SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શંત્રુજ્ય ગિરિરાજ દર્શન સ્વયંવરમાં ઉશ્કેરાયેલા રાજાઓએ માલવાના માર્ગમાં મહીપાલને રોક્યો. રંક રત્ન લઈને કયાં જાય છે? આ તું રોગી થયો. એમ કહી બધા રાજાઓએ તેને ઘેર્યો. મહીપાલે વ્યાધિને ભૂલી જઈને, રાજાઓના સામા થવા ખડૂગ હાથમાં લીધું, યુદ્ધ શરુ થયું. મહીપાલ, દેવપાલ, રત્નપ્રભ તથા શિવના પરાક્રમી યોદ્ધાઓએ, શત્રુના સૈન્યને હંફાવી નાંખ્યું. સૈન્ય ભાગી છુટ્યું. હારવાથી નરવર્માદિ રાજાઓ દાંતમાં તરણું લઈને, મહીપાલ પાસે આવ્યા. પિતાની હાર કબૂલ કરી, નરવર્મા રાજાએ પિતાની પુત્રી દેવપાળને પરણાવી. રાજાઓ તેની આજ્ઞાથી પોતપોતાના સ્થાને ગયા. (શ. મા. પૃ. ૯૩) જેમ જેમ મહીપાલ આગળ વધ્યો તેમ તેમ રોગ પણ વૃદ્ધિને પામ્યો. ૧૮ કોઢ તેના શરીરમાં થયા. નદીનું જળ ભય ઉપજાવે, ગાન ભય કરનાર લાગે, શરીરમાંથી દુર્ગધ નીકળવા લાગી. દુઃખી થએલા તેણે પુષ્પથી ભરપૂર વનમાં પડાવ કર્યો. સુખ થવાની ઈચ્છાથી પૂર્ણ એવી રાત્રીએ શયન કર્યું. આ દિવસ ચૈત્રી પૂર્ણિમાનો હતો. (શ. મા. પૃ. ૯૪) ચૈત્રી પૂર્ણિમાએ શત્રુંજયની યાત્રા કરવાથી, સર્વ તીર્થની યાત્રાથી ફળ વધારે મળે છે. આથી વિદ્યારે સુંદર ફૂલ વગેરે વડે પ્રભુની પૂજા કરી, સ્તવના કરી. પછી વિદ્યાધરો જવા લાગ્યા ત્યારે ચંદ્રચૂડ વિદ્યાધરની સ્ત્રીએ સ્થિરતા કરવાનું કહ્યું. તે કહેવા લાગી કે મને પ્રભુની પ્રેરણું છે. અહિં રહેવામાં, સ્વર્ગ અને મોક્ષનાં સુખ, જાણે તણખલા જેવા છે. હું શાંતિથી આદિનાથ પ્રભુની સેવા કરું. તેઓ ત્યાં આઠ દિવસ રોકાયા. પ્રભુ ભક્તિ કરી. પછી વિશાળ વિમાનમાં બેસીને જતાં સૂર્યોદ્યાન જોયું, નિર્મલ જલથી ભરેલો પેલો કુંડ પણ પાસે જ ગણાય. આની સુંદરતાથી એક ક્ષણ અત્રે સ્થિરતા કરીએ. વિમાન ત્યાં ઉતાર્યું. આ ઉદ્યાનમાં સર્વે ઔષધિઓ છે. આ સૂર્યકુંડના એકજ જળબિન્દુથી અઢાર પ્રકારના કેઢ મટે છે. તેમણે કુંડમાં વિલાસ કર્યો. પછી પવિત્ર વસ્ત્ર પહેરી પ્રભુ પૂજા કરી. સર્વ વ્યાધિનાશક સુર્યાવર્ત કુંડનું જલગ્રહણ કરી, વિમાનમાં બેસી તેઓ ચાલ્યા. (શ. મા. પૃ. ૯૬) આગળ ચાલતાં ત તંબુઓ જોયા. અર્થાત્ મહીપાલની સેનાને પડાવ વિમાનમાંથી જે. હાથી, ઘોડાઓ વગેરે અનેક વસ્તુઓ જોઈ. અહીયાં કે મનુષ્ય વ્યાધિથી પીડાતા હશે. એટલે લકે તેને ટોળે વળ્યા છે. નઠારી દુર્ગધ આવે છે. માટે કોઈને કેઢ થયે લાગે છે. પ્રાણનાથ ! આપણી પાસે જે જળ છે તે છાંટીએ. આથી વિમાનમાંથી જ વિદ્યાધરણીએ, મહીપાલ ઉપર તે જળ છાંટ્યું. શુદ્ધજળને સ્પર્શ થતાં જ, તે નિર્મળ થયે. શાંતિ થઈ. દેદીપ્યમાન કાંતિવાળે મહીપાલ થયો. રાણી વગેરે બધા ખુશી થયા. વ્યાધિઓ આકાશમાં ગઈ ને ત્યાં રહીને તે વ્યાધિઓ બેલી કે સૂર્યાવર્તકુંડનું જળ તારી ઉપર નાખેલું છે. એટલે અમે તારા શરીરમાં (૩૮)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy