લબ્ધિ પાકે છે, ત્યારે નિસર્ગ અથવા પરોપદેશથી આત્માની મોહનિદ્રા તૂટે છે. તેમાં જાગૃતિનો સંચાર થાય છે, તે પોતાને ઓળખવા લાગે છે. પોતાની દુર્દશા પર તેને ખૂબ દુઃખ થાય છે. તે પોતાનાં બંધનોને તોડવા માટે લાલાયિત થઈ ઊઠે છે. તે સૌથી પહેલાં પોતાના અસલી સ્વરૂપને ઓળખી લે છે. આ સત્ય-સ્વરૂપનું જ્ઞાન જ સમ્યગુજ્ઞાન છે. તેને પોતાના અનંત જ્ઞાનાદિ ચતુષ્ટયમય થવાની પ્રતીતિ-વિશ્વાસ-આસ્થા થઈ જાય છે. એ જ સમ્યગ્દર્શન છે અને જે પોતાનાં બંધનોને તોડવા માટે જે પુરુષાર્થ કરે છે, તે સમ્યક-ચારિત્ર છે. આ વિવેચનથી સ્પષ્ટ થાય છે કે આત્માના ઉત્થાન માટે સમ્યગુજ્ઞાનની અનિવાર્ય પ્રાથમિક ઉપયોગિતા અને આવશ્યકતા છે. સમ્યગુજ્ઞાન પછી જ એના પર આસ્થા અથવા વિશ્વાસ થાય છે. તેથી સમ્યગુજ્ઞાનની સાથે જ સમ્યગુદર્શન થાય છે. સમ્યગુજ્ઞાન થવાથી સમ્યગ્દર્શન અને સમ્યક ચારિત્ર થઈ શકે છે. તેથી કહેવાયું છે કે – ના વિUT | હુંતિ ૨UT TUTI ઉત્તરાધ્યયન, અ-૨૮-૩૦ સમ્યગુદર્શન સહિત સમ્યગુજ્ઞાનની વગર ચારિત્રની પ્રાપ્તિ થઈ શકતી નથી. સમ્યગુદર્શન સહિત સમ્યગુજ્ઞાન તે મૂળ છે, જેના પર ચારિત્રનું કલ્પવૃક્ષ લહેરાય છે તથા મુક્તિરૂપી ફળની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન દ્વારા જીવ હિતાહિતમાં વિવેક કરે છે, લોકાલોકના સ્વરૂપને સમજે છે. જડચેતનનો ભેદ જ્ઞાન કરે છે, બંધન અને મોક્ષને જાણે છે. દર્શન દ્વારા આ સત્ય તત્ત્વ પર શ્રદ્ધાન કરે છે. પોતાનાં ધ્યેય, હેય-ય-ઉપાદેયના પ્રતિ દઢ આસ્થાશીલ હોય છે, અને ચારિત્ર દ્વારા હેયને છોડીને ઉપાદેયનો અંગીકાર કરે છે. તપ* દ્વારા આત્માના કર્મમેલને બાળે છે. અસ્તુ, જ્ઞાનની મહત્તાને પ્રદર્શિત કરતા કહેવાયું છે - * તપ, ચારિત્રના અંતર્ગત આવી જાય છે, પરંતુ તપની પ્રમુખતા બતાવવા માટે એને અલગથી મોક્ષનું અંગ કહેવામાં આવ્યું છે, જેમ કે - ના ૨ હંસ ચેવ ચરિત્ત વ તવો ત . ઉત્તરા. આ.-૨૮/૨ एस मग्गो त्ति पण्णत्तो जिणेहिं वरदंसिहि ॥ સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન, સમ્યફચારિત્ર અને સમ્યક્તપની આરાધનાને સર્વજ્ઞ સર્વદર્શી જિનેશ્વર દેવોએ મોક્ષમાર્ગ કહ્યો છે. K જ્ઞાન : માહાભ્ય, વરૂપ અને વ્યાખ્યા જ ભ૧૧)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy