SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યાવર્ત-સૂર્યકુંડને મહિમા કહેવા લાગ્યા કે–તમારું રૂપ ગમે તેવું છે, પણ આપનું પરાક્રમ ક્ષત્રિયનું છે. માટે આપ કેણ છો તે જણાવી અમારા કાન પવિત્ર કરે. આવું મધુર વચન તેમનું સાંભળી મહીપાલે પિતાનું રૂપ પ્રગટ કર્યું. આ જોઈને સઘળા લોકોએ જયજયકાર કર્યો. દેવપાલ, નાનાભાઈને અદ્દભૂત રૂપાલે જોઈને ભેટી પડ્યા. આકાશમાંથી મહીપાલ પર પુષ્પવૃષ્ટિ થઈ. (શ.મા. પૃ. ૮૭) સ્વયંવરમાં આવેલા રાજાઓ, નરવર્મા રાજાને કહેવા લાગ્યા કે--મહીપાલે આવી રીતે વૃક્ષની ડાળ, ફળ લીધાં તેમાં કેઈ આશ્ચર્ય નથી. તેને ગુણહીન જાણે ઘરમાંથી પૂર્વે કાઢી મૂક્યો હતે. માટે અમે તેની પાસેથી કન્યાનું હરણ કરશું. તે સાંભળી નરવમાં રાજા બોલ્યા“જરાક શાંતિ રાખે.” તેમના પિતા મારા પરમ મિત્ર છે. હમણાં શાંતિથી સમારંભ થવા દ્યો. પછી જે કરવું હોય તે કરો.” રાજાઓ શાંત રહીને વિચારે છે કે- સોરઠના રાજા અલ્પ બળવાળા છે. માટે જતાં આપણે તેને રુંધીશું. આથી બધા રાજાઓ બહારથી શાંત રહ્યા. (શ. મા. પૃ. ૮૮) દેવપાલ મહીપાલને કહેવા લાગ્યું કે માતા પિતા તમારા વિરહથી ગુરે છે. તમારે માટે જ જીવન ધારીને ટક્યા છે. હું સ્વયંવરની ઈચ્છાથી અત્રે નથી આવ્યું, પણ કદાચ તમે મળી જાઓ એ આશાએ આવ્યો છું. આવું બંધનું વાકય સાંભળી મહીપાલે, પોતાની બધી વાત કરી. તે સાંભળીને દેવપાલ હર્ષ પામ્યો. પહેરામણીમાં રાજાએ હાથી, ઘોડા વગેરે ઘણું આપ્યું. (શ. મા. પૃ. ૮૯) મહીપાલે, ભાટચારણના મુખેથી સાંભળ્યું કે રત્નપ્રભ વિદ્યાધર સ્વયંવરમાં આવેલ છે. તેજ વખતે મહીપાલ તેના ઉતારે ગયે. તેણે તેના ભાઈ રત્નકાન્ત વિદ્યાધર સાથેને વૃત્તાંત જણાવ્યું. મહીપાલે જણાવ્યું કે પૂર્વભવના પૂણ્યને લીધે સહદરને સમાગમ થાય છે. તેથી બીજા હાથની માફક, ભાઇનું પાલન કરવું જોઈએ. (શ. મા. પૃ. ૮૯) આથી રત્નપ્રભ વિદ્યાધર ધડકતી વાણી વડે કહેવા લાગ્યો કે મેં ઘણું સમજાવ્યો, પણ રત્નકાન્ત ન રેકા અને ચાલ્યો ગયો. ભાઈ વિનાનું, સુખ દુઃખ આપનારું આ રાજ્ય, મને ઝેર ભરેલું લાગે છે. ત્યારે મહીપાલે કહ્યું પશ્ચાત્તાપ ન કરો. આવું મહીપાલનું વચન સાંભળી નાનાભાઈને મળવાની ઇચ્છાથી તે મહીપાલ સાથે સંગીત વગેરે આનન્દમાં કેટલેક વખત સાથે રહ્યો. (શ. મા. પૃ. ૯૦ ) પૂર્વના પ્રારબ્ધના લીધે અકસ્માત્ મહીપાલને તાવની વ્યાધિ ઉત્પન્ન થઈ. ફેડલા થયા. તલના દાણું પણ તપી જાય તેવો તાવ થયે, ઉપચારે ઉલટા પરિણમ્યા. આથી કલ્યાણસુંદર રાજાની આજ્ઞા લઈને સૈન્ય સહિત પિતાને મળવા પિતાના નગર તરફ ચાલ્યો. પિતાના માતાપિતાને પગે પડી ગુણસુંદરી પતિની સાથે ચાલી. (શ. મા. પૃ. ૯૧) (૩૭)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy