SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય શત્રુ જય સુધીનાં ભેાયરાંઓ અને ખીણેા છે. તથા પૂર્વથી ઉત્તર વચ્ચે ત્રીસ માઈલના ઘેરાવામાં પડેલા ખરડાના પહાડ બે હજાર ફૂટના શિખરાવાળા હજી પણ ઘુમલીના ખડીયા, વાંસના જુથેા અને ઝાડીથી તથા ઝરણાએથી ભરપૂર છે. અહીંથી પાનેલી નજીકમાં ઢાંકના પહાડ ધ્રાફા પાસેની ટેકરીયા, તથા તે પછી ભાણવડ અને લાલપુર વચ્ચેની ગેાપની ખીણા તથા લાઘાકા—સરધાર અને જસદણુને જોડતી સરધારની દીવાલ લગભગ ચાલીસ માઈલમાં પથરાયેલ છે, અને વચ્ચે ચેાટીલાના ડુંગરાના શિખરે પણ ૧૧૭૩ ફિટ ઉંચાં ઉભાં છે. આ જોતાં પૂર્વ કાઠિયાવાડના પ્રદેશ પહાડી અને વનલીલાથી ભરપૂર હાય અને વસ્તીને ભાગ દરિયા કિનારે (કંઠાળમાં) વસતા હાય તેમ માનવાને કારણ મળે છે. આ રીતે કાળચક્રના આંટાઓની ભીંસથી વર્તીમાનકાળે ગિરિરાજ શત્રુ...જય આપણને નાના વિસ્તારમાં લાગતા હેાવા છતાં કાળચક્રના આંટાએ તેના માહાત્મ્યને આંચ આપી શક્યા નથી. શ્રીશત્રુંજય ગિરિરાજને સ્પર્શતી હકીકતાના ગ્રંથા, પુસ્તકો, ચિત્રા, વિગતા આદિ સાહિત્ય આજે સર્વાધિક પ્રમાણમાં અનેક ભાષામાં મળી આવે છે. મારી માન્યતાએ પ્રસ્તુત પુસ્તક અત્યાર સુધીનાં સઘળા શ્રીશત્રુંજયને લગતા સાહિત્યમાં સર્વોચ્ચ સ્થાન ભાગવે તેમ છે. કેમ કે આના લેખક–સપાદક સાહિત્ય રસીક પૂ. ૫. શ્રીકચનસાગરજી મ. છે. તેમણે અનેક રીતે શ્રીશત્રુંજય ગિરિરાજની મઢુત્તા બતાવવા સાથે ઝીણામાં ઝીણી વિગત દર્શાવનારી અનેક અજ્ઞાત ખાખતા પર પ્રકાશ પાથર્યાં છે. જે તેની વિષયાનુક્રમણિકા અને અંદરના પ્રકરણેા વાંચવાથી સ્પષ્ટ થાય છે. શ્રીશત્રુંજય મહાતીર્થના અભૂતપૂર્વ અલભ્યપ્રાય ચિત્રા પણ આમાં જોવા મળશે. આજ સુધીના અનેક ગ્રંથા આ વિષયના પ્રકટ થયા છતાં સહુકોઈમાં નહી આવેલ ઘણી ખાખતા આ ગ્રંથમાં ચિત્રરૂપે, લખાણુરૂપે અદ્વિતીય માહિતી પૂરી પાડે છે, એ ખૂબજ આનંદની વાત છે. છેવટે ચતુવિધ સંધ સમક્ષ તરણતારણહાર મહામહિમશાળી ગરવી ગિરિરાજની અતિઅદ્ભુત નવીન માહિતીએ પૂરી પાડનાર આ ગ્રંથના વાંચન-આદિથી આરાધક પુણ્યવાને આ પવિત્ર તીર્થાધિરાજની ભાવપૂર્વક સ્પના કરી ક`ખલથી મુક્ત અને એ શુભેચ્છા. વીરિત. સ. ૨૫૦૫ વિ. સ. ૨૦૩૫ અસાડ સુદ ૮ મગળવાર કલ્યાણભુવન પાલીતાણા ( સૌરાષ્ટ્ર ) IX નિવેદક શ્રમણ સંધ સેવક પૂ. ઉપાધ્યાય ધમ સાગરજી મ. ચરણ સેવક અભયસાગર
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy