SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક લેખક-પ્રા. રમેશચંદ્ર એસ. શાહ, સુરત. અનાદિ કાળથી શ્રીશત્રુંજય ગિરિરાજ ભારતમાં સર્વોત્તમ તીર્થ તરીકે ખ્યાતિ ધરાવે છે. શ્રીસિદ્ધગિરિની મન વચન અને કાયાના ભાવપૂર્વકના ચેગથી કરેલી યાત્રા અનાદિઅનંત સમયથી ભ્રમણ કરતા આત્માઓને પાપાને નાશ કરવામાં સહાયભૂત છે. કોઈ કોઈ આત્માએ આ તીર્થાંમાં આવીને વિધિપૂર્વક ઉત્કૃષ્ટ આરાધના કરવાથી સિદ્ધિગતિને પામ્યા છે. આ પ્રમાણે પરમ તારક અને પવિત્ર શ્રીસિદ્ધાચલ મહાતીનો મહિમા વર્ણવતાં પુસ્તકો સમયે સમયે અનેક ભાષાએમાં લખાયેલાં છે. તીર્થાધિરાજના માહાત્મ્યને વર્ણવતાં પુસ્તકાની જે સામગ્રી પ્રાપ્ત થઈ છે તેમાં શ્રીશત્રુંજ્ય સ` સંગ્રહ' જેવું એક અજોડ પુસ્તક લખવાના ઘણા સમયથી શુભ સંપ કર્યાં હતા તે આજના આ મંગળ દિને પૂર્ણ થયા છે. સંસ્કૃત અને અ માગધીમાં કેટલાક જૈન આચાર્યાં દ્વારા લખાયેલાં પુસ્તકોને ગુજરાતીમાં રસાસ્વાદ કરાવી શકે અને સાથે સાથે શ્રીશત્રુજય વિશેની વિવિધ પ્રકારની માહિતીથી પૂર્ણ હેાય તેવા આ ગ્રંથ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન છે. આ ગ્રંથમાં ત્રણ વિભાગા છે. પ્રથમ ભાગમાં શ્રીશત્રુંજય વિશેની ઐતિહાસિક અને ધાર્મિક સામગ્રી રજૂ કરવામાં આવી છે. શરૂઆતમાં પૂ. પંન્યાસજી મહારાજ સાહેબે વિશિષ્ટ નામાભિધાન શ્રીશત્રુંજય ગિરિરાજ અને દન એ ત્રણ શબ્દોનું સ્પષ્ટીકરણ કર્યુ છે. ત્યારપછી શ્રીશત્રુંજયલઘુપની મૂળ ગાથાએ સરળ ભાવાનુવાદ સાથે મૂકવામાં આવી છે, કે જેના દ્વારા અનેકવિધ સાધુ ભગવંતા અને પુણ્યશાળી આત્માએ સાધના દ્વારા સિદ્ધિપદને પામ્યા છે, તે દર્શાવ્યું છે. ત્યાર પછીથી અન્ય પ્રકરણેામાં શ્રીશત્રુંજયનું માહાત્મ્ય, રાયણવૃક્ષને, સૂર્ય કુંડના મહિમા, શ્રીશત્રુંજય તીર્થાંના ઉદ્ધારા, ગિરિરાજની યાત્રા અને ૧૦૮ ખમાસમણાં વગેરે માહિતીને સરલ અને સુખાધ શૈલીમાં ક્રમબદ્ધરીતે આલેખી છે. વળી શ્રીશત્રુ જયના મહિમા બતાવતી બૃહત્ અને લઘુકથાઓ આબાલગેાપાલ સને શ્રીશત્રુંજયને સાક્ષાત્ પરિચય કરાવે છે. શ્રીશત્રુ...જય માહાત્મ્ય વર્ણવતાં અનેક પ્રકારની જે માહિતી પ્રાપ્ત થાય છે. તેમાં રસિક આત્માએાના ઉદ્ધારાની માહિતી આપવામાં આવી છે, તે દ્વારા સુજ્ઞ વાંચકાને ખ્યાલ આવશે કે જૈન રાજા મહારાજાએ અને શ્રેષ્ઠીઓએ કેવી મુશ્કેલી ભરેલી પરિસ્થિતિમાં શાશ્વતતીથ ગિરિરાજને અખંડ રાખ્યા છે. આ વિગત સાચે જ પ્રેરણાદાયક છે. તેમાંની એક મહત્વની હકીકત નોંધવા જેવી છે કે પાંચમાં આરામાં જ્યારે મુસ્લીમ રાજકર્તાઓ હતા ત્યારે તેઓએ આવી કટોકટીભરી પરિસ્થિતિમાં તી રક્ષામાટે મિત્રભાવે મદદ કરી હતી અને જૈન ધર્મીના પવિત્ર વિચારાને ટકાવી રાખવા મદદરૂપ બન્યા હતા. જે સમયે અદ્યતન સાધન સામગ્રી ન હોવા છતાં મજૂરો, કારીગરો તેમજ અન્ય કાર્યકર્તાઓને ખુશ રાખીને કરેાડો રૂપીયાના X
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy