SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન મલ દ્રવ્ય ભાવ વિશેષથી, જેહથી જાયે દૂર ! તે તીર્થેશ્વર પ્રણમયે, વિમલાચલ” સુખ પૂર ૯૦ખમા (૪) આત્માને લાગેલા કર્મના યોગે દ્રવ્ય ભાવમલ આત્મામાં એકઠો થયેલ છે. એ મલ જેહના ધ્યાનના પ્રતાપે સુખપૂર્વક દૂર થાય છે, અને આત્મા વિમલ નિર્મલ બને છે. એવા આ “વિમલાચલ” ગિરિવરને ભાવથી નમસ્કાર કરે. ૯ સુરવરા બહુ જે ગિરે, નિવસે નિરમલ ઠાણ તે તીર્થેશ્વર પ્રણમીયે, “સુરગિરિ ” નામ પ્રમાણ ૯૧ખમા (૫) જે ગિરિને નિર્મલ પવિત્ર સ્થાન જાણને ઘણુ ઈન્દ્રો નિવાસ સ્થાન કરે છે, અને આથી જે ગિરિને “સુરગિરિ એવા નામથી સંબોધાય છે, તેવા આ તીર્થરાજને નમન કરીએ ૧૯૧ પરવત સહ મહે વડે. “મહાગિરિ' તેણે કહંત તે તીર્થેશ્વર પ્રણમયે, દરશન લહે પુણ્યવંત ૧૯૨ખમા (૬) જે ગિરિ પર્વતમાં મહિમાની દૃષ્ટિએ મહાન છે. આથી મહાગિરિ કહેવાય છે. વળી પુણ્યવંત પ્રાણી જેના દર્શનને પામે છે. આથી તે આ તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરે પુણ્ય અનર્ગલ જેહથી, થાયે પાપ વિનાશ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, નામ ભલું પુણ્યરાશ” ૧૯૩ખમા (૭) જેના પ્રભાવથી અને સંગથી અનર્ગલ પુણ્ય થાય છે, અને પાપ નાશ પામે છે. જેથી જેને “પુષ્પરાશ” નામ મળ્યું છે, તેવા આ તીર્થરાજ ને પ્રેમથી નમસ્કાર કરે. ૧૯૩ લક્ષ્મી દેવીએ કર્યો, કુંડ કમલ નિવાસ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, પદારામ સુવાસ ૯૪ખમા (૮) આ ગિરિરાજના કુંડમાંના કમલ પર લક્ષ્મીદેવી નિવાસસ્થાન કરે છે. તેથી આ ગિરિ પધ” નામથી પ્રસિદ્ધ છે. આવા પ્રસિદ્ધ એવા આ ગિરિરાજને નમસ્કાર કરે. ૯૪ સવિ ગિરિમાં સુરપતિ સમે, પાતક પંક વિલાત ! તે તીર્થેશ્વર પ્રણમીયે, પર્વત “ઈન્દ્ર” વિખ્યાત ૫ખમાળા (૯) (૧૮૨)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy